ખોવાઈ ગયો વિરાટ કોહલીનો નવો નક્કોર ફોન, ટ્વિટ કરીને કહ્યું કોઈએ જોયો છે ? લોકોએ આપી એવી એવી પ્રતિક્રિયા કે.. જુઓ
વિરાટ કોહલી આજે ક્રિકેટની દુનિયાનું એક મોટું નામ બની ગયો છે. તેનું ફેન ફોલોઇંગ ભારતમાં જ નહિ પરંતુ દુનિયાભરમાં ફેલાયેલું છે અને વિરાટની રમતના તો ચાહકો દીવાના છે. જેના કારણે તેને સોશિયલ મીડિયામાં પણ લોકો મોટી સંખ્યામાં ફોલો પણ કરતા હોય છે. ત્યારે વિરાટ પણ પોતાના અંગત જીવન વિશેની કેટલીક વાતો તેના ચાહકો સાથે શેર કરતો રહે છે.
હાલમાં જ ટ્વિટર પર વિરાટ કોહલીની એક પોસ્ટ વાયરલ થઇ રહી છે. જેમાં તેની સાથે થયેલી એક દુર્ઘટનાનો ઉલ્લેખ તેને કર્યો છે. તેણે ટ્વીટ કરીને આ જાણકારી આપી કે તેનો નવો મોબાઈલ ફોન ખોવાઈ ગયો છે. વિરાટ કોહલીએ ટ્વીટ કરીને કહ્યું કે “જો તમે તમારો નવો ફોન ગુમાવો છો, તો તેનાથી મોટું કોઈ દુઃખ નથી, જ્યારે તમે તે ફોનને અનબોક્સ પણ ન કર્યો હોય.” કોહલીએ લોકોને સવાલ પૂછ્યો છે કે “તમારામાંથી કોઈએ મારો ફોન જોયો છે?”
વિરાટ કોહલીનો મોબાઈલ ખોવાઈ જવાના ટ્વીટ પર ફેન્સ ફની કોમેન્ટ પણ કરી રહ્યા છે. ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોએ રિટ્વિટ કરીને લખ્યું છે કે” ભાભી અનુષ્કાના ફોન પરથી આઈસ્ક્રીમ ઓર્ડર કરીને તમે આરામ કરો. આ ઉપરાંત કેટલાક લોકો ટિપ્પણી કરી રહ્યા છે કે અમને તમારા પ્રત્યે સહાનુભૂતિ છે.તો એક ચાહક પૂછે છે કે આ કઇ જાહેરાત છે ?
Nothing beats the sad feeling of losing your new phone without even unboxing it ☹️ Has anyone seen it?
— Virat Kohli (@imVkohli) February 7, 2023
ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીએ ટીમ સાથે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમવાની બાકી છે, આ પહેલા તેની સાથે આ દુર્ઘટના થઈ છે, જેના માટે તે દુખી છે. આજે કોહલી ભલે દુઃખી હોય, પરંતુ તે ખૂબ જ આક્રમક ખેલાડી અને કેપ્ટન રહ્યો છે. વિરાટ કોહલી માટે એવું માનવામાં આવે છે કે તે વિશ્વનો એકમાત્ર એવો ખેલાડી છે જે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી શકે છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં દરેકની નજર વિરાટ કોહલી પર રહેશે, કારણ કે તેની બેટિંગની ભારતીય ટીમના પ્રદર્શન પર ઘણી અસર પડશે.