સ્ટાર ઓલરાઇન્ડર અક્ષર પટેલનું 5 વર્ષ જૂનું સપનું થયું પૂર્ણ, પત્ની મેહા સાથે મહાકાલના ચરણોમાં ઝુકાવ્યુ માથું.. જુઓ દર્શન કર્યા બાદ શું કહ્યું ? જુઓ વીડિયો

લગ્ન બાદ પહેલીવાર પત્ની સાથે મહાકાલના દર્શન કરવા માટે પહોંચ્યો અક્ષર પટેલ, સવારની ભસ્મ આરતીમાં લીધો ભાગ.. જુઓ તસવીરો

ભારતીય ટીમના સ્ટાર ઓલરાન્ડર અક્ષર પટેલ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. તે બોલિંગ ઉપરાંત બેટિંગથી પણ દર્શકોના દિલ જીતી લીધા છે. ત્યારે અક્ષર પટેલ ગયા મહિને જ લગ્નના બંધનમાં પણ બંધાયો હતો, જેને લઈને પણ તે ચર્ચામાં આવ્યો હતો. અક્ષર પટેલે તેની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ અને મંગેતર મેહા પટેલ સાથે સાત ફેરા ફર્યા હતા.

ત્યારે અક્ષર પટેલ આજે એટલે કે સોમવારે સવારે પત્ની મેહા પટેલ સાથે ભસ્મ આરતીમાં હાજરી આપવા માટે મહાકાલ મંદિર પહોંચ્યા હતા. અહીં તેણે ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો અને ભગવાન મહાકાલના આશીર્વાદ લીધા હતા. અક્ષર પટેલ અને મેહા ગયા મહિને જ લગ્નના બંધનમાં બંધાયા હતા. લગ્ન બાદ આ કપલ પહેલીવાર બાબા મહાકાલના દર્શન કરવા ઉજ્જૈન પહોંચ્યા હતા.

બંનેએ લગભગ બે કલાક સુધી મહાકાલ મંદિરના નંદી હોલમાં બેસીને સવારે ચાર વાગ્યે યોજાનારી ભસ્મ આરતીના દર્શનનો લાભ લીધો હતો. મહાકાલ મંદિરમાં પંડિત યશ પૂજારીએ અક્ષર પટેલ અને મેહાએ ગર્ભગૃહમાં બાબા મહાકાલની પૂજા અને અભિષેક કરાવ્યા હતા. ભસ્મ આરતીમાં હાજરી આપી ભગવાનની પૂજા અર્ચના કર્યા બાદ ક્રિકેટર અક્ષર પટેલે કહ્યું કે આજે બાબા મહાકાલની ભસ્મ આરતીનું મારું પાંચ વર્ષ જૂનું સપનું પૂરું થયું છે.”

તેને એમ પણ કહ્યું કે, “આ પહેલા પણ હું બાબા મહાકાલની ભસ્મ આરતી જોવા આવ્યો હતો, પરંતુ તે સમયે થોડો વિલંબ થતાં , મારે સવારે સાત વાગ્યે યોજાનારી આરતીમાં હાજરી આપવાની થઇ. અક્ષરે કહ્યું કે હું ઘણા વર્ષોથી ભસ્મ આરતી જોવા માંગતો હતો, આજે સારો સોમવાર છે અને મારા લગ્ન થોડા દિવસ પહેલા જ થયા છે, તેથી જ હું બાબા મહાકાલના આશીર્વાદ લેવા આવ્યો છું. તેણે કહ્યું કે બાબા મહાકાલની ભસ્મ આરતી જોઈને તેને રાહત થઈ છે. તેમની ઈચ્છા મુજબ દર્શન થયા.

તમને જણાવી દઈએ કે, રવિવારે ક્રિકેટર કેએલ રાહુલ પત્ની અને અભિનેત્રી આથિયા શેટ્ટી સાથે બાબા મહાકાલના દર્શન કરવા પહોંચ્યા હતા. આથિયા અને રાહુલે બાબા મહાકાલની ભસ્મ આરતીમાં પણ હાજરી આપી હતી અને બાદમાં ગર્ભગૃહમાં બાબાના જલાભિષેક કરીને આશીર્વાદ લીધા હતા.

Niraj Patel