ભારતના આ દિગ્ગજ ખેલાડી પર તૂટ્યો દુઃખોનો પહાડ, પિતાના નિધનથી તૂટી ગયો ક્રિકેટર..

ટીમ ઇન્ડિયાના ખેલાડી માથે તૂટ્યો દુઃખોનો પહાડ, પિતાના નિધન બાદ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાંથી થઇ શકે છે બહાર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ બોર્ડર ગાવસ્કર ટ્રોફી અંતર્ગત ટેસ્ટ સિરીઝ  ચાલી રહી છે. જેમાં ભારતીય ટીમ પણ ખુબ જ  ફોર્મમાં છે. ભારતે પહેલી બંને ટેસ્ટમાં કાંગારૂઓને જબરદસ્ત હારનો સ્વાદ ચખાડ્યો છે, ભારતની આ બંને જીત માટે બોલરોએ ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ત્યારે હાલ ભારતીય ટીમના ચાહકો માટે એક ખુબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે.

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર ઉમેશ યાદવના પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. ઉમેશ યાદવના પિતાનું બુધવારે 22 ફેબ્રુઆરીના રોજ નિધન થયું હતું. તેઓ 74 વર્ષના હતા. ઉમેશ યાદવના પિતા છેલ્લા કેટલાક મહિનાઓથી બીમાર હતા. તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની તબિયતમાં સુધારો ન થતાં તેમને ઘરે લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

ઉમેશ યાદવ હાલમાં ભારતીય ટેસ્ટ ટીમમાં છે, જે ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર સિરીઝ રમી રહ્યો છે. ઉમેશ યાદવના પિતાના નિધન બાદ તે બોર્ડર ગાવસ્કર શ્રેણીનો ભાગ બને તેવી શક્યતા નથી. તે ટૂંક સમયમાં ટીમની બહાર થઈ શકે છે. ઉમેશ યાદવ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શક્યો ન હતો અને સ્પિન ફ્રેન્ડલી પિચોને જોતા એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે આગળની મેચોમાં પણ જગ્યા બનાવી શકશે નહીં. તે તેના પિતાના અંતિમ સંસ્કાર માટે જલ્દી જ ઘરે જવા રવાના થઈ શકે છે.

ઉમેશના પિતા તિલક યાદવ યુવાનીમાં પ્રખ્યાત કુસ્તીબાજ હતા. તે ઉત્તર પ્રદેશના પદ્રૌના જિલ્લાના પોકરભીંડા ગામના રહેવાસી હતા. વેસ્ટર્ન કોલ ફિલ્ડ્સમાં તેમની નોકરીને કારણે, તેઓ નાગપુર જિલ્લાના ખાપરખેડા સ્થિત વાલની ખાણમાં તેમના પરિવાર સાથે રહેતા હતા. તિલક યાદવ પોતાની પાછળ એક મોટો પરિવાર છોડી ગયા છે. તિલક યાદવને ત્રણ પુત્રો કમલેશ, ક્રિકેટર ઉમેશ, રમેશ અને એક દીકરી છે. તેમના અંતિમ સંસ્કાર નાગપુર જિલ્લાના કોલાર નદી ઘાટ પર કરવામાં આવ્યા હતા.

ઉમેશ યાદવ 35 વર્ષથી ટેસ્ટ ટીમનો નિયમિત ભાગ છે પરંતુ તેને હાલના સમયમાં ઘણી તક મળી નથી. ઉમેશે ભારત માટે અત્યાર સુધીમાં 54 ટેસ્ટ, 75 વનડે અને નવ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટ મેચોમાં ઉમેશે 30.20ની એવરેજથી 165 વિકેટ લીધી છે. આ દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 88 રનમાં છ વિકેટ રહ્યું છે. આ સિવાય ઉમેશે વનડેમાં 106 અને T20 ઈન્ટરનેશનલમાં 12 વિકેટ ઝડપી છે. ઉમેશે ભારત માટે તેની છેલ્લી મેચ ગયા વર્ષે ડિસેમ્બરમાં બાંગ્લાદેશ સામે રમી હતી.

Niraj Patel