લગ્ન બાદ ઉદેપુરથી પરત ફર્યા હાર્દિક પંડ્યા અને નતાશા, પપ્પાની આંગળી પકડીને મસ્તીમાં ચાલતો જોવા મળ્યો અગત્સ્ય, જુઓ વીડિયો
હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને આ લગ્નના માહોલ વચ્ચે સામાન્ય માણસથી લઈને સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. છેલ્લા થોડા સમયમાં જ ક્રિકેટર કે.એલ રાહુલ અને અક્ષર પટેલ લગ્નના બંધનમાં બંધાયા હતા. ત્યારે ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી અને ટી-20 ટીમના કપ્તાન હાર્દિક પંડ્યાએ પણ પોતાના લગ્નની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા.
હાર્દિક પંડ્યાએ તેની પત્ની નતાશા સાથે ઉદેપુરમાં વેલેન્ટાઈન ડેના દિવસે ફરીથી લગ્ન કર્યા. હાર્દિક અને નતાશાએ પહેલા ક્રિશ્ચિયન લગ્ન અને પછી હિંદુ રીતિ-રિવાજ સાથે પરંપરાગત લગ્ન કર્યા. આ કપલે વર્ષ 2020માં કોર્ટ મેરેજ કર્યા હતા. જે બાદ હવે તેઓએ ભવ્ય લગ્ન કર્યા. રાજસ્થાનના ઉદયપુરમાં બે રીતિ રિવાજ મુજબ ગોઠવાયેલા હાર્દિક અને નતાશાના લગ્નની તસવીરો ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે.
ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં, હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક તેમના દીકરા અગસ્ત્ય સાથે ઉદપુરમાં ભવ્ય લગ્ન કર્યા પછી પાછા ફરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન નવા પરણેલા નતાશા અને હાર્દિક ખૂબ જ કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યા હતા.
હાર્દિકે પુત્રનો હાથ પકડી રાખ્યો હતો. જ્યારે કપલ એરપોર્ટની બહાર આવતાની સાથે જ પેપ્સે તસવીરો ક્લિક કરવાનું શરૂ કરી દીધું હતું. આ જોઈને નતાશા અને હાર્દિકના પુત્ર અગસ્ત્યએ આરામથી પેપરાજીને તસવીરો ક્લિક ના કરવાનું કહ્યું. કેમેરાના ફ્લેશથી પરેશાન, અગસ્ત્ય ક્યારેક ગુસ્સામાં પેપરાજીને ઠપકો આપતો હતો અને ક્યારેક ના-ના કહેતો હતો.
View this post on Instagram
નતાશા-હાર્દિકના પુત્રની ક્યૂટ હરકતોનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે. જણાવી દઈએ કે અગસ્ત્ય તેના માતા-પિતાના લગ્નમાં સામેલ થયો હતો. ત્યારે હવે એરપોર્ટ પરથી સામે આવેલો આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને હાર્દિક નતાશા સાથે અગત્સ્યની ક્યુટનેસના પણ વખાણ કરી રહ્યા છે.