ખજુરભાઈની વાત જ નિરાળી…એક પછી એક ઘર બનાવતા બનાવતા દિલ જીત્યા, આ ભાઈ બહેનનું ઘર બનાવીને લીધી આજીવન તેમની જવાબદારી, વીડિયો જીતી રહ્યો છે દિલ, જુઓ
નીતિન જાનીને આજે કોઈ ઓળખાણની જરૂર નથી. પોતાના કોમેડી વીડિયો દ્વારા પોતાના કરિયરની શરૂઆત કરનારા ખજુરભાઈ ઉર્ફે નીતિન જાની આજે સેવાકીય કામોના કારણે આખા ગુજરાતના મસીહા બની ગયા છે અને હજારો લોકો માટે તે સાક્ષાત ભગવાન પણ બનીને આગળ આવ્યા છે.
ત્યારે નીતિન જાની તેમના સેવાકીય કાર્યોની ઝલક તેમના સોશિયલ મીડિયામાં પણ બતાવતા રહે છે. તેમણે અત્યાર સુધી ઘણા લોકોને પાક્કા ઘર બનાવી આપ્યા છે. હાલમાં જ નીતિનભાઈએ એક વીડિયો બનાવ્યો છે જેમાં તેમણે એક ભાઈ-બહેન માટે એક ખુબ જ શાનદાર ઘર બનાવ્યું તે જોવા મળે છે. ખજુરભાઈએ આ વીડિયોમાં ઘરનો નજારો પણ બતાવ્યો છે.
વીડિયોની શરૂઆતમાં જ ખંડેર જેવું એક તૂટેલું ફુટેલુ ઘર જોવા મળી રહ્યું છે. જેમાં એક ભાઈ અને બહેન રહે છે, બહેન ભાઈ માટે ચુલ્હા પર જમવાનું બનાવી રહી છે. જેના બાદ વીડિયોમાં નીતિનભાઈ દ્વારા બનાવેલું નવું ઘર પણ બતાવી રહ્યા છે. જેમાં ખુબ જ સુંદર રંગો રાખ્યા છે અને ઘરમાં જીવન જરૂરિયાતનો તમામ સામાન પણ તેમને સજાવ્યો છે.
નીતિનભાઈએ આ ઘર કુકરમુન્ડામાં બનાવ્યું છે. નીતિન ભાઈ જયારે ઘરની પૂજા કરવા માટે ગામમાં પહોંચે છે ત્યારે ગામના લોકો તેમનું ખુબ જ ઉત્સાહથી સ્વાગત કરે છે. આ ગામમાં તેમને પૂજા અને મયુર માટે એક ખુબ જ સુંદર ઘર બનાવ્યું છે. પૂજા પણ તેમને હાર પહેરાવીને તેમનું અભિવાદન કરે છે. જેના બાદ ખુલ્લી જીપમાં ખજુરભાઈનો ગામમાં વરઘોડો પણ નીકળે છે.
ગામના લોકો પણ નીતિન ભાઈને જોઈને ખુબ જ ઉત્સાહિત બની ગયા અને તેમના પર ફૂલોનો વરસાદ પણ કર્યો. વીડિયોમાં જોવા મળે છે કે, આ વરઘોડામાં લોકો ઝૂમી રહ્યા છે, ગરબા કરી રહ્યા છે જેમાં મહિલાઓ અને વૃધ્ધો પણ સામેલ છે. નીતિન ભાઈ પણ આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવેલા તેમના આ સ્વાગતને જોઈને ખુબ જ ખુશ થાય છે અને તેમના વખાણ પણ કરે છે.
જેના બાદ ખજુરભાઈ મયુર અને પૂજા બંને ભાઈ બહેનો સાથે નવા ઘરની રીબીન કાપે છે અને પછી સાથે જ ગૃહપ્રવેશ કરે છે. ઘરની બહાર પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે, નીતિનભાઈ ઘરમાં તમામ સામાન લાવે છે, જેમાં કમ્પ્યુટર, ટીવી, પંખા, ગેસ, બેડ સહિતની ઘણી બધી વસ્તુઓ જે ઘરમાં જરૂરી છે તે ગોઠવવામાં આવે છે.
ખજુરભાઈ સાથે તેમના ભાઈ તરુણ જાની અને આખી ટીમ ઘરની અંદર પોતાની હાથે બધો જ સામાન ગોઠવે છે અને રસોડામાં પણ તમામ સામાન, મરી મસાલા પણ પોતાના હાથે જ ભરે છે. આ ઉપરાંત ઘરની બહાર “પૂજા અને મયુરનું ઘર” એવી નેમ પ્લેટ પણ તેમને લગાવી છે. આ ઘર ખુબ જ શાનદાર છે અને ત્યાં શીતળતાના અનુભવ વિશે પણ નીતિનભાઈએ જણાવ્યું.
વીડિયોમાં આગળ જોવા મળી રહ્યું છે કે નીતિનભાઈ પૂજા અને મયુર સાથે બેસીને ઘરની પૂજા કરે છે. જેના બાદ પૂજા તેની બહેનપણીઓને ઘર બતાવવા માટે લઈને આવે છે અને નીતિનભાઈ પણ તેની સાથે તસવીરો ક્લિક કરાવે છે. વીડિયોમાં નીતિનભાઈ પૂજાને ગેસ ચાલુ કરતા પણ શીખવાડે છે અને પૂજાના ટીચર પણ આ ઘર જોવા માટે આવ્યા હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે.
આ ઉપરાંત નીતિનભાઈ વીડિયોમાં પૂજા અને મયુરની જીવનભરની જવાબદારી લીધી હોવાનું પણ કહે છે. તે જણાવે છે કે આ બંને ભાઈ બહેન ડોક્ટર અને પોલીસ નહિ બની જાય ત્યાં સુધી ભણવાથી લઈને તમામ દેખરેખ અમે તેમની રાખીશું. જેના બાદ ખજુરભાઈએ લોકોને પણ આવા ગરીબ બાળકોની મદદ કરવાની અપીલ પણ કરી હતી.