વહુ Aishwaryaની પીઠ પાછળ ખોદણી કરે છે? સાસુ જ્યાએ ખુલાસો કરતા કહ્યું- મને તેની કોઈ વાત નથી ગમતી તો..

સાસુ અને વહુને સંબંધ ખૂબ ખાસ હોય છે. કેટલીક સાસુ-વહુ મા-દીકરીની જેમ રહે છે, તો કેટલાક વચ્ચે તુ-તુ-મેં-મેં થતી રહે છે. બોલિવુડમાં પણ ઘણી એવી સાસુ-વહુ છે કે જેના એકબીજા સાથે સારા સંબંધ છે. પણ આજે અમે તમને બચ્ચન પરિવારની સાસુ અને વહુ વિશે વાત કરવા જઇ રહ્યા છે. એશ્વર્યા રાય બચ્ચન પરિવારની લાડલી વહુ છે. તેના સાસુ જયા બચ્ચન સાથે સારા સંબંધ છે.

પણ ગોસિપના ગલિયારામાં બંને વચ્ચે ના બનવાની ખબરો ચર્ચાતી રહે છે. જોકે, જયા બચ્ચન પહેલા જ એ વાતનો ખુલાસો કરી ચૂકી છે કે જો તેમને તેમની વહુની કોઇ વાત નથી પસંદ આવતી તો તે મોં પર કહી દે છે, પીઠ પાછળ કોઇ રાજનીતિ નથી કરતી. જયા બચ્ચન ઘણા ઇન્ટરવ્યુઝમાં વહુ એશ્વર્યા રાયની પ્રશંસા કરી ચૂકી છે. એક જૂના ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યુ હતુ કે જો તેમને એશ્વર્યાની કોઇ વાત પસંદ નથી આવતી તો તે મોં પર કહી દે છે. વહુની પીઠ પાછળ રાજનીતિ નથી કરતી.

જયા બચ્ચને એ પણ જણાવ્યુ હતુ કે એશ્વર્યા પણ તેમની વસ્તુ પર પોતાની અસહમતિ જતાવતી રહે છે. અભિષેક બચ્ચનની માતા જયા બચ્ચનને જો ખરાબ લાગે છે, તો તે મોઢા પર કહી દે છે. આ વાતથી લગભગ બધા જ લોકો વાકેફ છે. તે કહે છે કે હું કંઇક વધારે ડ્રામેટિક થઇ શકુ છુ અને થોડું કરવું પણ કરે છે. હું વૃદ્ધ છું ને. જયા બચ્ચને કહ્યુ હતુ કે, અમને ઘરે બેસી ફાલતુ વાતો કરવી પસંદ છે, બસ અમે બંને જ હોઇએ.

તેની પાસે વધારે સમય નથી હોતો, પણ તે જે પણ કરે છે અમે એન્જોય કરીએ છીએ. મારી સાથે તેનો સંબંધ ખૂબ જ સારો છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે વહુની પ્રશંશા કરતા કહ્યુ હતુ કે એશ્વર્યા ઘણી સારી માતા છે. તે આરાધ્યાનું ઘણુ ધ્યાન રાખે છે. એશ્વર્યા નર્સની જેમ આરાધ્યાનું કામ કરે છે અને તે મજાકમાં બોલે છે કે મારી પૌત્રીની નર્સ મિસ વર્લ્ડ છે.

Shah Jina