બોલિવુડની આ જાણિતા વિલનની દીકરી છે બલાની ખૂબસુરત, હુસ્નના મામલે આપે છે મોટી મોટી બોલિવુડ હસીનાઓને માત- જુઓ તસવીરો

જો બોલિવુડમાં આવતી તો ઘણી અભિનેત્રીઓને પાણી ભરતી કરી દેતી અમરીશ પુરીની દીકરી, તસવીરો જોઇ તમે પણ કરશો હુસ્નના વખાણ

અમરીશ પુરી બોલિવુડ ઇન્ડસ્ટ્રીના એક એવા કેરેક્ટર રહ્યા છે, જેમણે વિલન બની પૂરી દુનિયામાં નામ કમાવ્યુ. તેમણે દિલ વાલે દુલ્હનિયા લે જાએંગે, કોયલા, મિસ્ટર ઇન્ડિયા, નગીના, કરણ અર્જુન, પરદેસ, દામિની જેવી ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. આ વાતમાં કોઇ શક નથી કે અત્યાર સુધી કોઇ પણ એક્ટર અમરીશ પુરીની જગ્યા લઇ શક્યુ નથી.

અમરીશ પુરી એક એવા કલાકારોમાંના એક છે, જેમણે ફિલ્મી દુનિયાને એક નવું મુકામ આપ્યુ છે. તેમણે તેમની એક્ટિંગથી લોકોને હેરાન કરી દીધા હતા અને એટલા માટે ભલે આજે અમરીશ પુરી આ દુનિયામાં ન હોય પણ તેમની એક્ટિંગને આજે પણ યાદ કરવામાં આવે છે. અમરીશ પુરી જેટલા ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા રહ્યા તેટલી જ તેમની દીકરી નમ્રતા ફિલ્મી દુનિયાથી દૂર છે,

પણ તે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવતી રહે છે. અમરીશ પુરીની દીકરી નમ્રતા પુરી ભલે ફિલ્મી દુનિયાથી દૂર હોય પણ તે સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ રહે છે. નમ્રતા આમ તો સોફ્ટવેર એન્જીનિયર છે, પણ તે એક પોપ્યુલર ડિઝાઇનર પણ છે. નમ્રતાના ઘણા ડિઝાઇન કરવામાં આવેલ કપડા ફેશન શોમાં વાહવાહી લૂટે છે.

નમ્રતા ઘણા સ્ટાઇલિશ કપડા ડિઝાઇન કરે છે અને તે પોતે પણ ઘણી સ્ટાઇલિશ છે. નમ્રતા ઇન્સ્ટાગ્રામ પર અવાર નવાર તેની તસવીરો શેર કરતી રહે છે. નમ્રતા ખૂબસુરતી મામલે તો બોલિવુડની ઘણી અભિનેત્રીઓને માત આપે છે. તસવીરોમાં નમ્રતાની સ્ટાઇલ જોવાલાયક હોય છે.

નમ્રતાની તસવીરો જોયા બાદ ચાહકો પોતાની આંખો પર વિશ્વાસ નથી કરી શકતા. તેની ખૂબસુરતીની તારીફ તો લગભગ બધા જ કરે છે. એક યુઝરે તો એમ કહ્યુ હતુ કે તે કોઇ પણ એક્ટ્રેસને માત આપી શકે છે, અત્યાર સુધી તે ક્યાં છુપાયેલી હતી. એક ફેને કહ્યુ કે, તમારે તો બોલિવુડમાં પગ મૂકવો જોઇએ.

Shah Jina