ધાર્મિક યાત્રા પર નીકળેલા વિરાટ-અનુષ્કાએ 100 સંતો માટે કર્યો ભંડારો, ધ્યાન કરતી જોવા મળી અનુષ્કા તો વામિકાને વિરાટે પાણીમાં ઉંધી લટકાવી… જુઓ તસવીરો

ઋષિકેશમાં દીકરી વામિકાને ખભા પર ઊંચકી ટ્રેકિંગનો આનંદ માણતા જોવા મળ્યા સ્ટાર કપલ વિરાટ અને અનુષ્કા, ધાર્મિક યાત્રાની તસવીરો વાયરલ ! જુઓ

ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્મા ક્રિકેટર વિરાટ કોહલી હંમેશા લાઇમલાઈટમાં છવાયેલા રહે છે. તે એક સ્ટાર કપલ છે અને હાલમાં આ કપલ ઋષિકેશથી શરૂ થયેલી આધ્યાત્મિક યાત્રા પર છે. આ દરમિયાન સ્વામી દયાનંદ ગિરીના આશ્રમની મુલાકાત લીધા પછી, કોહલી અને અનુષ્કાએ 100 સંતો માટે ધાર્મિક ભંડારાનું આયોજન કર્યું હતું. આશ્રમમાં આશીર્વાદ માંગતા કપલની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે.

તસવીરોમાં અનુષ્કા અને વિરાટ કોહલી તહેવાર દરમિયાન જમીન પર બેઠેલા સંતોના આશીર્વાદ લેતા જોવા મળે છે. જ્યારે તેમને ભોજન પીરસવામાં આવી રહ્યું હતું, ત્યારે દંપતીએ હાથ જોડીને તેમનું અભિવાદન કર્યું અને સન્માન કર્યું. વિરાટે ટ્રાઉઝર સાથે સ્વેટર પહેર્યું હતું, જ્યારે અનુષ્કાએ ફ્લોરલ શાલ સાથે સફેદ સલવાર સૂટ પહેર્યો હતો.

તેણે આશ્રમમાં ચાહકો સાથે તસવીરો પણ ક્લિક કરી. આના એક દિવસ પહેલા અનુષ્કાએ નદી કિનારે ધ્યાન કરતી પોતાની એક સુંદર તસવીર પોસ્ટ કરી હતી. જોકે તેની દીકરી વામિકા કોહલી પણ ઋષિકેશમાં તેમની સાથે છે. વિરાટ દ્વારા પણ એક તસવીર શેર કરવામાં આવી છે જેમાં તે અનુષ્કા સાથે ટ્રેકિંગની મજા માણતા જોવા મળે છે. આ દરમિયાન તેને પોતાની ટ્રેકિંગ બેગમાં વામિકાને રાખી છે.

તો અનુષ્કા દ્વારા પણ કેટલીક તસવીરો શેર કરવામાં આવી છે. જેમાં અભિનેત્રી અનુષ્કા શર્માના હાથ પર પટ્ટી જોવા મળે છે. આ સાથે તેણે હાથમાં એક ફૂલ પકડ્યું છે જે પહાડી વિસ્તારોમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. અનુષ્કાએ પહાડી વિસ્તારોમાં જોવા મળતી બદરી ગાય અને બકરીઓના ફોટા પણ શેર કર્યા છે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને તેની પુત્રી વામિકા નદી કિનારે મસ્તી કરતા જોવા મળે છે. આ દરમિયાન વિરાટ કોહલી પુત્રી વામિકાને નદીના પાણીને સ્પર્શ કરતા જોવા મળે છે.

અભિનેત્રી અનુષ્કા શર્માએ પણ પહાડી શૈલીમાં બનેલા ઘરનો ફોટો શેર કર્યો છે. જેને પર્વતોનું ગૌરવ પણ કહેવામાં આવે છે. અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ઉત્તરાખંડના નદી કિનારે ટ્રેકિંગ કરતા જોવા મળે છે. તેમની સાથે અન્ય કેટલાક લોકો પણ જોવા મળી રહ્યા છે.

ટ્રેકિંગ દરમિયાન વિરાટ કોહલીએ તેની પુત્રી વામિકાને પીઠ પર ઉંચીકી છે. આ સાથે તે હાથમાં લાકડી લઈને ચડતો જોવા મળે છે. વિરાટ કોહલી ઉત્તરાખંડના ખડકાળ રસ્તાઓ પર પૂરા ઉત્સાહ સાથે ચઢતો જોવા મળ્યો હતો. આ સાથે અન્ય લોકો પણ તેમની સાથે દેખાઈ રહ્યા છે.

Niraj Patel