ભારતીય ટીમના આ યુવા ખેલાડી સાથે સેલ્ફીને લઈને થયો વિવાદ, 8 લોકો ઓચિંતી કરી દીધો હુમલો, વીડિયો થયો વાયરલ

ક્રિકેટર પૃથ્વી શો સાથે એક યુવતીનો ઝઘડાનો વીડિયો આવ્યો સામે, બેઝ બોલથી કારનો કાચ પણ તોડી નાખ્યો… જુઓ વીડિયો

સેલેબ્રિટીઓ જ્યાં પણ જતા હોય ત્યારે તેમના ચાહકો તેમને ઘેરી વળતા હોય છે. બોલીવુડના ઘણા બધા કલાકારો અને ક્રિકેટરો પણ જાહેરમાં જતા પહેલા પોતાની સિક્યુરિટીનું ખાસ ધ્યાન રાખતા હોય છે. ત્યારે ઘણીવાર એવી એવી ઘટનાઓ પણ બનતી હોય છે જેને લઈને મોટા બખેડા પણ ઉભા થતા હોય છે.

હાલ ભારતીય ટીમના એક સ્ટાર ક્રિકેટર પૃથ્વી શો સાથે પણ એવું જ કંઈક બન્યું હતું. મુંબઈમાં પૃથ્વી શૉ પર હુમલાની ખબર સામે આવી છે. પોલીસને આપેલી ફરિયાદ મુજબ, સેલ્ફી લેવાની ના પાડતા કેટલાક ચાહકો ગુસ્સે થઈ ગયા અને ક્રિકેટરની કાર પર હુમલો કર્યો. આ ઘટના બુધવારે સાંજે 4 વાગ્યાની આસપાસ બની હતી.

ઘટના ઘટી ત્યારે પૃથ્વી શો તેના મિત્ર સાથે કારમાં બેઠો હતો. ત્યારે કેટલાક લોકો ત્યાં આવ્યા અને તેમની સાથે સેલ્ફી લેવાનું કહ્યું. પૃથ્વીના ના પાડવા પર તેની કાર પર બેઝબોલ બેટથી હુમલો કરવામાં આવ્યો હતો. ચાહકોએ ક્રિકેટરની કારની વિન્ડશિલ્ડ તોડી નાખી અને 50 હજાર રૂપિયાની માંગણી પણ કરી.

ઓશિવારા પોલીસે આ મામલામાં 8 લોકો વિરુદ્ધ FIR નોંધી છે. જેમાંથી 2 નામાંકિત અને 6 અજાણ્યા છે. ફરિયાદમાં નામ આપવામાં આવેલા લોકો – જેમાંથી બેની ઓળખ શોભિત ઠાકુર અને સના ઉર્ફે સપના ગિલ તરીકે થઈ છે. બંનેએ આરોપોને નકારી કાઢ્યા છે અને પૃથ્વી શૉ પર પહેલા તેમના પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.

આ મામલામાં આરોપી સના ઉર્ફે સપના ગિલના વકીલ અલી કાશિફ ખાનનું કહેવું છે કે આ લડાઈ સપનાએ નહીં પરંતુ પૃથ્વી શૉએ કરી હતી. લડાઈના વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે લાકડી પૃથ્વીના હાથમાં છે. વકીલનું કહેવું છે કે તેની અસીલ સપનાને ઓશિવારા પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવી છે. તેને મેડિકલ માટે પણ જવા દેવામાં આવી નથી.

પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના સહારા સ્ટાર હોટલ પાસે બની હતી. પૃથ્વી શૉ અને તેના મિત્રો ડિનર માટે એક રેસ્ટોરન્ટમાં ગયા હતા. આ દરમિયાન ક્રિકેટરનો એક પ્રશંસક અને એક મહિલા ચાહક તેના ટેબલ પાસે આવ્યા. મહિલા ફેન ક્રિકેટર સાથે સેલ્ફી લેવા લાગી. કેટલાક ફોટા અને વિડિયો લીધા પછી પણ જ્યારે તેણે આ કરવાનું બંધ ન કર્યું તો ક્રિકેટરે રેસ્ટોરન્ટના માલિકને ફોન કરીને ચાહકોને દૂર કરવા કહ્યું. રેસ્ટોરન્ટના મેનેજરે ચાહકોને ત્યાંથી હટાવ્યા હતા. પરંતુ તેનાથી નારાજ બંને ફેન્સ રેસ્ટોરન્ટની બહાર ક્રિકેટરની રાહ જોતા રહ્યા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આરોપીઓએ ક્રિકેટરની કારને બેઝબોલ બેટથી ઘેરી લીધી હતી. સિગ્નલ પર કાર રોકી અને વિન્ડશિલ્ડ તોડી. ચાહકોએ પૃથ્વીના મિત્ર પાસેથી 50 હજાર રૂપિયાની માંગણી પણ કરી હતી. કારનો કાચ તુટી જતાં મામલો વધી ગયો હતો. ચાહકો અને ક્રિકેટર વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં ઓશિવરા પોલીસે પૃથ્વીને બીજી કારમાં ઘરે મોકલી દીધો હતો.

Niraj Patel