દીપક ચહરની સુંદર પત્નીને સાથે થઇ ગયો મોટો કાંડ, આખી ક્રિકેટ ઇન્ડસ્ટ્રી ધણધણી ઉઠી – વાંચો અહેવાલ

ભારતીય ટીમના સ્ટાર બોલર દીપક ચાહરની પત્ની જયા સાથે 10 લાખ રૂપિયાની ધોખાધડીનો મામલો સામે આવ્યો છે. રીપોર્ટસ અનુસાર, તેની સાથે ધોખાધડી હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના પૂર્વ અધિકારીએ કરી છે. દીપક ચાહરના પિતાએ પૂર્વ અધિકારી પર મામલો પણ દાખલ કરાવ્યો છે. આ પૈસા એક ડીલ માટે આપવામાં આવ્યા હતા, પણ જ્યારે પૈસા પરત માગવામાં આવ્યા તો ક્રિકેટ સંઘના પૂર્વ અધિકારીએ ગાળો બોલી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી.

રીપોર્ટ્સ અનુસાર, દીપક ચાહરના પિતાએ ઉત્તરપ્રદેશના આગ્રાના હરીપર્વત પોલિસ સ્ટેશનમાં ધોખાધડીનો મામલો દાખલ કરાવ્યો છે. FIR અનુસાર, આ મામલો હૈદરાબાદના પારિખ સ્પોર્ટ્સનો છે. એક દીલ માટે પારિખ સ્પોર્ટ્સે જયા પાસેથી 10 લાખ રૂપિયા લીધા હતા, જેને પરત કર્યા નહોતા. આ ફર્મના માલિક ધ્રુવ પારિખ અને કમલેશ પારિખના નામ FIRમાં છે. દીપક ચાહરનો પરિવાર આગ્રાના શહગંજની માન સરોવર કોલોનીમાં રહે છે. હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનમાં અધિકારી રહેલા ધ્રુવ પારિખ અને કમલેશ પારિખે દીપક ચાહરની પત્ની જયા સાથે એક ડીલ કરી હતી.

Image source

ડીલ અનુસાર, 7 ઓક્ટોબર 2022ના રોજ જયા પાસેથી 10 લાખ લેવામાં આવ્યા પણ પરત ન કરાયા. આટલું જ નહિ, રીપોર્ટ્સ અનુસાર, પૈસા માગવા પર ન માત્ર ગાળો બોલી પણ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. FIRમાં જણાવાયુ છે કે આરોપી કમલેશ પારિખ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનમાં રાજ્ય ક્રિકેટ ટીમનો મેનેજર રહ્યો છે. દીકરા ધ્રુવ પારિખની આગ્રામાં એમજી રોડ પર પારિખ સ્પોર્ટ્સ નામની ફર્મ છે. પોલિસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. ત્યાં હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના પૂર્વ પદાધિકારી કમલેશ પારિખે કહ્યુ કે, આ મામલાથી મારો કોઇ સંબંધ નથી.

દીકરા ધ્રુવ સાથે લેણ દેણ થઇ છે. મારું નામ કારણ વગર સામેલ કરવામાં આવ્યુ છે. રૂપિયાને લઇને મારી લોકેન્દ્ર ચાહર (દીપક ચાહરના પિતા) અને તેના પરિવાર સાથે કોઇ વાત નથી થઇ. એક મહિના પહેલા મારા દીકરાએ 5 લાખ રૂપિયા પરત કર્યા હતા, બાકી 5 લાખ પણ પરત કરી દઇશું. પણ કેસમાં મારુ નામ સામેલ કરવાને કારણે મારી માનહાનિ થઇ છે. આને લઇને હું માનહાનિનો કેસ દાખલ કરીશ.

ત્યાં ધ્રુવ પારિખે કહ્યુ કે, 2 ડિસેમ્બર 2022ના રોજ જયા ભારદ્વાજના ખાતામાં 5 લાખ ટ્રાંસફર કરવામાં આવ્યા હતા. આનું સ્ટેટમેન્ટ પણ છે. બાકીના 5 લાખ પણ પરત કરી દઇશ. ખોટો કેસ દાખલ કરાવવામાં આવ્યો છે અને આનાથી મારી માનહાનિ થઇ છે. દીપકની પત્ની 6 મહિના પહેલા મારા પાસે શૂ કંપનીનું કામ કરાવ્યુ હતુ, મેં ફીસ લીધા વગર કામ કર્યુ હતુ. મને એક રૂપિયો પણ નહોતો આપ્યો. આનું સબૂત છે મારી પાસે. મારા પિતાનું નામ કેસમાં કેમ લખાવવામાં આવ્યુ છે. જ્યારે પાંચ લાખ પરત કર્યા તો તેનો કેસમાં ઉલ્લેખ કેમ નથી.

ઉલ્લેખનીય છે કે, દીપક ચાહર IPLની ચેન્નાઇ સુપર કિંગ્સનો ભાગ છે. વિશ્વ વિજેતા કપ્તતાન એમએસ ધોનીની કપ્તાની વાળી આ ટીમે તેને 14 કરોડમાં ખરીદ્યો છે. જો કે, દીપક ઇજાને કારણે લાંબા સમયથી ટીમ ઇન્ડિયામાંથી બહાર ચાલી રહ્યો છે. તેણે તેની છેલ્લી ઇન્ટરનેશનલ મેચ છેલ્લા વર્ષે બાંગ્લાદેશ વિરૂદ્ધ વન ડે રમી હતી.

Shah Jina