બેબી આવ્યા ના 6 જ મહિનામાં સોનમ કપૂરે બનાવ્યું હોટ ફિગર, એવો શરમજનક ડ્રેસ પહેર્યો કે મગજનો પારો ચડી જશે- જુઓ તસવીરો

બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર શનિવારે સાંજે મુંબઈમાં એક ઈવેન્ટમાં હાજરી આપવા પહોંચી હતી, જ્યાં તેણે તેના એથનિક લુકથી બધાને ચોંકાવી દીધા હતા. આ ઇવેન્ટમાં સોનમ કપૂર સિવાય ઘણા ફિલ્મ સ્ટાર્સે પોતાની ગ્લેમરસ સ્ટાઈલ બતાવી હતી. કરણ જોહર, ટાઈગર શ્રોફ અને અન્ય બોલિવૂડ સેલેબ્સ પણ ઇવેન્ટમાં હાજરી આપવા પહોંચ્યા હતા,

 

View this post on Instagram

 

A post shared by BollywoodLily (@bollywoodlily)

પણ આ ઈવેન્ટની તમામ લાઈમલાઈટ સોનમ કપૂર અને શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ લૂંટી લીધી હતી. આ ઈવેન્ટમાં બંનેએ પોતાના એથનિક લુકમાં લોકોના હોંશ ઉડાવી દીધા હતા. સોનમ અને શિલ્પાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Onmanorama (@onmanorama)

બોલીવુડની ફેશન ક્વીન સોનમ કપૂરે આ ઇવેન્ટ માટે અબુ જાની-સંદીપ ખોસલા દ્વારા કસ્ટમ-મેઇડ બ્લેક એન્ડ વ્હાઇટ ચિકંકરી જેકેટ સાથે ઑફ-વ્હાઇટ ફ્લેર્ડ અનારકલી-શરારા સેટ પસંદ કર્યો હતો. આ લુકમાં તે હંમેશની જેમ સ્ટાઇલિશ દેખાઇ રહી હતી. અભિનેત્રીના ડ્રેસની ડીપ નેક તેને હોટ લુક આપી રહી હતી.

આ લુકને પૂર્ણ કરવા માટે તેણે ઓક્સિડાઇઝ્ડ સિલ્વર જ્વેલરી પહેરી હતી. શિલ્પા શેટ્ટીના લુકની વાત કરીએ તો, આ ઇવેન્ટમાં તેણે એક સુંદર સફેદ સાડી પસંદ કરી હતી જેની સાથે તેણે ભારે ભરતકામ વાળા બ્લેક એન્ડ વ્હાઇટ બ્લાઉઝની જોડી બનાવી હતી. જો કે, તેણે જે રીતે સાડી કેરી કરી હતી, તે તેના કર્વી ફિગરને ખૂબ સારી રીતે હાઇલાઇટ કરી રહી હતી.

તે ખુલ્લા વાળમાં અપ્સરા કરતા ઓછી નહોતી લાગતી. ફિલ્મ સ્ટાર્સ મુંબઈમાં મેરિયટ બોનવોય ખાતે ‘શાદી’ કલેક્શન ફંક્શનમાં હાજરી આપવા પહોંચ્યા હતા. સોનમ આ દરમિયાન ઘણી જ સુંદર લાગી રહી હતી, પણ કેટલાક યુઝર્સે સોનમના ડ્રેસને એવી રીતે નોટ કર્યો કે તેઓએ સોનમની તુલના શોલે ફિલ્મના ઠાકુર સાથે કરી દીધી.

 

View this post on Instagram

 

A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor)

સોનમે તેના અનારકલી ડ્રેસ પર જેકેટ એવી રીતે કેરી કર્યુ હતુ, જે રીતે ફિલ્મ શોલેના ઠાકુરે સાલ કેરી કરી હતી. સોનમના લુકને ટોન્ડ ઓક્સિડાઇઝ્ડ સિલ્વર ઇયર કફ, મેચિંગ રિંગ્સ અને બંગડીઓ સાથે એક્સેસરીઝ કરવામાં આવી હતી. તેણે કાજલથી ભરેલી ભારે આંખો અને ઊંચા બનમાં બાંધેલા વાળ સાથે તેનો લુક પૂર્ણ કર્યો. જો કે સોનમનો આ લુક ખૂબ જ સુંદર હતો,

 

View this post on Instagram

 

A post shared by mysouthdiva (@mysouthdiva)

પરંતુ કેટલાક યુઝર્સે તેને ઘણુ સંભળાવ્યુ હતુ. જણાવી દઇએ કે, સોનમ કપૂરે 8 મે 2018ના રોજ આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. સોનમે માર્ચ 2022માં તેની પ્રેગ્નેંસીની જાહેરાત કરી હતી. તેણે પતિ આનંદ સાથે બ્લેક મોનોકિનીમાં બેબી બમ્પને ફ્લોન્ટ કરતી એક તસવીર શેર કરી. 20 ઓગસ્ટ, 2022ના રોજ, સોનમ અને આનંદે તેમના બાળકના આગમનની જાહેરાત કરી.

શિલ્પા શેટ્ટીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે નિકમ્મા ફિલ્મમાં જોવા મળી હતી, તે હવે ટૂંક સમયમાં તે રોહિત શેટ્ટી સાથે ઇન્ડિયન પોલીસનો ભાગ બનતી જોવા મળશે. અભિનેત્રી ઉપરાંત સિદ્ધાર્થ મલ્હોત્રા પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)

Shah Jina