સર નહીં લોકો બાપુ કહીને બોલાવે એવી ઈચ્છા હતી, રવિન્દ્ર જાડેજાને ફોજી બનાવના હતા પણ…જુઓ તસવીરો
ભારતીય ક્રિકેટ ટીમમાં રવિન્દ્ર જાડેજાનો એક એલગ જ ચાર્મ છે. તેમણે શાનદાર ફીલ્ડિંગ સાથે સાથે આક્રમક બેટિંગ અને ખૂબ જ ધમાકેદાર બોલિંગથી પોતાનું એક અલગ સ્થાન હાંસિલ કર્યુ છે. કેટલાક ક્રિકેટ પંડિત તેને બેન સ્ટોક્સથી સારો ઓલરાઉન્ડર માને છે. જાડેજાએ ભારતીય ટીમમાં પોતાની છવિ મેચ વિનરની બનાવેલી છે. તેને સર અને જડ્ડુના નિકનેમથી પણ ઓળખવામાં આવે છે. જો કે, રવિન્દ્ર જાડેજાને સર બોલાવવા પર તેમને ગુસ્સો આવી જાય છે, જેનો ખુલાસો તેમણે પોતે કર્યો હતો.
કેટલાક વર્ષ પહેલા રવિન્દ્ર જાડેજાએ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીત કરતા કહ્યુ હતુ કે. લોકોએ મને મારા નામથી બોલાવવા જોઇએ, એ મારા માટે કાફી છે. મને સર બોલાવવા પર ગુસ્સો આવે છે, જો તમારે મને કંઇ કહેવુ હોય તો બાપુ કહી શકો છો, જે મને પસંદ છે. મને સર-વર કહેવડાવું બિલકુલ પસંદ નથી. જ્યારે લોકો મને સર કહે છે ત્યારે મને સારુ નથી લાગતુ. રવિન્દ્ર જાડેજા કદાચ જ ક્યારેક ઇન્ટરવ્યૂ આપે છે.
જો તે ઇન્ટરવ્યુ આપે તો પણ તે ખુલીને કંઇ નથી બોલતા. વર્ષોથી તેમણે મીડિયા પ્રતિ સખ્ત રુખ અપનાવી રાખ્યો છે. એકવાર તેમને ટીમ ઇન્ડિયામાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. ત્યારે તેમણે એક ઇન્ટરવ્યુને અધૂરા મનથી ઠુકરાવી દીધુ હતુ. ત્યારે તેમણે કહ્યુ હતુ કે, શું તમને લાગે છે કે મને મારા વિશે લખશો તો મને પાછો બોલાવી લેવામાં આવશે ? રવિન્દ્ર જાડેજા છેલ્લા કેટલાક મહિનાઓથી ઇજા સામે ઝઝૂમી રહ્યા હતા અને તેને કારણે તેઓ ટી20 વિશ્વકપ નહોતા રમી શક્યા.
હાલમાં તેમણે નાગપુરમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમવામાં આવેલ ટેસ્ટ મેચમાં વાપસી કરી, લગભગ સાત મહિનાના અંતરાત બાદ તેમની વાપસી ખૂબ જ ધમાકેદાર અને શાનદાર રહી. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પહેલા ટેસ્ટ મેચમાં તેમણે ખૂબ જ શાનદાર બોલિંગ અને બેટિંગ કરી. આ મુકાબલામાં જાડેજાએ 7 વિકેલ લેવા સાથે 70 રન પણ બનાવ્યા. તેમના શાનદાર ઓલરાઉન્ડર પ્રદર્શન બદલ તેમને પ્લેયર ઓફ ધ મેચના ખિતાબથી પણ નવાજવામાં આવ્યા.
જણાવી દઇએ કે, જાડેજાએ વર્ષ 2009માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પદાર્પણ કર્યુ તે બાદથી તે ટીમ ઇન્ડિયામાં બનેલા છે. જાડેજા ભારતીય ટીમમાં ત્રણેય ફોર્મેટના નિયમિત સભ્ય છે. તેમની ખૂબી સ્પિન બોલિંગ, આક્રમક બેટિંગ અને તેજ તરાર ફિલ્ડિંગ છે. જ્યારે તે મેદાન પર ફીલ્ડિંગ કરી રહ્યા હોય છે તો દુનિયાનો કોઇ પણ બેટ્સમેન સમજી વિચારી રન લે છે. તેમણે મેચ દરમિયાન પોતાના સટીક અને પૈને થ્રો પર ડઝનેક ખેલાડીઓને રન આઉટ કર્યા છે.
જાડેજા ટીમ ઇન્ડિયા માટે મેચ વિનરની જેમ છે. જાડેજાના પિતા અનુરૂદ્ધસિંહની તમન્ના હતી કે તેમનો દીકરો આર્મી ઓફિસર બને પણ જાડેજાને કંઇ બીજુ જ પસંદ હતુ. તેમનું મન ક્રિકેટમાં રમી ગયુ. જાડેજા રાત દિવસ ક્રિકેટના સપના જોતા હતા. જો કે, જાડેજાની માતાનું સપનું હતુ કે દીકરો ક્રિકેટર બને અને જાડેજાએ માતાનું સપનું સાકાર પણ કર્યુ. જો કે, માતા તેમના દીકરાને બ્લૂ શર્ટમાં ના જોઇ શકી. વર્ષ 2005માં કાર દુર્ઘટનામાં તેમનું નિધન થઇ ગયુ, પણ જાડેજાએ હિંમત ના હારી અને અંતમાં 10 ફેબ્રુઆરી 2009ના રોજ એ દિવસ આવી ગયો,
જ્યારે જાડેજાને ભારતીય ટીમની બ્લૂ કેપ મળી. જાડેજા મેદાન પર ભલે સ્પિન બોલિંગ કરતા હોય પણ પર્સનલ લાઇફમાં તેને તેજી પસંદ છે. તેની પાસે તેજ ગતિથી ચલાવવાળી ઓડી કાર સિવાય સુઝુકી હાયાબુશી છે. આ ઉપરાંત તેને ઘોડા ઘણા પસંદ છે. જામનગર પાસે તેનું ફાર્મહાઉસ છે, જ્યા તે તેમની પસંદના શાનદાર ઘોડા રાખે છે. જાડેજાને તલવારબાજીનો ઘણો શોખ છે. મેચમાં ઘણીવાર અડધી સદી કે સદી પૂરી થવા પર તે બેટને તલવારના અંદાજમાં ફેરવે છે.