માતાની ખબર પૂછવા આવેલા પૂ. મોરારી બાપુ માટે સાઈરામ દવેએ કહ્યું, “મા તું કેવી ભાગ્યશાળી ! અમારે બાપુના દર્શનાર્થે છેક તલગાજરડા જવું પડે અને તારા માટે બાપુ ઘરે પધારે!
ગુજરાતની ધરતી સંતો, મહંતો અને કલાકારોની ભૂમિ છે. આ ધરતી પર ઘણા બધા ખ્યાતનામ કલાકારો થઇ ગયા અને તેમને પોતાની પ્રતિભાથી દુનિયાભરમાં એક મોટું નામ બનાવ્યું છે. એવા જ એક શિક્ષક, હાસ્યકલાકાર, લોકસાહિત્યકાર અને લેખક સાઈરામ દવે પણ આજે આખા ગુજરાતનું એક જાણીતું નામ બની ગયું છે.
સાઈરામ દવેને પણ ચાહકો દ્વારા ખુબ જ પ્રેમ મળતો રહે છે. ત્યારે હાલમાં જ સાઈરામ દવેના ઘરે પ.પૂ. મોરારી બાપુએ પધરામણી કરી હતી. જેની તસવીરો સાઈરામ દવેએ પોતાના સોશિયલ મીડિયા દ્વારા શેર કરી છે અને તે ખુબ જ વાયરલ પણ થઇ રહી છે. સાઈરામ દવેના માતૃશ્રીના ખબર અંતર પૂછવા માટે મોરારી બાપુ તેમના ઘરે પધાર્યા હતા.
આ તસવીરો શેર કરવાની સાથે સાઈરામ દવેએ કેપશનમાં લખ્યું છે, “તુ વિનાના હેતનો દરિયો એટલે બાપુ…! પ્રિય મોરારીબાપુ ગઈકાલે મારા માતૃશ્રીની તબિયત પૂછવા ઘરે પધાર્યા. તેમના હૈયામાંથી અસ્ખલિત વહેતા કરુણાના ઝરણાને વંદન! સદીના મહાપુરુષ આંગણ આવ્યા એ જ જીવનની ધન્યતા.”
તેમને આગળ એમ પણ જણાવ્યું કે, “મા તું કેવી ભાગ્યશાળી ! અમારે બાપુના દર્શનાર્થે છેક તલગાજરડા જવું પડે અને તારા માટે બાપુ ઘરે પધારે! પુ. બાપુની અમી ભરેલી આંખોને વંદન. સમગ્ર દવે પરિવાર પાસે બાપુને પોંખવા માટે અશ્રુ સિવાય કશું નહોતું! જે સીયારામ.” ત્યારે તેમની આ પોસ્ટ હવે વાયરલ થઇ રહી છે અને ચાહકો બાપુને વંદન કરી રહ્યા છે.
તમને જાણવી દઈએ કે મૂળ ગોંડલ શહેરના સાંઈરામ દવેનો જન્મ 7 ફેબ્રુઆરી, 1977ના રોજ વિષ્ણુપ્રસાદ દવે તથા સરોજબેનને ત્યાં જામનગરમાં થયો. તેમના પિતા પ્રાચીન ભજનિક તેમજ નિવૃત શિક્ષક છે. તેમજ માતા પણ નિવૃત શિક્ષિકા છે. સાંઈરામનું વતન અમરનગર છે. પિતાને આકાશવાણી તેમજ ભજનના કાર્યક્રમોમાં ગાતા જોઈ તેઓ પણ સંગીત તરફ આકર્ષાયા. 2001માં સાંઈરામના લગ્ન ઝંખના ત્રિવેદી સાથે થયા હતા. ધ્રુવ અને ધર્મરાજ સાંઈરામના બે સંતાનો છે.