મનોરંજન

‘ગુમ હે કિસી કે પ્યાર મેં’ એક્ટરે ગર્લફ્રેન્ડ કીર્તિદા સાથે કર્યા લગ્ન, દુલ્હનની ખૂબસુરતી પર લટ્ટુ થયા ચાહકો ! જુઓ ભવ્ય લગ્નની તસવીરો

‘યે હે મોહબ્બતેં’ના અભિનેતા રિભુ મેહરાએ કીર્તિદા મિસ્ત્રી સાથે કર્યા સીક્રેટ વેડિંગ, જુઓ ભવ્ય લગ્નની તસવીરો

વર્ષ 2022માં અનેક સેલિબ્રિટીઓએ એકબીજાને લાઈફ પાર્ટનર તરીકે પસંદ કર્યા હતા. આ ટ્રેન્ડ વર્ષ 2023માં પણ ચાલુ રહ્યો. અથિયા શેટ્ટી- કેએલ રાહુલ અને કિયારા અડવાણી-સિદ્ધાર્થ મલ્હોત્રા સહિત ઘણા ટીવી સ્ટાર્સે પણ ભવ્ય કાર્યક્રમોમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં ફેરા ફર્યા.

ત્યારે હવે વધુ એક અભિનેતા પણ તેની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ સાથે લગ્નના બંધનમાં બંધાયો છે. કપલે નોઇડામાં ભવ્ય લગ્ન કર્યા હતા, જેની તસવીરો તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. ટીવી અભિનેત્રી કીર્તિદા મિસ્ત્રીએ આ અઠવાડિયે અભિનેતા રિભુ મેહરા સાથે લગ્ન કર્યા છે. ઉત્તર પ્રદેશના નોઈડામાં રિભુના પરિવારના ઘરે લગ્નનો ઉત્સવ યોજાયો હતો.

તેમના ડ્રીમી વેડિંગની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. કીર્તિદા બેજ લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી, ત્યાં રિભુએ પણ ખાસ દિવસ માટે સમાન શેડની શેરવાની પહેરી હતી, જેમાં તે હેન્ડસમ લાગી રહ્યો હતો. તસવીરો શેર કરતા એક પોસ્ટમાં લખ્યું કે, “મિસ્ટર અને મિસિસ મેહરા.

મારી સુંદર બહેન રુચિ શર્માનો ખાસ આભાર કે જેણે આ લગ્નને અમારા માટે ડ્રીમી વેડિંગ બનાવ્યા. અમારા પરિવારના તમામ સભ્યો, મિત્રો, ભાઈઓ અને બહેનોનો આભાર. કીર્તિદા મિસ્ત્રી અને રિભુ મહેરા લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. પરિવાર અને નજીકના સંબંધીઓ ઉપરાંત કેટલાક નજીકના મિત્રો આ લગ્નમાં સામેલ થયા હતા.

ટીવી અભિનેત્રી ચારુ અસોપા પણ આ લગ્નમાં સામેલ થઇ હતી અને જાનમાં ડાંસ કરતી જોવા મળી હતી. લગ્નની તસવીરો સામે આવ્યા બાદ કપલના મિત્રોએ હાર્દિક શુભેચ્છાઓ આપી હતી. કરણ વી ગ્રોવરે લખ્યું- “અભિનંદન ભાઈ અને ભાભી.” રૂચિકા કપૂરે પણ “અભિનંદન” લખ્યું હતું. અભિનેતા કરણ વાહીએ કહ્યું, મારા ભાઈને અભિનંદન.

અભિનેત્રી રિયા સોનીએ કહ્યું, “તમને બંનેને અભિનંદન. તમને ખૂબ જ સુખી લગ્ન જીવનની શુભેચ્છા.” કીર્તિદા મિસ્ત્રી અને રિભુ મેહરાએ ડેઈલી સોપ ‘બહુત પ્યાર કરતા હૈ’માં સાથે કામ કર્યું છે. રિભુ ‘ગમ હૈ કિસી કે પ્યાર મેં’, ‘યે હૈ મોહબ્બતેં’ અને ‘કુમકુમ ભાગ્ય’માં તેની ભૂમિકાઓ માટે જાણીતો છે. ગયા વર્ષે મે મહિનામાં તેમની રોકા સેરેમની થઈ હતી.

તમને જણાવી દઈએ કે રિભુ મેહરા અને કીર્તિદા મિસ્ત્રીના લગ્નમાં પરિવારના સભ્યોએ ખૂબ જ મસ્તી કરી હતી, ફની પળોથી ભરેલ ફંક્શન ત્રણ દિવસ સુધી ચાલ્યું હતું. આખો પરિવાર લગ્ન સમારોહની ઉજવણીમાં વ્યસ્ત હતો. કીર્તિદાએ કહ્યું, “મારા લગ્નના એક અઠવાડિયા પહેલા, મને સામાન્ય ગભરાટ હતો.

 

View this post on Instagram

 

A post shared by Ribbhu Mehra (@ribbhu.mehra_djribz)

હું ઘણી ભાવનાત્મક લાગણીઓમાંથી પસાર થઈ રહી હતી. મારા માટે હાઇલાઇટ હલ્દી સેરેમની હતી. સગાઇ પર વીંટી એક્સચેન્જ, સિંદુર, મંગળસૂત્ર અને સાત વચન સિવાય અમે પહેલા મિત્ર બનવાની એક એડીશનલ શપથ પણ લીધી, જે અમારા સંબંધની નીંવ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Ribbhu Mehra (@ribbhu.mehra_djribz)