પુરુષની ચડ્ડી સાથે રમતી જોવા મળી જેકલીન ફર્નાંડિસ, લોકોએ કહ્યું-કંઈક તો શરમ કર, જુઓ તમે

અરરર ભાઈજાન સલમાનની હિરોઈન જેકલીને મર્દની ચડ્ડી સાથે આવું આવું કરતી દેખાઈ, લોકોએ કહ્યું-કંઈક તો શરમ કર, જુઓ તમે

જેકલીન ફર્નાંડિસ બોલિવુડની જાણિતી અભિનેત્રી છે. મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે નામ જોડાયા બાદથી તે સતત ચર્ચામાં છે. તેને વિદેશ જવા માટે પણ કોર્ટથી પરમિશન લેવી પડે છે. ઇડી આ મામલે તપાસ કરી રહી છે. ત્યારે હવે આ બધાની વચ્ચે જેકલીન એકવાર ફરી ચર્ચામાં આવી છે. આ ચર્ચાનું કારણ છે તેની નવી જાહેરાત.

આ જાહેરાતમાં તે એ ટેબૂઓને તોડતી જોવા મળી રહી છે જેને કોઇ મહિલા અભિનેત્રી કરવાથી કતરાય છે. તમે હંમેશા મેન્સ ઇનરવિયરની જાહેરાતમાં પુરુષોને જ જોયા હશે. પણ આ જાહેરાતમાં પુરુષ નહિ પણ એક મહિલા પણ છે. જેકલીન ફર્નાંડિસે મેન્સ ઇનરવિયરની જાહેરાત કરી બધાને ચોંકાવી દીધા છે. જેકલીનના આ કદમથી બધા હેરાન રહી ગયા છે. જેકલીન પુરુષોના ઇનરવિયરની જાહેરાત કરનારી પહેલી ભારતની અભિનેત્રી બની ગઇ છે.

આ જાહેરાતને શાહરૂખ ખાન-આલિયા ભટ્ટ સ્ટારર ડિયર ઝિંદગીની ડાયરેક્ટર ગૌરી શિંદેએ ડાયરેક્ટ કરી છે. જેકલીન ફર્નાંડિસને આ જાહેરાતાં જોઇ કેટલાક લોકો મજા લઇ રહ્યા છે. લોકો તને ટ્રોલ પણ કરી રહ્યા છે, પણ જેકલીન ક્યારેય આની પરવાહ કરતી નથી. તેણે આ જાહેરાતને તેના ઇન્સ્ટા પર પણ શેર કરી છે અને તેણે ગૌરી શિંદેનો આભાર પણ માન્યો છે.

જેકલીનના વીડિયો પોસ્ટ કરતા જ આ વીડિયો જોતજોતામાં વાયરલ થઇ ગયો. કોઇએ જેકલીનના આ પગલાની પ્રશંશા કરી તો કોઇએ તેને ટ્રોલ કરી. એકે લખ્યુ- હદ છે, હવે આ જ જોવાનું બાકી રહી ગયુ હતુ. બીજા એકે લખ્યુ- જેકી સૌથી હોટ છે. એક યુઝરે તો વરુણ ધવનને લઇને એડ બનાવવાની માંગ કરી. તેણે લખ્યુ- વરુણ-જેકલીનની એડ બનાવો. તે ઘણી હોટ હશે.

Shah Jina