આજે વેલેન્ટાઈન્સ-ડે પર ફરી લગ્નના બંધાયો ગુજરાતી ક્રિકેટર Hardik Pandya, જુઓ એક્સક્લુઝિવ તસવીરો

આપનો ગુજરાતી દિગ્ગજ ક્રિકેટર હાર્દિક પંડ્યા આજે ફરીથી લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. હાર્દિકે મેરેજ કરવા સ્પેશિયલ સ્થળ પસંદ કર્યું છે અને આ કાર્યક્રમ 4 દિવસ સુધી ચાલશે. ભારતીય T20 ટીમનાના સુકાની અને ODI ટીમના વાઇસ કેપ્ટન પંડ્યાએ IPL 2022થી ઈજા બાદ શાનદાર વાપસી કરી છે.

બોલીવુડની ફેમસ મોડલ અને અભિનેત્રી નતાસા સ્ટાનકોવિચ સાથે મેરેજના 3 વર્ષ પૂરા થયા પછી હાર્દિકે ફરી આજે વેલેન્ટાઈન્સ ડેના દિવસે ઉદેપુરમાં ક્રિકેટરે ખ્રિસ્તી રીતિ રિવાજ મુજબ ફરીથી લગ્ન કર્યા હતા. જેમાં હાર્દિક અને નતાસાના નિકટના સંબંધીઓ હાજર રહ્યા હતા. હાર્દિક પંડ્યાએ આ વેડિંગની તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.

તમને જણાવી દઈએ કે બૉલીવુડ એક્ટ્રેસ સ્ટેનકોવિક ભાભી અને ભાઈ હાર્દિક પંડ્યા ઈન્ડસ્ટ્રીના સુપર કૂલ કપલ્સમાંથી એક છે. આ બંનેને એક પુત્ર પણ છે. આ બંનેએ 1લી જાન્યુઆરી 2020એ સર્બિયાની મોડલ નતાશા સાથે સગાઈ કરી હતી. કોર્ટમાં લગ્નમાં થયા બાદ લગભગ 7 મહિને હાર્દિક પિતા બન્યો હતો.

ટિમ ઇન્ડિયાના ક્રિકેટર હાર્દિક પંડ્યાની વાઈફ નતાશાએ ત્રણ વર્ષ પહેલા સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો, જેનું નામ અગસ્ત્ય રાખવામાં આવ્યું હતું. હવે આ બંને પારંપરિક રીતે લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમણે પહેલા એક સામાન્ય કોર્ટ મેરેજ કર્યા હતા અને હવે એક ભવ્ય લગ્ન થશે. જેમાં ટીમ ઈન્ડિયાના વર્તમાન અને પૂર્વ ખેલાડીઓ પણ સામેલ થઈ શકે છે.

હાર્દિક પંડ્યાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર તસવીરો શેયર કરી છે. આ તસવીરો સામે આવતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે હાર્દિક અને નતાશાએ ખ્રિસ્તી ધર્મ અનુસાર લગ્ન કર્યા છે. સોશિયલ મીડિયામાં ફોટાઓ શેયર કરતા હાર્દિકે લખ્યું- અમે ત્રણ વર્ષ પહેલા લીધેલા વચનને પુનરાવર્તિત કરીને પ્રેમના આ ટાપુ પર વેલેન્ટાઈન ડે ઉજવ્યો. અમારા પ્રેમની ઉજવણી કરવા માટે અમારો પરિવાર અને મિત્રો અમારી સાથે છે.

તમને જાણવી દઈએ કે ગુજ્જુ ક્રિકેટર હાર્દિક અને નતાશાની પહેલી મુલાકાત એક નાઈટ ક્લબમાં થઈ હતી. ક્રિકેટર પહેલીવાર પ્રેમમાં પડ્યો અને પછી આ ક્યૂટ કપલ વચ્ચે વાતો શરુ થઈ હતી. આ સાથે જ તેમના હૃદય એકબીજા માટે ધડકવા લાગ્યા અને તેમનો પ્રેમ ખીલતો રહ્યો.

YC