કોઈ ફિલ્મો કરતા જરા પણ કમ નથી ક્રિકેટ ટીમના આ સ્ટાર ફાસ્ટ બોલરની પ્રેમ કહાની, 1-2 નહિ પણ આટલી વાર કર્યું પ્રપોઝ, ત્યારે જઈને પડ્યો મેળ

આ મોટી હસ્તીએ શેરીની છોકરી સાથે ક્રિકેટરનું ઇલુ ઇલુ, પરિવારને ખબર પડી ગઈ તો થઈ બબાલ, જાણો રસપ્રદ લવ કહાની

હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને સામાન્ય માણસની સાથે સાથે સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. હાલમાં જ ક્રિકેટર કે એલ રાહુલ સુનિલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટી સાથે લગ્નના બંધનમાં બંધાયો તો અક્ષર પટેલ પણ મેહા પટેલ સાથે લગ્નના બંધનમાં બંધાયો હતો. તેમની લવ સ્ટોરી પણ જગ જાહેર છે.

ત્યારે આજે અમે તમને એક એવા ક્રિકેટરની લવ સ્ટોરી વિશે જણાવીશું જે કોઈ ફિલ્મોની કહાની કરતા જરા પણ કમ નથી. અમે વાત કરી રહ્યા છે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર ભુવનેશ્વર કુમારની. ભુવનેશ્વર અને તેની પત્ની નુપુર નાગરની લવસ્ટોરી ઘણી ચર્ચામાં રહી છે. પરંતુ બહુ ઓછા ચાહકો જાણતા હશે કે ભુવીએ નૂપુરને ત્રણ વખત પ્રપોઝ કર્યું હતું.

આ બંનેની વાર્તા થોડી ફિલ્મી છે. ભુવી અને નુપુર બાળપણના મિત્રો હતા. બંનેએ 2017માં તેમની મિત્રતાને લગ્નમાં પરિવર્તિત કરી હતી. આ પછી નુપુર અને ભુવી નવેમ્બર 2021માં પેરેન્ટ્સ બન્યા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભુવીએ પત્નીને મનાવવા માટે ત્રણ વખત પ્રપોઝ કર્યું હતું. ભુવનેશ્વર કુમારે એક યુટ્યુબ શોમાં કહ્યું હતું કે નૂપુર તેમની કોલોનીમાં જ રહેતી હતી. પરંતુ તેમના પરિવારને તેમના પ્રેમ વિશે ખબર ન હતી.

આ કારણથી તેને એ ડર હતો કે વાત બધા સુધી ન પહોંચે. બંને છુપાઈને મળતા હતા. તેઓ એકબીજાને ડેટ કરવા લાગ્યા અને નજીક આવતા ગયા. આ પછી બંનેએ તેમના પરિવારજનોને જણાવ્યું અને તેમની સંમતિથી લગ્ન કરી લીધા. મેરઠના ગંગાનગરમાં રહેતી નુપુર ભુવનેશ્વર કુમારની પાડોશી હતી. બંનેના પિતા પોલીસમાં નોકરી કરતા હતા. તેમનું પ્રારંભિક શિક્ષણ દેહરાદૂનમાં થયું હતું. આ પછી નૂપુરે મેરઠથી 12મું અને નોઈડાથી B.Tech પૂર્ણ કર્યું. નૂપુર વ્યવસાયે એન્જિનિયર છે.

ભુવનેશ્વર કુમારે એકવાર ક્રિકબઝ શો સ્પાઈસી પીચમાં વાત કરતી વખતે એક ખૂબ જ રસપ્રદ કિસ્સો કહ્યો હતો. તેણે જણાવ્યું કે કેવી રીતે તેની પત્નીએ તેનું ફેસબુક એકાઉન્ટ હેક કર્યું. ભુવીએ કહ્યું હતું કે, ‘એકવાર નુપુરે મને મારો ફેસબુક પાસવર્ડ પૂછ્યો હતો. બીજા દિવસે તેણે મને નવો પાસવર્ડ કહ્યો. તેણે મારું એકાઉન્ટ હેક કર્યું. ત્યારથી હું ફેસબુકનો ઉપયોગ કરતો નથી.

ભુવનેશ્વર કુમારનો જન્મ 5 ફેબ્રુઆરી 1990ના રોજ ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં થયો હતો, તેને નાનપણથી જ ક્રિકેટ રમવાનો શોખ હતો. 2012માં તેણે ટી20 ફોર્મેટમાં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. તેણે પાકિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. આ પછી, થોડા મહિનામાં, તેણે ત્રણેય ફોર્મેટમાં ભારત માટે ડેબ્યૂ કર્યું.

Niraj Patel