ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં શું રવિન્દ્ર જાડેજાએ બોલ સાથે કરી છેડછાડ ? જડ્ડુને થઇ શકે છે સજા ? શું છે સમગ્ર મામલો ? જુઓ વીડિયો

ચાલુ મેચ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ શું લીધું હતું સિરાજ પાસેથી ? ઓસ્ટ્રેલિયન મીડિયા લગાવી રહ્યું હતું ગંભીર આરોપ.. હવે આવી સાચી હકીકત સામે… જુઓ વીડિયો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઇ ગઈ છે અને આજે મેચનો બીજો દિવસ છે. પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને ભારતની ઘાતક બોલિંગ સામે ઓસ્ટ્રિયાની ટીમ ઘૂંટણીએ પડી ગઈ અને 177 રનમાં જ ઓલઆઉટ થઇ ગઈ હતી.

ત્યારે ઓસ્ટ્રેલિયાને ઓલઆઉટ કરવામાં સૌથી મોટો સિંહફાળો ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો રહ્યો, જાડેજાએ 5 વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજા ઇન્જરીના કારણે 6 મહિના આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર હતો અને ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટમાં જ તેને 5 વિકેટ ઝડપીને જબરદસ્ત કમબેક કર્યું. પરંતુ આ દરમિયાન ઓસ્ટ્રેલિયન મીડિયાએ રવિન્દ્ર જાડેજા પર બોલ સાથે છેડછાડ કરવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો.

ઓસ્ટ્રેલિયાના મીડિયા ફોક્સ ક્રિકેટે એક વીડિયો વાયરલ કર્યો અને રવિન્દ્ર જાડેજા પર બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવ્યો. ફોક્સ ક્રિકેટે કેપ્શનમાં લખ્યું, “ફની. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ દરમિયાન પ્રશ્નાર્થ ચિહ્નો ઉભી કરતી એક બાબત સામે આવી છે, જેને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ વીડિયો ક્લિપમાં જોવા મળે છે કે રવીન્દ્ર જાડેજા બોલ ફેંકતા પહેલા સાથી ખેલાડી મોહમ્મદ સિરાજ પાસે જાય છે અને તેની પાસેથી મલમ જેવી વસ્તુ લઈને તેની આંગળીઓ પર લગાવે છે.”

ICCના નિયમો અનુસાર, બોલર અથવા ફિલ્ડર તરફથી બોલ પર કંઈપણ લગાવવાની મનાઈ છે અને આવું કરવું બોલ ટેમ્પરિંગની શ્રેણીમાં આવશે. વીડિયોમાં રવિન્દ્ર જાડેજા આવું કંઈ કરતા જોવા નથી મળી રહ્યા. ફૂટેજ જોતા જણાય છે કે જાડેજાએ પોતાની આંગળીઓને આરામ આપવા માટે ઓઈન્ટમેન્ટ (મલમ) લગાવ્યું હતું. જો જાડેજાએ બોલ ટેમ્પરિંગ કરવું હોત તો તેણે બોલ પર ક્રીમ લગાવી હોત, પરંતુ ઓસ્ટ્રેલિયન મીડિયાએ આ મામલાને બિનજરૂરી રીતે ચગાવવાનો પ્રયાસ કર્યો છે. ટીમ મેનેજમેન્ટે ICCને મળીને સ્પષ્ટતા કરી હતી. ત્યારબાદ ICCએ પણ આ મામલે સ્પષ્ટતા કરી છે. ઉલ્લેખનીય છે કે, ક્રિકેટનો એવો નિયમ છે કે કોઈ પણ બોલરે હાથમાં કંઈ પણ ચીજવસ્તુ લગાવવી હોય તો પહેલાં એમ્પાયરની મંજૂરી લેવી પડતી હોય છે, રવિન્દ્ર જાડેજાએ તેની આંગળીમાં પેઈન કિલર ક્રિમ લગાવી હતી.

Niraj Patel