શાર્ક ટૈંકના જજ અનુપમ મિત્તલની પત્ની છે રૂપરૂપનો અંબાર, રહી ચૂકી છે બિગબોસનો હિસ્સો, જુઓ તસવીરો

આ છે શાદી ડોટ કોમના માલિકની પત્ની, તસવીરોમાં જુઓ છે હિરોઇનોને માત આપે છે…જીવે છે હાઈફાઈ લાઈફ….

શાર્ક ટૈંક ઇન્ડિયા હાલમાં ભારતીય ટેલિવિઝન પર સૌથી ફેમસ શોમાંનો એક થઇ ગયો છે. આ શો ઘણો મશહૂર છે અને આ શોની નવી સિઝન 2 જાન્યુઆરીએ જ શરૂ થઇ છે. આ શોની ચર્ચા સોશિયલ મીડિયા પર પણ થઇ રહી છે. શોની સાથે સાથે જજ પણ ઘણા મશહૂર થઇ ગયા છે. શાર્ક ટૈંક ઇન્ડિયાના જજને હવે કોઇ ઓળખની જરૂર નથી.

શાર્ક ટૈંક ઇન્ડિયાના જજ અનુપમ મિત્તલ પણ ઘણા ફેમસ છે. આજકાલ તેમની પત્ની આંચલ કુમારની સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઇ રહી છે. અનુપમ મિત્તલની પત્ની આંચલ કોઇ બોલિવુડ હસીનાથી કમ નથી. તે રિયલ લાઇફમાં ઘણી ગ્લેમરસ છે. જણાવી દઇએ કે, અનુપમ મિત્તલ શાદી ડોટ કોમના માલિક પણ છે. તેમની પત્ની આંચલ કુમાર ઘણી લાઇમલાઇટમાં રહે છે.

અનુપમ મિત્તલની પત્ની આંચલ કુમાર એક મોડલ પણ છે. આંચલ કુમારની ખૂબસુરતી આગળ તો ફિલ્મી હસીનાઓ પણ ફેલ છે. તેની પોપ્યુલારિટીનો અંદાજ તમે એ વાતથી લગાવી શકો છો કે તે ટીવી શો બિગબોસ 4નો ભાગ હતી. આંચલ મોડલિંગમાં સારુ કરિયર બનાવી ચૂકી છે. તે ઘણી મશહૂર બ્રાન્ડ્સ માટે જાહેરાત કરી ચૂકી છે. તેણે ઘણા કોમર્શિયલ અસાઇનમેન્ટ પણ કર્યા છે.

જણાવી દઇએ કે, આંચલ ફેશન અને સ્ટાઇલમાં ઘણી આગળ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર પણ તે ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની અને પરિવાર સાથેની તસવીરો શેર કરતી રહે છે. અનુપમ મિત્તલ અને આંચલ કુમારના લગ્નને 9 વર્ષથી પણ વધારે સમય થઇ ચૂક્યો છે. સાત વર્ષના લાંબા રિલેશન બાદ 4 જુલાઇ 2013ના રોજ લગ્નના બંધનમાં બંધાયેલ આ કપલ એક દીકરીના પેરેન્ટ્સ પણ છે.

આંચલે એક મોડલના રૂપમાં કરિયરની શરૂઆત કરી હતી. તે 1990ના દાયકાના છેલ્લા અને 2000ના દાયકાની શરૂઆતમાં ભારતીય ફેશન ઇન્ડસ્ટ્રીમાં ટોપ મોડલ તરીકે ઉભરી હતી. તેણે બોલિવુડ ફઇલ્મોમાં સ્પેશિયલ અપીરિયંસ નિભાવ્યા અને મ્યુઝિક વીડિયોમાં પણ નજર આવી.

આંચલ કુમારે ટેલિવિઝન રિયાલિટી શો બિગબોસની ચોથી સિઝનમાં ભાગ લીધો હતો. આ શોમાં તે 6 સપ્તાહ રહી હતી. આ દરમિયાન તે આલિયા ભટ્ટના સૌતેલા ભાઇ રાહુલ ભટ્ટ સાથેની નજીકતાને કારણે ચર્ચામાં રહી હતી. 2005મા આવેલી ફિલ્મ બ્લફમાસ્ટર સાથે આંચલે બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. તે બાદ તેણે 2008માં પ્રિયંકા ચોપરાની ફિલ્મ ફેશનમાં એક નાનો રોલ પ્લે કર્યો હતો.

કેટલાક રીપોર્ટ્સ અનુસાર, ચંડીગઢની આંચલ કુમાર અને ક્રિકેટર યુવરાજ સિંહે એક સમયે એકબીજાને ડેટ કર્યુ હતુ. આ દરમિયાન આવી ખબરો અનેક વાર સામે પણ આવી હતી. જો કે, બંનેએ ક્યારેય આના પર કંઇ કહ્યુ નહોતુ. બંને એકસાથે ઘણીવાર ઇવેન્ટ્સમાં જોવા મળ્યા હતા. તેમની ડેટિંગની અફવાઓ હતી પણ બાદમાં સ્પષ્ટ કર્યુ કે તે બાળપણના જૂના મિત્રો છે. યુવરાજ તેના લગ્નમાં સામેલ પણ થયો હતો.

Shah Jina