સતત વિવાદોમાં રહેલા “પઠાન” ફિલ્મના બેશરમ રંગ ગીતનો BTS વીડિયો થયો રિલીઝ, શાહરુખ અને દીપિકાનો જોવા મળ્યો અનોખો અંદાજ, જુઓ વીડિયો

“બેશરમ રંગ”ના BTS વીડિયોમાં શાહરુખના લાડલા પર પ્રેમ લૂંટાવતી જોવા મળી દીપિકા, શાહરૂખે કહ્યું, “મારા માટે તો મીની વેકેશન…” જુઓ વીડિયો

બોલીવુડના કિંગ ખાન શાહરુખે 4 વર્ષ બાદ મોટા પડદા પર વાપસી કરી અને તેની “પઠાન” ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઇ. ફિલ્મ રિલીઝ થતા પહેલા જ તે ખુબ જ વિવાદોમાં રહી હતી. આ ફિલ્મના એક ગીત “બેશરમ રંગ”ને લઈને દેશભરમાં વિવાદ જામ્યો હતો. છતાં પણ ફિલ્મ પડદા પર રિલીઝ થઇ અને રિલીઝ થતા જ બોક્સ ઓફિસ પર ફિલ્મે ધમાલ મચાવી દીધી અને કમાણીના મામલામાં પણ ઘણા બધા રેકોર્ડ પોતાના નામે કરી લીધા.

“પઠાન” માત્ર વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મ બની નથી, પરંતુ શાહરૂખ ખાન સ્ટારર હિન્દી સિનેમાની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બનવાના માર્ગ પર છે. જ્યારે ‘બેશરમ રંગ’એ વિવાદો જગાવ્યા હતા, ત્યારે લોકો થિયેટરોમાં ગીત માટે કિલકારીઓ અને સીટી વગાડતા હતા, તેમજ ઉત્સાહિત પણ હતા. આ દરમિયાન, ફિલ્મના નિર્માતાઓએ બેશરમ રંગ ગીતનો BTS વીડિયો શેર કર્યો છે, જેમાં આ ગીત સાથે જોડાયેલી ખાસ વાતો સામે આવી છે.

‘બેશરમ રંગ’નો મેકિંગ વીડિયો હાલમાં જ યશ રાજ ફિલ્મ્સની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યો હતો. પડદા પાછળનો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં આપણે ઘણી વસ્તુઓ જોઈ શકીએ છીએ. આ ટ્રેકને કોરિયોગ્રાફ કરનાર વૈભવી મર્ચન્ટ કહે છે કે તે દીપિકા પાદુકોણ માટે આ ગીતને ખાસ બનાવવા માંગતી હતી કારણ કે તેણે આ પહેલાં ક્યારેય આ પ્રકારનું પર્ફોર્મ કર્યું ન હતું.

આ પહેલીવાર હતું જ્યારે દીપિકા અને વૈભવીએ સાથે કામ કર્યું હતું અને બંને તેના માટે ખૂબ જ ઉત્સાહિત હતા. આ વીડિયોમાં બંનેએ એકબીજા સાથે કામ કરવાનો અનુભવ શેર કર્યો છે. આ સાથે વીડિયોમાં શાહરૂખ ખાનના પુત્ર અબરામની એક ઝલક પણ જોવા મળી છે, જેને દીપિકા ખૂબ જ પ્રેમ કરી રહી છે.

તો શાહરૂખ ખાને ‘બેશરમ રંગ’ના શૂટિંગને ‘ફેમિલી વેકેશન’ ગણાવ્યું હતું. તેણે કહ્યું, “અમે જાણીએ છીએ કે સિદ્ધાર્થ વિદેશી લોકેશન પસંદ કરે છે. મારા માટે પણ તે તદ્દન વર્જિન લોકેશન હતું. મેં તેને ક્યારેય જોયું નહોતું. ખડક પર આ જગ્યા હતી, પાણી અંદર આવી રહ્યું હતું અને તે જોવાનું અદ્ભુત હતું. તે બધી જગ્યાઓ અસ્પૃશ્ય હતી અને તે તાજી હવાના શ્વાસ જેવું હતું. હું મારા બાળકને લઈ ગયો, તે ખરેખર અદ્ભુત હતું. તે પારિવારિક રજા જેવું હતું.”

Niraj Patel