બે વર્ષનો થયો કરીના-સૈફનો નાનો દીકરો જેહ, પરિવાર અને મિત્રો સાથે મળી કરીના-સૈફે આવી રીતે સેલિબ્રેટ કર્યો છોટે નવાબનો બર્થ ડે

કરીના કપૂરના લાડલાના બર્થ ડે પર હતો આવો માહોલ, સુંદર ડ્રેસમાં જોવા મળી કરીનાના લાડલાની ક્યુટનેસ- જુઓ ફોટા

બોલિવુડના પટૌડી પરિવારની વહુ કરીના કપૂર ખાન અને નવાબ સૈફ અલી ખાનના બંને દીકરા તૈમુર અને જેહ જ્યારે પણ પેપરાજીના કેમેરામાં સ્પોટ થાય છે, ત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ લાઇમલાઇટ લૂંટે છે. કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો છોટે નવાબ જહાંગીર અલી ખાન એટલે કે જેહ 21 ફેબ્રુઆરીએ બે વર્ષનો થઇ ગયો છે.

જેહનો બીજો જન્મદિવસ કરીના અને સૈફે પોતાના ઘરે પરિવાર અને મિત્રો સાથે ધામધૂમથી સેલિબ્રેટ કર્યો, જેની કેટલીક તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા. કરીના કપૂરની નણંદ સબા અલી ખાન અને સોહા અલી ખાને વીડિયો અને તસવીરો શેર કરી છે. સેલિબ્રેશનનો ચાર્મ જોવા મળે છે.જેહના બર્થ ડે પર બલૂનથી ડેકોરેશન કરવામાં આવ્યુ હતુ અને ખાસ કેક પણ મંગાવવામાં આવી હતી.

બર્થ ડે પાર્ટીમાં સોહા અલી ખાન, કુણાલ ખેમુ, અંગદ બેદી અને કરિશ્મા કપૂર સહિત અનેક સામેલ થયા હતા. સોહાએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં કરિશ્મા અને કરીના ઘરની છત પર બનેલ પુલ પાસે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે, બંને કેઝ્યુઅલ લુકમાં જોવા મળી રહ્યા છે અને બેકગ્રાઉન્ડમાં બેરી સ્ટાઇલ્સનું હિટ સિંગલ એજ ઇટ વાજ વાગી રહ્યુ છે. સોહા અલી ખાને વીડિયો શેર કરતા એક ફની કેપ્શન પણ આપ્યુ હતુ.

તેણે લખ્યુ- જો આજે રાત્રે તમે આકાશમાં કોઇ અજાણી વસ્તુ જુઓ છો તો તમે હવે જાણો છો…જણાવી દઇએ કે, બર્થ ડે પાર્ટીમાં અંગદ તેના બાળકો સાથે સામેલ થયો હતો. ઉલ્લેખનીય છે કે, 21 ફેબ્રુઆરીએ જેહને મમ્મી કરીના સાથે નાના રણધીર કપૂરના ઘરે સ્પોટ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેણે જે કપડા પહેર્યા હતા, તે ઘણા સુંદર લાગી રહ્યા હતા.

ત્યાં માસી કરિશ્મા કપૂર, ફોઇ સબા અલી ખાન, સોહા અલી ખાન, ફુઆ કુણાલ ખેમુ તેમજ અન્ય ઘણા લોકોએ જેહને બર્થ ડે વિશ કરતી તસવીરો પોસ્ટ કરી હતી, જેમાં તેના અલગ અલગ અને ક્યુટ અવતાર જોવા મળ્યા હતા, જે ચાહકોનું દિલ જીતી રહ્યા હતા. 2 વર્ષનો થયેલ જેહ નાના સાથે તેમના ઘરે બર્થ ડે સેલિબ્રેટ કરવા પોહંચ્યો હતો. આ દરમિયાન તેણે સ્કાય બ્લૂ કલરના કપડા પહેર્યા હતા.

પ્રિંટેડ ટી શર્ટ સાથે મેચિંગ હાફ પેંટ્સમાં તે ઘણો ક્યુટ લાગી રહ્યો હતો. જો કે, આ દરમિયાન જેહ પેપરાજી સામે હાથ હલાવતો પણ જોવા મળ્યો હતો. દીકરાને બર્થ ડે વિશ કરતા કરીનાએ એવી તસવીરો શેર કરી હતી જેમાં તે કામ પર જેહને સંભાળતી જોવા મળી હતી. બ્લૂ પફર જેકેટમાં જેહ મમ્મીના ખોળામાંથી ઊબો થવા નહોતો માગતો,

જેનો ઉલ્લેખ બેબોએ પોસ્ટમાં કર્યો હતો. પફર જેકેટ અને બ્લૂ જીન્સમાં જેહ ઘણો ક્યુટ લાગી રહ્યો હતો અને એક તસવીરમાં તે મોં બનાવતો પણ જોવા મળી રહ્યો હતો. કરિશ્માએ પણ જેહને વિશ કરતી એક તસવીર શેર કરી હતી, જેમાં જેહ બ્લી ડંગરીમાં જોવા મળી રહ્યો હતો, અને આ સાથે વ્હાઇટ ટી શર્ટ પહેરી હતી.

કરીનાની નણંદ સબાએ પણ જેહે બર્થ ડે વિશતી તસવીરો શેર કરી જેમાં 2 વર્ષનો જેહ કાર પર બેસેલો જોવા મળ્યો. ચેક પ્રિંટ શર્ટ અને ડેનિમ શોર્ટ્સમાં જેહની ક્યુટનેસ જોવાલાયક હતી. બીજી બાજુ ડાર્ક અને સ્કાઇલ બ્લૂ સ્વેટર સાથે તે રોયલ બ્લૂ શોર્ટ્સ ક્યુટ લાગી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Soha (@sakpataudi)

Shah Jina