તારક મહેતામાં થઇ નવા ટપ્પુની ગર્લફ્રેન્ડની એન્ટ્રી, વહુને જોઇ આવુ હતુ જેઠાલાલ અને ચંપક ચાચાનું રિએક્શન
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફરી એકવાર ચર્ચામાં છવાયેલો છે. કેટલાક દિવસ પહેલા જ શોમાં નવા ટપ્પુની ધાંસુ એન્ટ્રી થઇ હતી. ભવ્ય ગાંધી અને રાજ અનડકટ બાદ હવે નીતિશ ભાલુનીને જેઠાલાલ અને દયાબેનનો દીકરો બનાવવામાં આવ્યો છે. કેટલાક દિવસ પહેલા શોના મેકર્સે નવા ટપ્પુને લોકો સાથે રૂબરુ કરાવ્યો હતો. જો કે, નવો ટપ્પુ આવ્યો ત્યારથી લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ હતુ. પણ હાલમાં શોમાં એક શાનદાર ટ્વિસ્ટ આવ્યો છે,
જે શોને વધુ મજેદાર બનાવવાનો છે. મીડિયા રીપોર્ટ્સનું માનીએ તો, નવા પ્રોમોમાં બતાવવામાં આવ્યુ છે કે, નિતીશ ભાલુનીની એન્ટ્રી બાદ વધુ એક પાત્ર આવ્યુ છે. જી હાં, હાલમાં જ શોમાં ટપ્પુની વાપસી બાદ મેકર્સે વધુ એક પાત્ર સામેલ કર્યુ છે. તે બીજુ કોઇ નહિ પણ ટપ્પુની મિત્ર છે. પ્રોમોમાં બતાવવામાં આવ્યુ છે કે ટપ્પુની આ મિત્ર જેવી જ ગોકુલધામ સોસાયટીમાં આવે છે, તે દોડીને તેને ગળે લગાવે છે. આ જોઇ જેઠાલાલ અને બાપુજી હેરાન રહી જાય છે.
ત્યાં સોસાયટીના બાકીના સભ્યો પણ દંગ રહી જાય છે. તે ટપ્પુની મિત્રને જોઇ બાપુજીને શક થાય છે કે તે તેમની થવાવાળી વહુ છે, આ જોઇ જેઠાલાલ પણ ઘણો ખુશ થઇ જાય છે. ત્યાં બાકીના સોસાયટીવાળાને પણ ટપ્પુ પર શક થવા લાગે છે. આ સાથે જ હવે ટપ્પુના લગ્નને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ છે. જ્યારે શોમાં ટપ્પુના પાત્રમાં નિતીશની એન્ટ્રી થઇ તો પહેલા એપિસોડમાં તેને જોઇ લોકો તેને ખરાબ રીતે ટ્રોલ કરવા લાગ્યા અને લોકો નવા ટપ્પુથી નારાજ જોવા મળ્યા.
લોકોને ટપ્પુની એન્ટ્રીથી લઇને એક્ટિંગ સુધી કંઇ પણ પસંદ ન આવ્યુ. સોશિયલ મીડિયા પર લોકોનું કહેવુ છે કે તે આ રોલમાં બિલકુલ જામી રહ્યો નથી. જોકે, શોમાં ટપ્પુની મિત્રની એન્ટ્રીથી હવે એ સવાલ ઊભો થઇ રહ્યો છે કે શું ટપ્પુના લગ્ન પોપટલાલ પહેલા થઇ જશે.
View this post on Instagram