રિષભ પંતે અકસ્માત બાદ પહેલી તસવીર શેર કરી, ગર્લફ્રેન્ડથી આવી હાલત જોઈને ન રહેવાયું, કરી નાખી આ કમેન્ટ

વર્ષ 2022ના છેલ્લા દિવસોમાં જ ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર ઋષભ પંતને ઘરે જતા સમયે જ વહેલી સવારે એક ભીષણ અકસ્માત નડ્યો હતો. જેમાં માંડ માંડ ક્રિકેટરનો જીવ બચ્યો હતો. અકસ્માતમાં ઋષભ પંત ગંભીર રીતે ઘાયલ થયો હતો અને હાલ તેની સારવાર હજુ સુધી ચાલી રહી છે. ત્યારે ક્રિકેટપ્રેમીઓ પણ ઋષભ જલ્દી સ્વસ્થ થઇ જાય તે માટેની પ્રાર્થના કરી રહ્યા છે. આ દરમિયાન ગઈકાલે ઋષભે તેના સોશિયલ મીડિયામાં બે તસવીરો પોસ્ટ કરી છે.

ગયા મહિને ઋષભ પંતની સર્જરી મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં થઇ હતી, જેના બાદ હવે તેની સામે આવેલી તસવીરોમાં તે કાંખઘોડીના સહારે ચાલતો જોવા મળી રહ્યો છે અને તેના એક પગમાં પ્લાસ્ટર પણ લાગેલું જોઈ શકાય છે. આ તસવીરો પોસ્ટ કરવાની સાથે રિષભ પંતે કેપ્શનમાં લખ્યું, “એક પગલું આગળ, એક પગલું મજબૂત અને એક પગલું સારું.” ચાહકો હવે પંતની આ તસવીર પર ઉગ્ર કમેન્ટ કરી રહ્યા છે અને તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

રિષભનો ફોટો શેર કર્યા બાદ તેની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ પણ કોમેન્ટ કરી હતી. ઈશા નેગીએ રિષભ પંતને ‘ફાઇટર’ કહ્યો છે. આ સાથે ઈશાએ લાલ હાર્ટ સાથેનું ઈમોજી પણ પોસ્ટ કર્યું છે. 30 ડિસેમ્બર 2022 ના રોજ પંતના અકસ્માત પછી, ઈશા નેગી એક મહિનાથી વધુ સમય સુધી સોશિયલ મીડિયાથી દૂર રહી અને આ સમયગાળા દરમિયાન તેણે ઈન્સ્ટાગ્રામ પર કંઈપણ પોસ્ટ કર્યું નહીં.

આ ઉપરાંત બહારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે પણ ઋષભ પંતની આ તસ્વીરોને રીટ્વીટ કેરીને લખ્યું કે, “મિસ યુ બ્રો, જલદી સાજા થઈ જાઓ એવી પ્રાર્થના…” રિષભ પંત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ક્યારે વાપસી કરશે તે અત્યારે સ્પષ્ટ નથી. પરંતુ એવી આશંકા છે કે પંત આ વર્ષના મોટાભાગના મહિનાઓ સુધી ક્રિકેટિંગ એક્શનથી દૂર રહેશે.

Niraj Patel