હનીમુન મનાવી પરત ફરેલી કિયારા અડવાણી પાસે જોવા મળી એટલી મોંઘી વસ્તુ કે કિંમત જાણી હોંશ ઉડી જશે

નાનકડા પર્સ પર કિયારાએ ખર્ચ કરી દીધા એટલા રૂપિયા કે તમે ફરી આવશો વિદેશ, જુઓ ફોટા

બોલિવુડના લવ બર્ડ્સ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી હવે બોલિવુડના ફેવરેટ અને પરફેક્ટ કપલ બની ગયા છે. બંનેએ 7 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનની જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં એક ટ્રેડિશનલ વેડિંગ ફંક્શનમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. કિયારા અને સિદ્ધાર્થને હાલમાં જ મુંબઇ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન બંનેનો લુક સિંપલ પણ સ્ટાઇલિશ હતો. સિદ્ધાર્થ જ્યાં વ્હાઇટ ટ્રાઉઝર સાથે પર્પલ ટી શર્ટમાં જોવા મળ્યો તો કિયારા વ્હાઇટ પેન્ટ સાથે વ્હાઇટ સ્પેરિટીમાં જોવા મળી.

આ ડ્રેસ સાથે કિયારાએ માથા પર કલરફુલ હેરબેન્ડ, ચહેરા પર ગોગલ્સ કેરી કર્યા હતા. આ બંનેને એકસાથે જોઇ પેપરાજીઓ એકબાદ એક તસવીરો ક્લિક કરવા લાગ્યા. આ દરમિયાનના ઘણા ફોટોઝ સામે આવ્યા છે, જેમાં કપલનો સ્ટાઇલિશ લુક જોવા મળી રહ્યો છે. જો કે, આ દરમિયાન બધાની નજર કિયારાના નાના ગોલ્ડન પર્સ પર પડી. આ પર્સને તેણે ખભા પરથી ક્રોસમાં ટીંગાળ્યુ હતુ. તમને જણાવી દઇએ કે, મામૂલી દેખાનાર આ પર્સની કિંમત હાલમાં ચર્ચામાં બનેલી છે.

કિયારાની આ મામૂલી ગોલ્ડન સ્લિંગ બેગની કિંમત લોકોના હોંશ ઉડાવી રહી છે. આ ગોલ્ડન સ્લિંગ બેગ લગ્ઝરી બ્રાંડ પ્રાદાનું છે, જે ટ્રાયંગલ સૈફિયાને લેધર શોલ્ડર બેગ છે. રીપોર્ટ્સ અનુસાર, કિયારાનુ આ સ્લિંગ બેગ લગભગ 2 લાખ 32 હજારનું છે. આ નાના સ્લિંગ બેગની કિંમત જાણી ચાહકો શોક્ડ છે. જણાવી દઇએ કે, સિદ્ધાર્થ અને કિયારાએ 7 ફેબ્રુઆરીના રોજ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં સાત ફેરા લીધા હતા.

ગ્રેન્ડ વેડિંગ બાદ ન્યુલી વેડ કપલ 8 ફેબ્રુઆરીએ જેસલમેરથી દિલ્લી પહોંચ્યુ હતુ અને ત્યાં દુલ્હા-દુલ્હનનું સિદ્ધાર્થના પરિવાર દ્વારા ગ્રેન્ડ વેલકમ કરવામાં આવ્યુ હતુ. દિલ્લી પહોંચ્યા બાદ ન્યુલી વેડ સિદ્ધાર્થ અને કિયારા માટે ઇંટીમેટ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતુ અને તે બાદ કપલ 12 ફેબ્રુઆરીએ મુંબઇ પરત ફર્યુ હતુ. 12 ફેબ્રુઆરીએ રાત્રે કપલે ઇન્ડસ્ટ્રીના મિત્રો માટે ગ્રેન્ડ રિસેપ્શન પાર્ટી રાખી હતી, જેમાં બોલિવૂડની તમામ હસ્તીઓએ ધૂમ મચાવી હતી.

કપલના લગ્નમાં પરિવાર અને કેટલાક નજીકના મિત્રોએ હાજરી આપી હતી. જેમાં કરણ જોહર, મનીશ મલ્હોત્રા, શાહિદ કપૂર-મીરા કપૂર, જૂહી ચાવલા, ઇશા અંબાણી-આનંદ પિરામલ સહિત કેટલાક નામ સામેલ છે. સિદ્ધાર્થ અને કિયારાએ લગ્ન બાદ કેટલીક તસવીરો પણ તેમના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી હતી, જેના કેપ્શનમાં તેમણે લખ્યુ હતુ કે- હવે અમારી પરમનેન્ટ બુકિંગ થઇ ગઇ છે, આગળની જર્ની માટે તમારો પ્રેમ અને આશીર્વાદની જરૂરત છે. કિયારા અને સિદ્ધાર્થના પ્રી વેડિંગ ફંક્શનથી લઇ લગ્ન અને રિસેપ્શન સુધીના બધા જ લુક ખૂબ જ ખાસ હતા.

Shah Jina