દરિયા કિનારે રોમાન્સ કરવું કપલને પડ્યું ભારે ! આવ્યું એવું ખતરનાક મોજું કે બોયફ્રેન્ડ શોધતો રહ્યો ગર્લફ્રેન્ડને, રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો

દરિયાના મોજા સામે મસ્તી કરી રહેલા પ્રેમી પંખીડાનો રોમાન્સ બન્યો મોતનું કારણ, ગર્લફ્રેન્ડને વહાવી ગયું મોજું, 3 દિવસથી શોધખોળ ચાલી રહી છે, છતાં નથી મળ્યો કોઈ પત્તો.. વીડિયો વાયરલ

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Woman Swept Away From Wave : આપણે કોઈપણ સારી જગ્યા જોઈએ કે તરત ફોટો પડાવવા માટે દોડી જતા હોય છે અને તેમાં પણ દરિયા કિનારે તો લોકોને ખુબ જ આનંદ આવતો હોય છે, પરંતુ ઘણીવાર એવી દુર્ઘટનાઓ બનતી હોય છે જેને જોઈને લોકોમાં પણ ફફડાટ વ્યાપી જાય. હાલ સોશિયલ મીડિયામાં એક એવી જ ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક કપલ બીચ પર હાથ જોડીને ચાલી રહ્યું હતું. અચાનક એવું ભયંકર મોજું આવ્યું કે છોકરીએ પોતાનું સંતુલન ગુમાવ્યું.

વીડિયોમાં તમે જોશો કે તેના બોયફ્રેન્ડે તેને હેન્ડલ કરવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ પછી એક મોજું આવે છે અને યુવતી પાણીમાં ખોવાઈ જાય છે. તેનો બોયફ્રેન્ડ વારંવાર તેને શોધવાનો પ્રયાસ કરે છે પરંતુ તે શોધી શકતો નથી. વીડિયોમાં તમે જોશો કે છોકરીનો બોયફ્રેન્ડ તકલીફમાં આમ તેમ દોડી રહ્યો છે. ક્યારેક તે દરિયામાં જવાનો પ્રયત્ન કરે છે તો ક્યારેક મોજાં જોઈને પાછો આવે છે. આ વીડિયોને @CollinRugg દ્વારા X પર શેર કરવામાં આવ્યો છે. આ ઘટના 16મી જૂને બની હતી. 20 વર્ષની એક યુવતી તેના બોયફ્રેન્ડ સાથે બીચ પર ગઈ હતી.

કેપ્શનમાં આપેલી માહિતી મુજબ, સર્ચમાં હજુ સુધી કંઈ મળ્યું નથી. રિપોર્ટ અનુસાર, સર્ચ ટીમે તેનો વિસ્તાર પણ વધાર્યો છે પરંતુ કંઈ મળ્યું નથી. છેલ્લા ત્રણ દિવસથી આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 17.3 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયો પર ઘણા યુઝર્સે પોતાનો પ્રતિભાવ પણ આપ્યો છે.

કેટલાક યુઝર્સનું કહેવું છે કે આ ઘટના બેદરકારીના કારણે બની છે. કેટલાક યુઝર્સ એવું પણ કહી રહ્યા છે કે શરૂઆતમાં યુવક તેની ગર્લફ્રેન્ડને ન જવા માટે કહી રહ્યો હતો પરંતુ તે માનતી નહોતી. અંતે યુવક બચી ગયો પરંતુ હજુ સુધી યુવતી મળી નથી. અન્ય એક યુઝરે કહ્યું, ‘શક્તિશાળી સમુદ્રમાં જવું ક્યારેક સારા તરવૈયાઓને પણ ડૂબી શકે છે. નબળા અથવા સરેરાશ તરવૈયાની બચવાની શક્યતા લગભગ શૂન્ય છે.

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Niraj Patel