હલ્દી અને મહેંદી સેરેમનીમાં પત્ની નતાશાને ખોળામાં લઇ ઝૂમ્યો હાર્દિક પંડ્યા, દીકરા સાથે સેલિબ્રેટ કર્યો લવ- જુઓ પીઠીની તસવીરો

લગ્ન બાદ સામે આવી હાર્દિક-નતાશાની હલ્દી-મહેંદીની તસવીરો, એકબીજાના પ્રેમમાં ડૂબેલુ જોવા મળ્યુ કપલ !

હાર્દિક પંડ્યાએ 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડેના દિવસે નતાશા સ્ટેનકોવિક સાથે સંપૂર્ણ વિધિ-વિધાન સાથે ફરીથી લગ્ન કર્યા હતા. લગ્નની તસવીરો શેર કર્યા બાદ હવે કપલની મહેંદી અને હલ્દી સેરેમનીની તસવીરો પણ સામે આવી છે. આ તસવીરો હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તે તેની પત્ની અને પુત્ર સાથે પોઝ આપી રહ્યો છે. તસવીરોમાં હાર્દિક અને તેનો પુત્ર મેચિંગ ગુલાબી રંગના કુર્તામાં જોવા મળી રહ્યા છે.

જ્યારે નતાશા ફ્લોરલ આઉટફિટમાં જોવા મળી હતી. આ તસવીર મહેંદી અને હલ્દી સેરેમનીમાં કપલની ગ્રાન્ડ એન્ટ્રીની છે. જેમાં બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. નતાશાના હાથમાં હાર્દિકના નામની મહેંદી છે. જેને તે દરેક તસવીરમાં સુંદર રીતે ફ્લોન્ટ કરી રહી છે. એક તસવીરમાં હાર્દિકે નતાશાને પોતાના ખોળામાં ઊંચકી પણ પોઝ આપ્યો હતો અને એક તસવીરમાં બંને એકબીજાની આંખોમાં ડૂબેલા પણ જોવા મળ્યા હતા.

તસવીરો શેર કરતા હાર્દિક પંડ્યાએ કોમેન્ટમાં લખ્યું છે કે, ‘પ્રેમના રંગમાં રંગાઈ ગયો. તમને જણાવી દઈએ કે હાર્દિક અને પંડ્યાએ ત્રણ વર્ષ પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા. જે બાદ હવે આ કપલે હિન્દુ અને ક્રિશ્ચિયન રીતિ-રિવાજથી લગ્ન કર્યા છે. 14 ફેબ્રુઆરીએ ક્રિશ્ચન રીતિ રિવાજ સાથે લગ્ન કર્યા બાદ કપલે 15 ફેબ્રુઆરીએ હિંદુ રીતિ રિવાજ અનુસાર લગ્ન કર્યા હતા. લગ્નની તસવીરોમાં કપલ રોયલ લુકમાં જોવા મળી રહ્યું છે.

લગ્નમાં હાર્દિક ક્રીમ કલરની શેરવાની અને નતાશા રેડ અને ગોલ્ડન સાડીમાં જોવા મળી હતી. હાર્દિક અને નતાશાએ ઉદયપુરના ઉદયસાગર તળાવમાં આવેલી રેફલ્સ હોટલમાં એકબીજાને વરમાળા પહેરાવી હતી.જાનમાં હાર્દિક પંડ્યા પોતે અને તેના ભાઈ કૃણાલ પંડ્યાએ જોરદાર ડાન્સ કર્યો હતો. બંને ભાઈઓએ ડીજેના સાઉન્ડ પર ડાન્સ કર્યા બાદ નતાશા અને હાર્દિકે હિન્દુ પરંપરા અનુસાર લગભગ 7:45 વાગ્યે સાત ફેરા લીધા.

