ટીમ ઈન્ડિયાનો આ દિગ્ગજ ક્રિકેટરે સીનીયરને સાળો બનાવી દીધો, ના પડી તો પણ બહેનને પટાવીને કર્યા લગ્ન, જુઓ તસવીરો

બોલીવુડના સેલેબ્સની જેમ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ ખુબ જ જાણીતા છે. હાલ ભારતીય વન-ડે ટીમની સુકાન કપ્તાન રોહિત શર્માના હાથમાં છે અને રોહિત શર્માની વિસ્ફોટક બેટિંગ વિશે તો આપણે બધા જાણીએ જ છીએ. પરંતુ રોહિત તેની રમત જ નહિ તેના અંગત જીવનને લઈને પણ ખુબ જ ચર્ચામાં રહેતો હોય છે. એક સમય એવો પણ હતો જયારે રોહિત શર્માને ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ખેલાડી યુવરાજ સિંહે ધમકી આપી હતી.

ક્રિકેટની જેમ રોહિતની લવસ્ટોરી પણ ઘણી રોમાંચક છે. તે 2007માં તેની પત્ની રિતિકા સજદેહને મળ્યો હતો. 8 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ 2015માં લગ્ન કર્યા હતા. રોહિત અને રિતિકાની લવસ્ટોરી સાથે યુવરાજ સિંહનું કનેક્શન છે. યુવરાજ સાથેની એક જાહેરાતના શૂટિંગ દરમિયાન રોહિત શર્મા રિતિકાને મળ્યો હતો. ત્યારબાદ તેને અનુભવી ઓલરાઉન્ડર તરફથી ધમકીઓ પણ મળી હતી.

આ વાતનો ખુલાસો હિટમેને એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો. તેણે પ્રખ્યાત સ્પોર્ટ્સ એન્કર ગૌરવ કપૂરને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે 2007માં તે યુવરાજ સાથે એક જાહેરાત શૂટ કરવા ગયો હતો. તેણે રીતિકાને ત્યાં પહેલીવાર જોઈ. તે દરમિયાન યુવરાજે રીતિકાને તેની બહેન કહીને રોહિતની ક્લાસ લગાવી હતી અને દૂર રહેવાની ધમકી આપી હતી.

રોહિતે ‘ઓક્ટ્રી સ્પોર્ટ્સ’ યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “હું 20 વર્ષની ઉંમરે શૂટિંગ માટે ગયો હતો. તેમાં યુવરાજ સિંહ અને ઈરફાન પઠાણ પણ હતા. હું યુવરાજને મળવા ગયો. પહેલા સિનિયર ખેલાડીને મળવું પડશે. મેં યુવરાજ સિંહને હેલો કહ્યું હતું. તે સમયે રીતિકા પણ ત્યાં જ બેઠી હતી. યુવી પાએ મને કહ્યું કે “તે મારી બહેન છે તેની સામે જોતો પણ નહિ. આખા શૂટ દરમિયાન હું રીતિકાને ગુસ્સાથી જોઈ રહ્યો હતો. કહેતો હતો કે આ કોણ છે, આટલું અભિમાન કેમ છે.

રોહિતે વધુમાં કહ્યું, “જ્યારે મારો શોટ આવી રહ્યો હતો ત્યારે હું નર્વસ હતો. મને ખબર ન હતી કે શું કરવું. પછી હું એટલો નર્વસ હતો કે મને ખબર ન હતી કે શું થશે. તે યોગ્ય રીતે થશે કે નહીં. શૂટિંગ પછી ડાયરેક્ટર મારી પાસે આવ્યા અને કહ્યું કે સર, તમારું માઈક બંધ છે, તેથી કંઈ રેકોર્ડ થઈ શક્યું નથી. આપણે તેને ફરીથી કરવું પડશે. હું ફરીથી શોટ આપવા ગયો ત્યારે રીતિકા ત્યાં હતી. તેણે મને કહ્યું કે જો કોઈ મદદની જરૂર હોય તો મને કહેજો. આ અમારી પ્રથમ વાતચીત હતી. એ પછી અમે ગાઢ મિત્રો બની ગયા. પછી તેણે મને મેસેજ કરવાનું શરૂ કર્યું. અમે ઘણી વખત સાથે શૂટ કર્યું. પછી અમે સાથે થયા અને 2015માં લગ્ન કરી લીધા.”

Niraj Patel