મલાઇકા અરોરાની સામે જ ગેટ પર અથડાઇ વૃદ્ધ મહિલા.. જુઓ અભિનેત્રી એ શું કહ્યું!
બોલિવૂડની ફેમસ આઈટમ ગર્લ અને હેન્ડસમ હંક અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા પોતાની અનોખી સ્ટાઈલ અને અનોખી ફેશન સેન્સ માટે ખૂબ જ ફેમસ છે. મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. કયારેક તે તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે.
બધા લોકો જાણે જ છે કે મલાઇકા અરોરા ફિટનેસ ફ્રીક છે અને તે તેની ફિટનેસ બાબતે સજાગ રહે છે.મલાઇકાને અવાર નવાર જીમ, યોગા ક્લાસ કે ડાંસ ક્લાસની બહાર સ્પોટ કરવામાં આવે છે.બોલિવુડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જે ચાહકોને ફિટનેસ માટે મોટિવેટ કરતી રહે છે. પરંતુ આ લિસ્ટમાં હંમેશા એક નામ ટોપ પર રહ્યુ છે, જે છે મલાઇકા અરોરા. અભિનેત્રી ચાહકો સાથે તેનો ફિટનેસ મંત્ર તો શેર કરે છે સાથે જ તે જીમ અને યોગા સેશન અટેન્ડ કરવા માટે પણ ચાહકોને મોટિવેટ કરે છે.
મલાઇકા પોતાની ટોન્ડ ફિગરને મેઇનટેઇન કરવા માટે ઘણી મશક્કત કરતી જોવા મળે છે, જેનું પરિણામ તેની બોડી અને તેના ચહેરા પર સ્પષ્ટ જોવા મળે છે. મલાઇકા અરોરા દરરોજ જીમ કે યોગા ક્લાસ માટે બહાર નીકળે ત્યારે ઘણી જ રોનક અને ચહેલ પહેલ સાથે નીકળે છે.મલાઇકાને જોતા જ પેપરાજી પણ તેને પોતાના કેમેરામાં કેદ કરવા માટે આતુર થઇ જાય છે અને તેની ઘણી બધી તસવીરો અને વીડિયો ક્લિક કરી લે છે,
જે સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઇ જાય છે. ત્યારે હાલમાં જ અભિનેત્રીને યોગા ક્લાસ બહાર સ્પોટ કરવામાં આવી હતી અને આ દરમિયાનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ચાહકો અભિનેત્રીની દરિયાદિલીની પ્રશંશા કરી રહ્યા છે. થયુ એવું કે મલાઇકા જેવી જ ગાડીથી નીકળી આગળ વધી કે પેપરાજી તેના ફોટો-વીડિયો લેવા માટે તેની આગળ પાછળ આવવા લાગ્યા,
View this post on Instagram
આ દરમિયાન જ એક વૃદ્ધ મહિલા યોગા ક્લાસના ગેટથી બહાર નીકળી રહી હતી અને તેમને ધક્કો વાગી ગયો. ત્યારે મલાઇકા પાછી આવી અને તેણે પેપરાજીને કહ્યુ કે ધ્યાનથી, તેમને જવા દો. આ દરમિયાન તે મહિલા મલાઇકાને કહે છે કે કંઇ વાંધો નહિ હું ઠીક છું. ત્યારે હવે અભિનેત્રીનો આ વીડિયો સામે આવતા ચાહકો વીડિયો પર રિએક્શન આપી રહ્યા છે અને અભિનેત્રીની પ્રશંસા કરી રહ્યા છે.