હિંદુ રીતિ-રિવાજ અનુસાર લગ્ન કરતી વખતે હાર્દિકની પત્ની નતાશાએ પહેર્યા બે અલગ અલગ આઉટફિટ્સ, ગોલ્ડન લહેંગામાં હુસ્નની પરી અને રેડ સાડીમાં ખૂબસુરત લાગી અભિનેત્રી
ભારતીય ટીમનો સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા તેની રમતને કારણે ઘણો ચર્ચામાં રહે છે. પણ હાલ તે તેની પર્સનલ લાઇફને લઇને ઘણો ચર્ચામાં ચાલી રહ્યો છે. હાલમાં જ હાર્દિકે તેની પત્ની નતાશા સાથે ક્રિશ્ચન અને હિંદુ રીતિ રિવાજો અનુસાર ઉદયપુરમાં લગ્ન કર્યા છે. હાર્દિક અને નતાશાએ વેલેન્ટાઇન ડે પર ઉદયપુરમાં એક ભવ્ય લગ્ન સમારોહનું આયોજન કર્યુ હતુ, જેમાં આ જોડી ફરી એકવાર લગ્નના બંધનમાં બંધાઇ.
કપલે આ દરમિયાન બે સંસ્કૃતિઓમાં પોતાના લગ્નના જશ્નને મનાવ્યુ. પહેલા તેઓએ ક્રિશ્ચન રીતિ રિવાજ અનુસાર લગ્ન કર્યા અને પછી હિંદુ રીતિ રિવાજો અનુસાર સાત ફેરા ફર્યા. કપલના વ્હાઇટ વેડિંગની તસવીરોએ પહેલાથી જ બધાનું ધ્યાન આકર્ષિત કર્યુ હતુ, ત્યાં શાહી અંદાજમાં થયેલ હિંદુ રીતિ રિવાજ અનુસાર લગ્નની તસવીરો સામે આવતા જ ધમાલ મચી ગઇ હતી. તસવીરો શેર કરતા કપલે લખ્યુ હતુ- હવે અને હંમેશા માટે.
હાર્દિક અને નતાશાએ મશહૂર ડિઝાઇનર અબુ જાની અને સંદીપ ખોસલાના એપિનેમ લેબલનો ટ્રેડિશનલ આઉટફિટ કેરી કર્યો હતો. ગુરુવાર રાત્રે હાર્દિક પંડ્યા અને નતાશાએ ઇન્સ્ટા પર હિંદુ શાહી લગ્નની તસવીરો શેર કરી હતી. આ જોડાએ અબુ જાની અને સંદીપ ખોસલા દ્વારા ડિઝાઇન કરેલ પારંપારિક વસ્ત્રો પસંદ કર્યા હતા. જ્યાં દુલ્હા બનેલા હાર્દિકે ઓફ વ્હાઇટ ભારે કઢાઇવાળી શેરવાણી પહેરી હતી. આ લુકમાં તે ઘણો હેન્ડસમ લાગી રહ્યો હતો.
ત્યાં દુલ્હન બનેલી નતાશાએ આ લગ્ન માટે બે આઉટફિટ પસંદ કર્યા હતા. તેણે એન્ટ્રી અને વરમાળા દરમિયાન લહેંગો તેમજ ફેરા દરમિયાન સાડી પહેરી હતી. નતાશાએ ગોલ્ડન, બેજ અને લાલ રંગનો હેવી એંબ્રોઇડર્ડ લહેંગો પહેર્યો હતો. નતાશાએ વરમાળા સેરેમની માટે લહેંગો પહેર્યો હતો અને બાદમાં ફેરા સમયે બ્રાઇટ રેડ સાડી પસંદ કરી હતી. સાડી પર ગોલ્ડન ગોટા અને એક કાશીદાકારી પલ્લૂ મુખ્ય આકર્ષણ રહ્યા, જેને હેવી એંબ્રોઇડર્ડ હાફ સ્લીવ્ઝ ગોલ્ડ બ્લાઉઝ સાથે સ્ટાઇલ કરવામાં આવી હતી.
બંને આઉટફિટ ખૂબ જ રોયલ લુક આપી રહ્યા હતા. ડિઝાઇનર અબુ જાની સંદીપ ખોસલાએ હાર્દિકની શેરવાની વિશે જાણકારી આપતા એક પોસ્ટ શેર કરી, જેમાં લખ્યુ હતુ- સ્વર્ગમાં બનેલ એક મેચ. હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક #abujanisandeepkhosla દ્વારા કસ્ટમ આઉટફિટમાં એક સપનું છે. હાર્દિક આ શાહી, ઓફ વ્હાઇટ જામદાની શેરવાનીમાં એર બિલકુલ રાજસી દુલ્હો લાગી રહ્યો છે, જે સોનાની જરદોજી સાથે હાથથી કઢાઇ થયેલ છે. રેડ અને ગ્રીન બીડ હાઇલાઇટ્સ તેના લુકમાં જ્વેલરી ગ્લેમ એડ કરે છે.
જ્યાં સુધી નતાશાના શાહી કસ્ટમ મેડ અબુ જાની સંદીપ ખોસલા લહેંગાની વાત છે, તો તેના સૌથી દિવ્ય રૂપમાં ચમક અને રોમાન્સનો દર્શાવે છે. ભવ્ય કઢાઇવાળા ગોટા ઘાઘરા અને બ્લાઉઝને નતાશાને તેની લગ્ન સેરેમનીમાં ચાર ચાંદ લગાવતા જોઇ શકાય છે. આ જોડાએ લાલ રંગના ભવ્ય બાંધણી દુપટ્ટા સાથે પેરઅપ કર્યુ. કપડા સિવાય જ્વેલરી પર નજર કરીએ તો, નતાશઆએ ગળામાં ચોકર નેકલેસ, મેચિંગ ઇયરિંગ્સ, માંગ ટીકો, કડુ, ચૂડો, વીંટી અને હાઇ હીલ્સ કેરી કરી, જેનાથી તેનો શાનદાર બ્રાઇડલ લુક પૂરો થયો.