લગ્ન પહેલા જ આ સ્ટાર ક્રિકેટર્સ બની ગયા હતા બાપ, કોઇએ ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન તો કોઇએ છોડ્યો પાર્ટનરનો સાથ
વર્લ્ડ ક્રિકેટમાં એવા ઘણા ક્રિકેટર્સ છે, જેમણે પ્રેમમાં પડી લગ્ન પહેલા જ પિતા બનવાનું સુખ હાંસિલ કર્યુ. આ ક્રિકેટર્સ લગ્ન પહેલા જ ગર્લફ્રેન્ડ સાથે રિલેશનશિપમાં રહ્યા બાદ બાપ બની ચૂક્યા છે. ક્રિકેટર્સની આ યુનિક લિસ્ટમાં એક ભારતીય પણ સામેલ છે, જે બીજુ કોઇ નહિ પણ સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા છે.
હાર્દિક પંડ્યા : ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની કહાની આવી જ છે. હાર્દિક સર્બિયન મોડલ નતાશા સ્ટેનકોવિક સાથે રિલેશનશિપમાં હતો. આ દરમિયાન નતાશા પ્રેગ્નેટ થઈ અને પછી હાર્દિકે તેની સાથે લગ્ન કરી લીધા. નતાશા ઘણીવાર પોતાના પુત્ર સાથે ક્રિકેટ સ્ટેડિયમમાં જોવા મળે છે.
હાર્દિક પંડ્યા એક એવો ભારતીય ક્રિકેટર છે, જે લગ્ન પહેલા પિતા બની ગયો હતો. હાર્દિક પંડ્યાએ 1 જાન્યુઆરી 2020ના રોજ દુબઈમાં બોલિવૂડ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક સાથે સગાઈ કરી હતી અને 30 જુલાઈ 2020ના રોજ અગસ્ત્યનું આ દુનિયામાં સ્વાગત કર્યુ હતુ.
વિનોદ કાંબલીઃ સચિન તેંડુલકરના બાળપણના મિત્ર વિનોદ કાંબલી પણ લગ્ન વગર પિતા બન્યા હતા. આ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરે ટૂંક સમયમાં તેની પ્રથમ પત્ની નોએલા લુઇસથી છૂટાછેડા લીધા હતા. આ પછી કાંબલીએ ફેશન મોડલ એન્ડ્રીયા હેવિટ સાથે સંબંધ બાંધ્યો. આ દરમિયાન એન્ડ્રીયાએ એક પુત્રને જન્મ આપ્યો. પુત્રના જન્મના 4 વર્ષ બાદ બંનેએ લગ્ન કર્યા હતા.
વિવિયન રિચર્ડ્સઃ વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન સર વિવિયન રિચર્ડ્સ જ્યારે તેમની કારકિર્દીના પ્રથમ તબક્કામાં હતા ત્યારે બોલિવૂડ અભિનેત્રી નીના ગુપ્તાને ડેટ કરી રહ્યા હતા. આ અફેર થોડો સમય ચાલ્યુ અને નીના ગુપ્તા પ્રેગ્નેટ થઈ ગઈ. નીના ગુપ્તાએ તેની પુત્રી મસાબા ગુપ્તાને સિંગલ મધર તરીકે ઉછેરી.
માતા અને પુત્રી બંને કેટલાક પ્રસંગોએ રિચર્ડ્સ સાથે પણ દેખાયા છે. હાલમાં જ મસાબાના લગ્નમાં વિવિયન રિચર્ડ્સ પણ ભારત આવ્યા હતા. જો કે, વિવિયન રિચર્ડ્સે મેરી સાથે લગ્ન કર્યા છે અને તેમને બે બાળકો પણ છે.
ડેવિડ વોર્નરઃ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નર અને તેની પત્ની પણ લગ્ન પહેલા માતા-પિતા બની ગયા હતા. વર્ષ 2014માં વોર્નર પ્રથમ વખત પિતા બન્યો હતો. આ પછી વોર્નરે કેન્ડિસ સાથે લગ્ન કર્યા. હવે આ કપલને ત્રણ દીકરીઓ છે.
જો રૂટઃ ઇંગ્લિશ ક્રિકેટર જો રૂટે પણ પિતા બન્યા બાદ પોતાના પાર્ટનર સાથે લગ્ન કર્યા હતા. તે 2017માં પિતા બન્યો હતો. તેની પત્નીનું નામ કેરી કોટ્રેલ છે. દંપતીએ તેમના પુત્રનું નામ આલ્ફ્રેડ વિલિયમ રૂટ રાખ્યું છે. લગ્ન પછી બંનેને એક પુત્રી હતી જેનું નામ ઈસાબેલા હતું.