આલિયાએ સેલ્ફી લેવા માટે કરી ખાસ ફોનની ડિમાન્ડ : યુઝર્સ બોલ્યા- આલિયા આઇફોનવાળાની બેઇજ્જતી કરી રહી છે

પેપરાજી સાથે સેલ્ફી લેવા માટે આ ખાસ ફોનની આલિયા ભટ્ટે કરી ડિમાન્ડ ! લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે ગંગુબાઇનો વીડિયો

બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટને હાલમાં જ એક ઇવેન્ટમાં સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાનનો તેનો એક મજેદાર વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પેપરાજી સાથે સેમસંગ ફોન માગતી જોવા મળે છે. આ વીડિયો જોયા બાદ લોકોનું કહેવુ છે કે આલિયા આઇફોન વાળાની બેઇજ્જતી કરી રહી છે.

એક વ્યક્તિ વીડિયોમાં પાછળથી કહી રહ્યો છે કે અમારે લોકોને તમારી સાથે સેલ્ફી જોઇએ, મારો જ ફોન છે. તે બાદ આલિયા કહે છે કે સેમસંગ કોની પાસે છે ? આ સાંભળતા જ કેટલાક લોકો કહે છે કે મનોજ પાસે, તો તે જોરજોરથી મનોજ મનોજ અવાજ લગાવે છે, પણ મનોજ ત્યાં હોતો નથી. જો કે, થોડીવાર પછી તેને ફોન મળી જાય છે પણ તે ફોન હાથમાં લઇ પૂછે છે કે સેલ્ફી કોર્નર ક્યાં છે ?

હવે આલિયાનો આ મજેદાર વીડિયો જોયા બાદ ચાહકો અલગ અલગ કમેન્ટ્સ કરી રહ્યા છે. એકે પૂછ્યુ- તમે સેમસંગ ફોનની માગ કરી રહ્યા છો, તેનું શું કરશો. કેટલાકનું કહેવુ છે કે તે આઇફોનવાળાની બેઇજ્જતી કરી રહી છે. જો કે, કેટલાક આલિયાની ખૂબસુરતીની પ્રશંશા કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021માં સેમસંગે આલિયા ભટ્ટને ગેલેક્સી જેડ સીરીઝની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી હતી.

આલિયાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે જલ્દી જ રણવીર સિંહ સાથે ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં જોવા મળશે. આ ઉપરાંત તે જી લે ઝરામાં પણ જોવા મળશે. આ સાથે તે હોલિવુડ ફિલ્મ ‘Heart Of Stone’માં પણ જોવા મળશે. જે આ વર્ષે જ રીલિઝ થઇ રહી છે અને આ ફિલ્મથી આલિયા હોલિવુડ ડેબ્યુ પણ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જણાવી દઇએ કે, હાલમાં જ નવેમ્બર 2022માં આલિયા ભટ્ટ માતા બની છે અને પોતાના પરિવાર અને પ્રોફેશનલ લાઇફ વચ્ચે તે સારી રીતે બેલેન્સ પણ બનાવી રહી છે. આલિયાએ 14 એપ્રિલ 2022ના રોજ રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા અને નવેમ્બરમાં એક બાળકીને જન્મ આપ્યો હતો, જેનું નામ તેઓએ રાહા કપૂર રાખ્યુ છે.

Shah Jina