આ ગુજરાતી ક્રિકેટરે પૂર્ણ કરી પોતાની 100મી ટેસ્ટ, BCCI દ્વારા કરવામાં આવ્યું ખાસ સન્માન, ઓસ્ટ્રેલિયાએ પણ કરી સલામ, પત્ની થઇ ભાવુક… જુઓ

ચેતેશ્વર પુજારાની 100મી ટેસ્ટ પૂર્ણ થવા પર પત્નીએ સોશિયલ મીડિયામાં કરી ખુબ જ ભાવુક પોસ્ટ,કહ્યું , “તમારા મમ્મી આજે…” જુઓ

ટીમ ઈન્ડિયાના સિનિયર ક્રિકેટર ચેતેશ્વર પૂજારા માટે ઓસ્ટ્રેલિયા સામે દિલ્હીમાં રમાનારી ટેસ્ટ મેચ ખુબ જ ખાસ છે. ચેતેશ્વર પૂજારાની કારકિર્દીની આ 100મી ટેસ્ટ મેચ છે, તે આ પરાક્રમ હાંસલ કરનાર 13મો ભારતીય ક્રિકેટર છે. દિલ્હી ટેસ્ટ પહેલા ચેતેશ્વર પૂજારાનું સન્માન કરવામાં આવ્યું હતું, ટીમ ઇન્ડિયાના લીજેન્ડ સુનિલ ગાવસ્કરે તેમને એક વિશેષ કેપ આપી હતી.

ભૂતપૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે ચેતેશ્વર પૂજારાને એક વિશેષ કેપ આપી અને સાથે કહ્યું કે તમે દેશ માટે ચોટ ખાધી છે. બોલરોએ હંમેશાં તમારી વિકેટ લેવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. તમે ઘણા યુવાનો માટે રોલ મોડેલ છો અને કહે છે કે ટેસ્ટ ક્રિકેટ કેટલી મહત્વપૂર્ણ છે. સુનિલ ગાવસ્કરે કહ્યું કે હું આશા રાખું છું કે તમે 100મી ટેસ્ટમાં એક સદીનો સ્કોર કરનારા પ્રથમ ભારતીય બેટ્સમેન બનશો. પરંતુ પુજારા આ ટેસ્ટની પહેલી ઇનિંગમાં શૂન્ય પર આઉટ થયો.

પુજારાનો પરિવાર પણ આ પ્રસંગે તેની સાથે હાજર હતો. ચેતેશ્વર પૂજારાના પિતા, તેની પત્ની અને પુત્રી પણ સન્માન દરમિયાન સાથે રહ્યા હતા. આ પ્રસંગે, ચેતેશ્વર પુજારાએ કહ્યું કે “એક યુવાનનું સ્વપ્ન દેશ માટે ક્રિકેટ રમવાનું હોય છે અને તે પણ ટેસ્ટ ક્રિકેટ. ક્યારેય વિચાર્યું ન હતું કે હું 100 ટેસ્ટ મેચ રમવા માટે સમર્થ છું, ટેસ્ટ ક્રિકેટ અને જીવન વચ્ચે ઘણી સમાનતાઓ છે, જો તમને મુશ્કેલ સમયનો સામનો કરવો પડે તો તમને વધુ સારા પરિણામો મળે છે.”

આ વિશેષ પ્રસંગે ચેતેશ્વર પૂજારાને ટીમ ઈન્ડિયા વતી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. જ્યારે તે ફિલ્ડિંગ માટે મેદાનમાં પ્રવેશ્યો ત્યારે ટીમ ઈન્ડિયાએ તેમનું સન્માન કર્યું. ખાસ વાત એ હતી કે આ સમય દરમિયાન પૂજારાને ગાર્ડ ઓફ ઓનર આપવા માટે ઓસ્ટ્રેલિન બંને ઓપનર્સ પણ ઉભા થયા હતા.

ચેતેશ્વર પુજારાની પત્ની પૂજાએ તેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે અને ભાવુક પોસ્ટ પણ લખી છે. પૂજાએ લખ્યું કે, ” તમારી માતાને આજે તમારા પર ગર્વ થશે. અને અમે પણ ગર્વ અનુભવીએ છીએ! તમે જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાંથી તમે કેટલા આગળ આવ્યા છો તે જોઈને તેઓને આનંદ થશે, પરંતુ વધુ મહત્ત્વની વાત એ છે કે તમે એક સાચા સજ્જનની જેમ રમત રમવા માટે, તમે ક્યારેય સિદ્ધાંતો સાથે સમજૂતી નથી કરી અને હંમેશા દેશ અને ટીમને પહેલા સ્થાન આપ્યું છે. આજે અને હંમેશા તમારા માટે ઉત્સાહિત!’

Niraj Patel