સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીના પૂર્વ જમાઈનું ફક્ત 39 વર્ષની નાની ઉંમર થયું નિધન, મોતનું કારણ તમને હચમચાવી દેશે…

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

સાઉથની મોટી હસ્તીનું 39 વર્ષની ઉંમર થયું નિધન, ફેફસા સાથે જોડાયેલી સમસ્યાથી ઝઝૂમ્યા બાદ હોસ્પિટલમાં તોડ્યો દમ- જુઓ તસવીરો

Sirish Bharadwaj Passes Away : મનોરંજન જગતમાંથી એક પછી એક દુઃખદ ખબર આવવાની સિલસિલો યથાવત છે. કોઈ સેલેબ્સ કોઈ બીમારીના કારણે જીવ ગુમાવે છે તો કોઈ કલાકારના પરિવાર અથવાતો નજીકના વ્યક્તિના નિધનથી ઇન્ડસ્ટ્રી સમેત ચાહકોમાં પણ શોક ફેલાઈ જતો હોય છે. હાલ એક એવી જ ખબર સાઉથ ઈન્ડસ્ટ્રીમાંથી સામે આવવી છે, જેમાં સાઉથ સુપરસ્ટાર ચિરંજીવીના પૂર્વ જમાઈ અને શ્રીજા કોનિડેલાના પહેલા પતિ સિરીશ ભારદ્વાજનું 39 વર્ષની વયે અવસાન થયું છે. તેમના મૃત્યુની પુષ્ટિ અભિનેત્રી શ્રી રેડ્ડીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા કરી છે.

પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સિરીશ અને શ્રીજાનો જૂનો ફોટો શેર કરતા શ્રી રેડ્ડીએ લખ્યું – ‘સિરીશ ભારદ્વાજ નથી રહ્યા… તેમની આત્માને શાંતિ મળે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિરીશ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. ફેફસાની સમસ્યાને કારણે તેમને હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.

મીડિયા રિપોર્ટ અનુસાર, ચિરંજીવીની પુત્રી અને રામ ચરણની બહેન શ્રીજા કોનિડેલાએ 2007માં સિરીશ સાથે લગ્ન કર્યા હતા. બંનેએ પોતાના પરિવારની વિરુદ્ધ જઈને આર્યસમાજમાં લગ્ન કર્યા અને બાદમાં એક દીકરીને આવકારી. જો કે, તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને લગ્નના 7 વર્ષ પછી તેઓ અલગ થઈ ગયા. શ્રીજાએ સિરીશ સામે દહેજ ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. એકબીજા સાથે છૂટાછેડા લીધા બાદ બંનેએ બીજી વખત લગ્ન કરી લીધા હતા.

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Niraj Patel