ભારત માટે રમનારી આ મહિલા ખેલાડી આજે બની ગઈ છે ઝોમેટોની ફૂડ ડિલિવરી ગર્લ, કહાનીએ લોકોની આંખોમાં પણ આંસુઓ લાવી દીધા… જુઓ વીડિયો

જર્મની, યુકે, શ્રીલંકા અને અન્ય ઘણા દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર આ ખેલાડી હવે કરી રહી છે ઝોમેટો ડિલિવરીનું કામ.. કહાની વાયરલ થતા જ લોકોએ આપી આવી પ્રતિક્રિયા, જુઓ

આપણા દેશમાં ઘણા એવા લોકો છે જે આર્થિક સંકળામણમાં હોવાના કારણે પોતાના સપના પૂર્ણ નથી કરતી શકતા. દુનિયાભરમાં ઘણા એવા એથ્લિટ્સ પણ છે જેમને રમતમાં દેશનું નામ રોશન કર્યું પરંતુ પછી તે ગુમનામીના અંધારામાં ખોવાઈ ગયા અને જયારે તે સામે આવ્યા ત્યારે તેમની પરિસ્થિતિ અને કહાનીએ લોકોની આંખો ભીની કરી નાખી.

આવી જ એક કહાની હાલ એક ઝોમેટો ડિલિવરી ગર્લની સામે આવી છે. આ કહાની છે પૌલામીની, જેનો ટ્વિટર પર શેર કરવામાં આવેલ ફૂડ ડિલિવરીનો એક વીડિયો વાયરલ થયો છે. ક્લિપમાં, પૌલામીને Zomato ટી-શર્ટ પહેરેલી જોઈ શકાય છે. તે વીડિયોમાં પોતાની કમનસીબી કહે છે. જેને ઘણા લોકોને ભાવુક કરી દીધા.

કોલકાતાના બેહાલા વિસ્તારના શિબરામપુરની રહેવાસી પૌલામી હાલમાં ચારુચંદ્ર કોલેજમાં અભ્યાસ કરે છે. તે વીડિયોમાં જણાવે છે કે કેવી રીતે તેણે અંડર 16 ફૂટબોલ ટુર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે જર્મની, યુકે, શ્રીલંકા અને અન્ય ઘણા સ્થળોનો પ્રવાસ કર્યો છે. જો કે, પૌલામી તેના સપનાને અનુસરી શકી ન હતી અને તેના પરિવારને ટેકો આપવા માટે તેને ડિલિવરી એક્ઝિક્યુટિવ તરીકે નોકરી લેવાની ફરજ પડી હતી.

તે કહે છે કે પેટ્રોલના ભાવમાં ઘટાડા પછી તેની દૈનિક કમાણી 300-400 રૂપિયા સુધી મર્યાદિત છે, પરંતુ કેટલીકવાર, આ રકમ ઘટીને 150 રૂપિયા થઈ જાય છે. આ ક્લિપને 65 હજારથી વધુ વખત જોવામાં આવી છે અને તેને ઘણી પ્રતિક્રિયાઓ મળી છે. તેની હાલત જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ગરીબી અને સરકારી સહાયના અભાવે કેટલા પ્રતિભાશાળી એથ્લેટ્સ ગાયબ થઈ ગયા તે વિશે ઘણા લોકોએ લખ્યું.

Niraj Patel