સંગીત નાઇટમાં નતાશા સાથે ખૂબ થિરક્યો હાર્દિક પંડિયા, લગ્નની સાથે સાથે સંગીતનો પણ લુક હતો એકદમ રોયલ- જુઓ તસવીરો
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિકે આ વર્ષે વેલેન્ટાઇન ડેના દિવસે એટલે કે 14 ફેબ્રુઆરી 2023ના રોજ ક્રિશ્ચિયન અને હિંદુ રીતિ રિવાજો અનુસાર લગ્ન કર્યા હતા, જેની ઝલક હજી સુધી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
આ ઉપરાંત લગ્નના બધા ફંક્શનના નતાશાના યુનિક આઉટફિટ્સ અને અગસ્ત્યનું માતા-પિતાના લગ્નમાં સામેલ થવું એ બધાનું દિલ જીતી રહ્યુ છે. હાર્દિક-નતાશાએ વર્ષ 2020માં કોરોના મહામારી દરમિયાન કોર્ટ મેરેજ કર્યા હતા અને 30 જુલાઇ 2020ના રોજ તેમણે તેમના પહેલા બાળક તરીકે અગસ્ત્યનું આ દુનિયામાં સ્વાગત કર્યુ હતુ.
ત્યારે હવે કપલે વેલેન્ટાઇન ડે પર ધમાકેદાર પ્રી વેડિંગ સેરેમની બાદ ક્રિશ્ચિયન અને હિંદુ રીતિ રિવાજો અનુસાર લગ્ન કર્યા. બંને લગ્ન સેરેમનીની તસવીરો અને આ ઉપરાંત હલ્દી અને મહેંદીની તસવીરો હાર્દિકે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જે બાદ હવે તેણે કોકટેલ પાર્ટી એટલે કે સંગીત સેરેમનીની તસવીરો શેર કરી છે.
આ તસવીરોમાં તેમના આઉટફિટથી લઇને દિલ ખોલી ડાંસ કરવા સુધી અને લિપ લોક સુધી બધા યાદગાર મોમેન્ટ છે. આઉટફિટની વાત કરીએ તો, નતાશાએ સફેદ ચિકનકારી લહેંગો પહેર્યો હતો જેના પર મિરર વર્ક કરવામાં આવ્યુ હતુ. આ સાથે તેણે ફેધર શોલ્ડર સાથે જોડાયેલ શિમરી નેટ ડુપટ્ટા સાથે પેર કર્યુ હતુ. ડાયમંડ જ્વેલરી, ડેવી મેકઅપ અને ઓપન હેયરડૂ સાથે તેણે તેના લુકને કંપલીટ કર્યો હતો.
ત્યાં હાર્દિકે નેવી બ્લૂ કુર્તા સાથે મેચિંગ પેન્ટ અને હેવી એમ્બ્રોએડર્ડ જેકેટ પહેર્યુ હતુ. લગ્ન અને હલ્દી-મહેંદી સેરેમની સાથે સાથે કોકટેલ પાર્ટીનો લુક પણ ઘણો જ રોયલ હતો. એક તસવીરમાં કપલ હાથોમાં હાથ નાખી રોયલ એન્ટ્રી કરતા જોઇ શકાય છે. ત્યાં એક તસવીરમાં બંને લિપ લોક કરતા જોઇ શકાય છે, તો એક તસવીરમાં તેઓ ડાંસ કરતા જોવા મળી રહ્યા છે.
આ તસવીરો શેર કરવા સાથે હાર્દિકે કેપ્શન લખ્યુ છે- પૂરી લાઇફ માટે મારી ડાંસ પાર્ટનર. આ પહેલા નતાશા અને હાર્દિકની હલ્દી-મહેંદીની તસવીરો સામે આવી હતી. જેમાં કપલ યલો આઉટફિટમાં કુલ લાગી રહ્યુ હતુ. એ પહેલા કપલના હિંદુ લગ્નની તસવીરો સામે આવી હતી અને એ પહેલા ક્રિશ્ચિયન લગ્નની તસવીરો સામે આવી હતી.