રાખી સાવંતને લાગ્યો સૌથી મોટો ઝાટકો, હોસ્પિટલથી શેર કર્યો હ્રદય ધ્રુજાવી દે તેવો વીડિયો

માતાની હાલત જોઇ રાખી સાવંતની હાલત ખરાબ, રડી રડીને હાથ જોડવા લાગી, જુઓ વાયરલ વીડિયો

રાખી સાવંત સોશિયલ મીડિયા પર વાયરલ સેલેબ્સમાંથી એક છે. ઘણીવાર તેના વીડિયો ઘણા વાયરલ થતા હોય છે. રાખી લગભગ બધા મુદ્દા પર ખુલીને બોલે છે અને પોતાના વ્યુઝ શેર કરે છે. રાખી સાવંત એક કંટેસ્ટેંટના રૂપમાં બિગબોસ મરાઠી 4નો ભાગ રહી હતી. રાખીએ 9 જાન્યુઆરી સોમવારે લાઇવ ચેટમાં પોતાાના ફોલોઅર્સને જણાવ્યુ કે તેની માતા જયા ભેડાને બ્રેન ટ્યુમર થઇ ગયુ છે. જો કે, રાખીની માતા પહેલાથી કેટલીક બીમારીઓથી ગ્રસિત છે. એવામાં રાખીએ તેમના વિષે હેલ્થ અપડેટ શેર કરી છે.

વીડિયો બનાવતા રાખીએ આંખમાં આંસુ સાથે જણાવ્યુ કે, હું કાલે રાત્રે બિગબોસના ઘરથી બહાર આવી, હવે મને વાસ્તવમાં બધાના આશીર્વાદની જરૂર છે. માતાની તબિયત ઠીક નથી. તે હોસ્પિટલમાં છે. મહેરબાની કરીને પ્રાર્થના કરો. બિગબોસના ઘરમાં મને કોઇએ ન જણાવ્યુ કે તે ઠીક નથી. મને ખબર નહોતી કે માં હોસ્પિટલમાં દાખલ છે. મારી માંને બ્રેન ટ્યુમર છે. મારી માતાને દુઆની જરૂરત છે. કોઇ રાજેશ નામનો વ્યક્તિ આવે છે. રાખી તેને પૂછે છે શું થયુ. તો તે કહે છે કે તેમના શરીરનો ડાબો ભાગ પેરેલાઇઝ થઇ ગયો હતો,

તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા. તેમનું સ્કેન અને એમઆરઆઇ થયુ તો ખબર પડી કે બ્રેન ટ્યુમર છે. તેમને કેન્સર પહેલાથી હતુ. એક ડોક્ટર સાથે પણ રાખીએ વાત કરી. તેમણે જણાવ્યુ કે, રાખીની માતાના ફેફસામાં કેન્સર ફેલાઇ ચૂક્યુ છે. તેમના ટેસ્ટ કરવામાં આવ્યા છે, રિઝલ્ટ આવવાનું બાકી છે.

તે બાદ જ નિર્ણય કરવામાં આવશે કે રેડીએશન થેરેપી કેટલી અને કેવી રીતે આપવાની છે. રેડીએશન ઉપરાંત કંઇ પણ રાખીની માતા પર કામ નથી કરવાનું, તેના માટે કોઇ બીજી સારવાર નથી. રાખીના આ વીડિયો પોસ્ટ કર્યા બાદ ઘણા લોકો પ્રાર્થના કરી રહ્યા છે. એકે લખ્યુ- રાખી બહેન, હિંમત રાખો, વાહેગુરુ, અલ્લાહ મેહર કરો.

એક્ટ્રેસ મહિમા ચૌધરીે લખ્યુ- મારી દુઆઓ તમારા સાથે છે, હું તેમના સારા સ્વાસ્થ્ય માટે દુઆ માગી રહી છું. સોફિયા હયાતે લખ્યુ- હું તમારા અને તમારી માતા માટે દુઆ માગી રહી છું. સેલેબ્સ સિવાય ચાહકો પણ પોસ્ટ પર કમેન્ટ કરી રહ્યા છે. જણાવી દઇએ કે, રાખી ઘણા સમયથી બિગ બોસ મરાઠીમાં જોવા મળી રહી હતી. આ પહેલા તે બિગબોસ 14માં નજર આવી હતી. ત્યારે પણ તેણે તેની માતાની સારવાર માટે શોમાંથી મળેલ પૈસાનો ઉપયોગ કર્યો હતો. સલમાન ખાન અને કરણ જોહરે પણ તેની મદદ માતાની સારવાર માટે કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511)

Shah Jina