ક્યારેક મિડલ ક્લાસની જેમ જીવન જીવતો હાર્દિક પંડ્યા આજે રહે છે આવા આલીશાન ઘરમાં, અંદરની તસવીરો જોઈને જ હોંશ ઉડી જશે

IPLમાં બદલાઈ ગઈ પંડ્યા બ્રધર્સની કિસ્મત, નાના એવા ઘરથી લઈને આલીશાન મહેલ સુધીની તેમની સફર, જુઓ તસવીરો

ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર અને ટી-20 ટીમનો કપ્તાન હાર્દિક પંડ્યા આજે દુનિયાભરનું એક મોટું નામ બની ગયો છે. હાર્દિક પંડ્યાએ પોતાની રમતથી કરોડો લોકોના દિલ પણ જીતી લીધા છે. આપણે બધા જ જાણીએ છીએ કે હાર્દિક પંડ્યાએ અભિનેત્રી નતાશા સાથે લગ્ન કર્યા છે, અને હવે ફરીવાર આજે એટલે કે વેલેન્ટાઈન ડેના દિવસે તે પત્ની નતાશા સાથે ફરીવાર ઉદયપુરમાં ધામધૂમથી લગ્ન કરવા જઈ રહ્યો છે.

હાર્દિક પંડ્યાએ તેની મહેનતથી ક્રિકેટ જગતમાં આગવું નામ બનાવ્યું છે અને તેના કારણે જ આજે તે ખુબ જ આલીશાન લાઈફ  પણ જીવે છે. IPL 2015થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર હાર્દિક પંડ્યા માત્ર 7 વર્ષમાં જ સફળતાના શિખરો પર પહોંચી ગયો છે. બરોડા તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમનાર હાર્દિક પંડ્યાએ IPLમાંથી સ્ટારડમ હાંસિલ કર્યું હતું. હાર્દિકની સાથે તેનો ભાઈ કૃણાલ પંડ્યા પણ આઈપીએલનો સ્ટાર ખેલાડી છે.

હાર્દિક અને તેનો ભાઈ કુણાલ પંડ્યા એક જ ઘરમાં સાથે રહેતા હતા અને ખૂબ જ સાદું જીવન જીવતા હતા. IPLમાં મેચ જીત્યા બાદ બંને ભાઈઓએ મુંબઈના વર્સોવામાં 2 BHK ફ્લેટ ખરીદ્યો હતો. હાર્દિકના પિતા હિમાંશુ પંડ્યાએ કહ્યું હતુ કે તે ખૂબ જ ખુશ છે કે તેના બંને પુત્રોને મુંબઈમાં પોતાનું ઘર મળ્યું છે. મુંબઈમાં હાર્દિક પંડ્યાનું આ પહેલું ઘર હતું.

ક્રિકેટની દુનિયામાં નામ કમાતા પહેલા હાર્દિક તેના માતા-પિતા સાથે રહેતો હતો. તે ફ્લેટ તેની માતા નલિની પંડ્યાના નામે નોંધાયેલ છે. આ પછી હાર્દિક અને કૃણાલ પંડ્યાએ મુંબઈમાં બે બેડરૂમનો ફ્લેટ લીધો હતો. બંનેના પિતા હિમાંશુ પંડ્યાએ જણાવ્યું કે, ત્યાં રહેવાનો કોઈ પ્લાન નહોતો, પરંતુ જ્યારે પણ તેઓ વડોદરાથી મુંબઈ જાય છે ત્યારે તેઓ આ ફ્લેટમાં જ રહે છે.

ત્યારે હાલ પંડ્યા બ્રધર્સ તેમની લગ્ઝરી લાઇફસ્ટાઇલને લઇને ચર્ચામાં રહેતા હોય છે. હાર્દિક પંડ્યા અને ક્રુણાલ પંડ્યાએ ઘણા ઓછા સમયમાં કરિયરમાં સફળતા હાંસિલ કરી લીધી છે. આ બંને ભાઇઓએ મુંબઇમાં 30 કરોડનો આલીશાન એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. હાર્દિક અને ક્રુણાલ પંડ્યાના આ ઘરમાં 8 બેડરૂમ છે.

હાર્દિક પંડ્યા અને તેના ભાઇ ક્રુણાલ પંડ્યા લગ્ઝરી લાઇફ જીવવા માટે જાણિતા છે. વર્લ્ડ ક્રિકેટમાં આ બંને ભાઇઓએ ઘણા ઓછા સમયમાં ઘણી દોલત અને શોહરત બંને હાંસિલ કરી લીધી છે. આ ભાઇઓના આલીશાન ઘરની વાત કરીએ તો, તેમનું ઘર 3838 સ્કવેર ફ્રીટમાં બનેલુ છે.

પંડ્યા બ્રધર્સનો આ ફ્લેટ મુંબઇના રુસ્તમજી પૈરામાઉંટમાં છે. આ સોસાયટીમાં બોલિવુડ અભિનેતા ટાઇગર શ્રોફ અને દિશા પટની પણ રહે છે. પંડ્યા બ્રધર્સના એપાર્ટમેન્ટમાં જીમ, ગેમિંગ ઝોનથી લઇને એક પ્રાઇવેટ સ્વિમિંગ પુલ પણ છે. તેમના ઘરમાં પ્રાઇવેટ થિયેટર પણ છે.  પંડ્યા બ્રધર્સના ઘરથી અરબ સાગરનો ખૂબસુરત નજારો જોવા મળે છે.

આ સાથે જ તેમની સોસાયટીમાં એક જીમ એરિયા પણ છે. જીમ ઉપરાંત સ્કાય લાઉંજ પણ છે. હાર્દિક પંડ્યા અને ક્રુણાલ પંડ્યા એક મધ્યમવર્ગીય પરિવારથી છે. પહેલા તેઓ વડોદરામાં એક નાના ઘરમાં રહેતા હતા અને હવે તેઓ તેમની મહેનતથી અહીં સુધી પહોંચ્યા છે.

Niraj Patel