ભારતીય ક્રિકેટર પૃથ્વી શો સાથે બુધવારે રાત્રે મુંબઇના સાંતાક્રૂઝ વિસ્તારમાં એક હોટલ બહાર કેટલાક લોકોએ સેલ્ફીને લઇને વિવાદ બાદ હાથાપાઇ કરી હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. તેમાં પૃથ્વી શો અને એક છોકરી વચ્ચે હાથાપાઇ થતી જોવા મળી રહી છે.
જણાવી દઇએ કે, આ છોકરી કોઇ સામાન્ય વ્યક્તિ નહિ પણ સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર સપના ગિલ છે. વીડિયો સામે આવ્યા બાદ પોલિસે સપના ગિલની ધરપકડ કરી લીધી છે. બુધવારે રાત્રે પૃથ્વી શો અને તેના મિત્ર સાંતાક્રૂઝ વિસ્તારના એક હોટલમાં ડિનર માટે હયા હતા. સપના પણ એ જ હોટલમાં કેટલાક મિત્રો સાથે પાર્ટી કરી રહી હતી.
આ દરમિયાન સપનાએ તેના એક મિત્ર સાથે પૃથ્વી શો સાથે સેલ્ફી લેવાની ગુજારિશ કરી. પૃથ્વી શોએ તેની સાથે સેલ્ફી લીધી અને તેમ છત્તાં સપના અને તેના સાથી પૃથ્વીના ફોટો-વીડિયો રેકોર્ડ કરતા રહ્યા. પૃથ્વીએ આના પર નારાજગી જતાવી અને આ પર વિવાદ શરૂ થયો. આ પર પૃથ્વીએ રોસ્ટોરન્ટના મેનેજરને બોલાવ્યા અને સપનાની ફરિયાદ કરી.
તે સમયે હોટલના મેનેજરે મામલાને વાતચીતથી શાંત કરાવ્યો અને સપના તેમજ તેના મિત્રોને હોટલથી બહાર કરી દીધા. પણ જ્યારે પૃથ્વી તેના મિત્રો સાથે ડિનર બાદ બહાર નીકળ્યો તો વિવાદ વધી ગયો. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, સપના અને તેના મિત્રોએ હોટલથી બહાર નીકળતા જ પૃથ્વી શોની ગાડીનો પીછો કર્યો અને બેસબોલના બેટથી તેની કાર ફોડી દીધી.
આ દરમિયાન પૃથ્વી શો અને સપના ગિલ વચ્ચે હાથાપાઇ પણ થઇ, જેનો વીડિયો વાયરલ થયો. જણાવી દઇએ કે, સપના મૂળરૂપથી ચંડીગઢની રહેવાસી છે અને તે પેશાથી એક મોડલ, એક્ટ્રેસ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર છે. ઇન્સ્ટા પર તેના 2 લાખથી વધારે ફોલોઅર્સ પણ છે.
સપના ભોજપુરી ફિલ્મોના સુપરસ્ટાર રવિ કિશન, દિનેશ લાલ યાદવ અને આમ્રપાલી દુબે સાથે પણ ફિલ્મમાં કામ કર્યુ છે. સપનાએ કાશી અમરનાથથી ભોજપુરી ફિલ્મમાં શરૂઆત કરી હતી, તે નિરહુઆ સાથે પણ કામ કરી ચૂકી છે. 2021માં તેની ફિલ્મ મેરા વતન પણ રીલિઝ થઇ હતી.
View this post on Instagram