ક્રિકેટર પૃથ્વીને મારવા વાળી સપનાએ કહ્યું- પૃથ્વીએ ખરાબ ઇરાદાથી સ્પર્શ કર્યો, 50 હજાર શું છે? 2 રીલ બનાવીને કમાઈ લઈશ- જુઓ ફોટા

ક્રિકેટર પૃથ્વી શો અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સપના ગિલ વચ્ચેનો વિવાદ થમવાનું નામ નથી લઈ રહ્યો. ક્રિકેટર સાથે મારપીટ અને જબરદસ્તી વસૂલીના કેસમાં ધરપકડ કરાયેલ સપના ગીલને સોમવારે એટલે કે 20 ફેબ્રુઆરીએ જામીન મળ્યા હતા. મેજિસ્ટ્રેટની કોર્ટે ગીલને જામીન આપ્યા હતા અને તે બાદ ગિલે ક્રિકેટર અને તેના મિત્રો આશિષ યાદવ, બ્રિજેશ અને અન્યો વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે ફરિયાદ તેના વકીલ કાશિફ ખાન દ્વારા મુંબઈના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

જેમાં તેણે પૃથ્વી અને તેના મિત્ર પર છેડતી, લડાઈ અને હુમલો કરવા ઉશ્કેરવા સહિતના અનેક આરોપો લગાવ્યા છે.વકીલ અલી કાશિફ દેશમુખના જણાવ્યા અનુસાર, સપના ગિલે આઈપીસીની કલમ 34, 120B, 144, 146, 148, 149, 323, 324, 351, 354, 509 હેઠળ કેસ દાખલ કર્યો છે. સપના સહિત આઠ લોકો પર પૃથ્વી શૉ સાથે દુર્વ્યવહાર કરવાનો, કાર પર હુમલો કરવાનો અને મામલો થાળે પાડવા માટે પૈસાની માંગ કરવાનો આરોપ છે. આ કેસમાં પોલીસે અગાઉ આઠ આરોપીઓને રિમાન્ડ પર લીધા હતા.

રિમાન્ડ પૂરા થતાં આરોપીઓને 20 ફેબ્રુઆરીએ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તમામ આઠ આરોપીઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. જે બાદ સપના ગિલ વતી જામીન અરજી દાખલ કરવામાં આવી હતી અને કોર્ટે સપના ગિલને રૂ.10,000ના અંગત બોન્ડ પર જામીન આપ્યા હતા. પોલીસ ફરિયાદ મુજબ, હંગામો ત્યારે થયો જ્યારે સપના ગિલ અને તેના મિત્ર શોભિત ઠાકુર સેલ્ફી લેવા માટે પૃથ્વી શૉનો સંપર્ક કર્યો. તે સમયે પૃથ્વી મુંબઈની એક હોટલમાં તેના મિત્રો સાથે ડિનર કરી રહ્યો હતો.

શરૂઆતમાં તેણે સેલ્ફી લીધી હતી. પરંતુ પાછળથી વધુ તસવીરોની માંગણી પર શોએ ના પાડી દીધી. શોએ કહ્યું કે તે તેના મિત્રો સાથે ડિનર કરવા આવ્યો હતો અને તે નથી ઈચ્છતો કે કોઈ તેને ડિસ્ટર્બ કરે. પરંતુ આ લોકો સંમત નહોતા થયા. જે બાદ પૃથ્વીના મિત્રએ હોટલ મેનેજરને ફોન કર્યો અને તે બાદ હોટલના મેનેજર ત્યાં આવ્યા પછી સપના અને તેના મિત્રોને ત્યાંથી જતા રહેવા કહ્યું અને જ્યારે પૃથ્વી અને તેના મિત્રો ડિનર બાદ હોટલની બહાર નીકળ્યા ત્યારે આરોપીને ત્યાં બેઝબોલ બેટ સાથે ઊભેલા જોયા.

પૃથ્વીના મિત્રની કારની આગળ અને પાછળની વિન્ડશિલ્ડ આરોપીઓએ તોડી નાખી હતી. જે બાદ પૃથ્વી શૉના મિત્રો તરફથી સપના ગિલ અને તેના મિત્રો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પૃથ્વી શૉની વાત કરીએ તો તે હાલમાં ટીમ ઈન્ડિયામાંથી બહાર ચાલી રહ્યો છે, હાલમાં જ તેને ન્યુઝીલેન્ડ સામેની ટી20 સીરીઝમાં સામેલ કરવામાં આવ્યો હતો. જોકે, તે પ્લેઇંગ-11માં સ્થાન મેળવી શક્યો ન હતો.

ઉલ્લેખનીય છે કે, સપના અને તેના 3 મિત્રોની 17 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. પૃથ્વીના મિત્ર આશિષે સપના પર 50,000 રૂપિયાની વસૂલાત માટે તેને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. જેને લઇને જામીન મળ્યા બાદ સપનાએ કહ્યું હતુ કે 50 હજાર શું છે, હું એક દિવસમાં 2 રીલ બનાવીને આટલી કમાણી કરી લઉ.

Shah Jina