જાણકારી અનુસાર, હાર્દિકના લગ્નમાં ક્રિકેટ અને બોલિવૂડ સ્ટાર્સ સાથે આકાશ અંબાણી અને તેની પત્ની શ્લોકા પણ પહોંચ્યા હતા.વેલેન્ટાઈન ડેના દિવસે બંનેએ ક્રિશ્ચિયન રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતા. જેમાં નતાશા સફેદ લોન્ગ ગાઉન અને હાર્દિક બ્લેક સૂટમાં જોવા મળ્યો હતો. આ દરમિયાનની પણ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ખાસ વાત એ છે કે લગ્નમાં તેમનો પુત્ર અગસ્ત્ય પણ સામેલ થયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, લગ્નની વિધિ 13 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી જે 16 ફેબ્રુઆરી સુધી ચાલી. લગ્નની થીમ સફેદ રાખવામાં આવી હતી.દુલ્હન તરીકે નતાશાએ સફેદ ગાઉન પહેર્યુ હતુ. મહેંદી, સંગીત અને હલ્દી જેવા પ્રી-વેડિંગ ફંક્શન્સ 13 ફેબ્રુઆરીની સાંજથી શરૂ થયા હતા. 13 ફેબ્રુઆરીના રોજ હાર્દિક અને નતાશા મુંબઈ એરપોર્ટ પર સમગ્ર પરિવાર સાથે જોવા મળ્યા હતા. ત્યાંથી બધાએ રાજસ્થાનના ઉદયપુરની ફ્લાઈટ લીધી.

નતાશાના પરિવારના સભ્યો પણ એરપોર્ટ પર દેખાયા હતા. ઉલ્લેખનીય છે કે, નતાશા અને હાર્દિકે કોવિડ સમયે 31 મે 2020ના રોજ ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા.જુલાઈ 2020માં તેમણે તેમના પુત્ર અગસ્ત્યનો જન્મ થયો હોવાની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. જો કે, બંને કાયદેસર રીતે પરિણીત છે, પણ હવે તેઓએ બધા મિત્રો અને સંબંધીઓની હાજરીમાં ધામધૂમથી ફરી લગ્ન કર્યા. હાર્દિક અને નતાશા મુંબઈની એક ક્લબમાં મળ્યા હતા.

ત્યાંથી બંને વચ્ચે મિત્રતા થઈ અને આગળ જતાં એ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ.જ્યારે હાર્દિક તેની કારકિર્દીના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે નતાશાએ તેને ઘણો સાથ આપ્યો હતો. જાન્યુઆરી 2020માં બંનેએ એકબીજાને વીંટી પહેરાવી દુબઈમાં સત્તાવાર રીતે સગાઈ કરી હતી. હાર્દિક અને નતાશાના એક નજીકના વ્યક્તિએ જણાવ્યુ હતુ કે, બંનેએ કોર્ટમાં લગ્ન કર્યા હતા, બધું ઉતાવળમાં થયુ હતું.

તેમના મનમાં લાંબા સમયથી ભવ્ય લગ્ન કરવાનો વિચાર હતો.હાર્દિક પંડ્યાએ 2016માં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું. હાર્દિક ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર છે અને તેણે પોતાની રમતથી ટીમ માટે ઘણી મેચો જીતી છે. તેને ટીમ ઈન્ડિયાના આગામી કેપ્ટન તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. તે IPL ટીમ ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન છે. જણાવી દઇએ કે, નતાશા એક અભિનેત્રી અને મોડલ છે અને સર્બિયાની છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ક્રિકેટર કેએલ રાહુલ અને અભિનેતા અથિયા શેટ્ટી, અભિનેતા કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા, તેમજ ડિઝાઇનર મસાબા ગુપ્તા અને અભિનેતા સત્યદીપ મિશ્રા, તાજેતરના અઠવાડિયામાં લગ્ન કર્યા પછી, હાર્દિક અને નતાસા 2023 માં તેમની પ્રતિબદ્ધતાની ઉજવણી કરનાર સૌથી નવું સેલિબ્રિટી દંપતી છે જેમની તસવીરો પર ચાહકોએ ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.

Shah Jina