વિરાટ અને અનુષ્કાએ ખરીદ્યું હતું ઘર, મુંબઈમાં આ જગ્યાએ પ્રકૃતિને જોઈને મોહિત થઇ ગયો ક્રિકેટર… કિંમત સાંભળીને હોશ ઉડી જશે.. જુઓ
ભારતીય ટીમના ભૂતપૂર્વ કપ્તાન અને ધાકડ બેટ્સમેન વિરાટ કોહલી તેની રમતને લઈને હંમેશા ખુબ જ ચર્ચામાં રહેતો હોય છે. તેનું ફેન ફોલોઇંગ દુનિયાભરમાં ફેલાયેલું છે અને તેના જીવન પર પણ ચાહકો સતત નજર રાખતા હોય છે. ત્યારે હાલ વિરાટ કોહલી ફરીવાર ચર્ચામાં આવ્યો છે અને આ વખતે તે તેની રમતને લઈને નહિ પરંતુ તેને ખરીદેલા એક આલીશાન ઘરના કારણે આવ્યો છે.
વિરાટ કોહલીએ મુંબઈમાં બીજું ઘર ખરીદ્યું છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં રમી રહેલા આ ડેશિંગ બેટ્સમેને ઈન્દોર ટેસ્ટ પહેલા અલીબાગમાં લક્ઝરી બંગલો ખરીદ્યો છે. વિરાટ કોહલીએ એક દિવસ પહેલા 23 ફેબ્રુઆરીએ મુંબઈના અલીબાગ વિસ્તારમાં 2000 ચોરસ ફૂટનો વિલા ખરીદ્યો છે. કોહલીના આ લક્ઝરી બંગલાની કિંમત 6 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
મુંબઈના આ લક્ઝરી વિસ્તારમાં કોહલીની આ બીજી પ્રોપર્ટી છે. આ પહેલા લગ્ન બાદ કોહલી અને પત્ની અનુષ્કા શર્માએ મુંબઈના વર્લી વિસ્તારમાં આવેલા ઓમકાર ટાવર્સમાં ઘર ખરીદ્યું હતું. અલીબાગ સ્થિત વિરાટની આ મિલકત પણ અદ્ભુત છે. એક રિપોર્ટ અનુસાર એડવોકેટ મહેશ મ્હાત્રેએ જણાવ્યું કે કોહલીને આ બંગલો તેની પ્રાકૃતિક સુંદરતાના કારણે પસંદ છે.
મહેશ મ્હાત્રે આવાસ લિવિંગ અલીબાગ એલએલપીના કાનૂની સલાહકાર છે. તેણે કહ્યું કે વિરાટ કોહલીના ભાઈ વિકાસ કોહલીએ સબ-રજિસ્ટ્રાર ઓફિસમાં ઔપચારિકતા પૂરી કરી. કોહલીએ 36 લાખની સ્ટેમ્પ ડ્યુટી ભરી છે. અહીં વિરાટને 400 સ્ક્વેર ફૂટનો સ્વિમિંગ પૂલ પણ મળશે. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝમાં ભારતે 2-0થી લીડ મેળવી લીધી છે. તેણે નાગપુર અને દિલ્હી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમને ખરાબ રીતે હરાવ્યું હતું.
તેમણે કહ્યું કે વિરાટ કોહલી હાલમાં ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા સાથે છે. આવી સ્થિતિમાં તેમની ગેરહાજરીમાં ભાઈએ આખી પ્રક્રિયા પૂરી કરી. અલીબાગમાં કોહલીની આ બીજી પ્રોપર્ટી છે. વિરાટ કોહલી અને પત્ની અનુષ્કા શર્માએ 1લી સપ્ટેમ્બર 2022ના રોજ ગિરાડ ગામમાં 36,059 ચોરસ ફૂટનું આલીશાન ફાર્મહાઉસ 19.24 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. તે સમયે પણ વિરાટના ભાઈએ આખી પ્રક્રિયા પૂરી કરી હતી.