વધુ એક ગુજરાતી અભિનેત્રી બંધાઇ લગ્નના તાંતણે, પ્રી વેડિંગ, વેડિંગ અને પોસ્ટ વેડિંગ સેરેમનીની તસવીરો કરી શેર
દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને આ માહોલમાં સામાન્ય માણસ સાથે સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. ત્યારે બોલીવુડની જેમ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણા સેલેબ્સના ઘરે શરણાઈના સૂર રેલાઈ રહ્યા છે. આ ક્રમમાં હાલમાં જ એક ખ્યાતનામ ગુજરાતી અભિનેત્રી લગ્નના બંધનમાં બંધાઈ છે.
ફિલ્મ “રાડો” દ્વારા ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરનારી અને જેના આભિનયની લોકોએ ખુબ જ પ્રશંસા કરી હતી તે નિકિતા શર્મા હવે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. નિકિતાએ રાડો ફિલ્મમાં એક સાધ્વીના રૂપમાં “માધવી”નું પાત્ર ભજવ્યું હતું અને તેનો “જય કવંતા” ડાયલોગ લોકોના મોઢા પર રમતો પણ જોવા મળ્યો હતો.
નિકિતા શર્માએ મોહિત મહેતા સાથે સાત ફેરા ફર્યા છે. નિકિતાના ઇન્સ્ટાગ્રામ પર લગ્નની ઘણી બધી તસવીરો જોવા મળી રહી છે. જેમાં લગ્ન સમય દરમિયાન આ કપલ ખુબ જ ખુશ ખુશાલ જોવા મળી રહ્યું છે. તેમની તસવીરો પર ચાહકો હવે પ્રેમ પણ વરસાવી રહ્યા છે અને સુખી લગ્ન જીવનની શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે.
નિકિતાની બીજી ગુજરાતી ફિલ્મ “ફક્ત મહિલાઓ માટે” હતી. જેમાં તેણે એક ડોક્ટર તરીકેની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મમાં પણ નિકિતાની ભૂમિકાને ખુબ જ પસંદ કરવામાં આવી હતી. પરંતુ રાડો ફિલ્મમાં તેના “માધવી”ના અભિનયે ચાર ચાંદ લગાવી દીધા હતા. આ ફિલ્મમાં તેનો અભિનય ખુબ જ શાનદાર હતો.
ગુજરાતી ફિલ્મો ઉપરાંત નિકિતાએ બોલીવુડ ફિલ્મ “ધ હિમાલિયન ડાયરીઝ”માં પણ કામ કર્યું હતું. જે વર્ષ 2019માં આવી હતી. આ ફિલ્મમાં તેણે દીવા સીંગનું પાત્ર નિભાવ્યું હતું. આ ઉપરાંત તેણે 2017માં આવેલી શોર્ટ ફિલ્મ “રે લાઈવ”માં અને ટીવી સિરીઝ “આઝાદ”માં પણ કામ કર્યું છે.
નિકિતા દ્વારા શેર કરવામાં આવેલી પહેલી તસવીરમાં જોઈ શકાય છે કે મોહિત અને નિકિતા લગ્ન મંડપમાં ઉભા છે અને નિકિતા આ દરમિયાન ખુબ જ ખુશ દેખાઈ રહી છે. તો અન્ય તસ્વીરમાં નિકિતા અને મોહિત બંને પીઠી ચોળેલા જોવા મળી રહ્યા છે. તો ત્રીજી અને ચોથી તસ્વીરમાં મોહિતના ઘરે મીંઢળ છોડવાની વિધિ ચાલતી જોવા મળી રહી છે.
આ ઉપરાંત નિકિતાએ લગ્નનો એક વીડિયો ઉપરાંત બીજી પણ ઘણી તસવીરો શેર કરી છે. જેમાં કપલ ખુબ જ ખુશ ખુશાલ જોવા મળી રહ્યું છે. આ તસવીરો શેર કરવાની સાથે નિકિતાએ કેપશનમાં લખ્યું, “આ ગૂફબોલ સાથે લગ્ન કર્યાનું એક અઠવાડિયું. શર્મા હવે શર્મીલી બની ગઈ. પ્રોફેશનલ તસવીરો આવવાની રાહ ના જોઈ શકી.”