ઉર્વશી રૌતેલાએ બર્થ ડે પાર્ટીમાં ખર્ચ કરી દીધા 93 લાખ રૂપિયા, ડાયમંડ અને 24 કેરેટ કપકેકે ખેંચ્યુ ધ્યાન
પોપ્યુલર અભિનેત્રી ઉર્વશી રૌતેલા તેના ચાહકોને હંમેશા યુનિક ફેશન ચોઇસ સાથે મંત્રમુગ્ધ કરવામાં કામયાબ રહે છે. તે અવાર નવાર તેની શાનદાર લાઇફસ્ટાઇલ અને મોંઘા આઉટફિટ્સથી બધાને હેરાન કરી દે છે. ઉર્વશી પોતાની બેમિસાલ ખૂબસુરતી અને દમદાર લુક્સ માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છવાયેલી રહે છે. અભિનેત્રી લક્ઝુરિયસ લાઇફ જીવે છે. જો આપણે હિન્દી સિનેમાની સૌથી સુંદર અભિનેત્રીની વાત કરીએ તો તેમાં ઉર્વશી રૌતેલાનું નામ ચોક્કસપણે સામેલ થશે.
ઉર્વશી રૌતેલા તેની નિર્દોષ સુંદરતા અને અદભૂત દેખાવ માટે જાણીતી છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી ઉર્વશી રૌતેલા પોતાની તસવીરો અને વીડિયોને લઈને ચર્ચાનો વિષય બની રહે છે. ઉર્વશીએ હાલમાં જ 25 ફેબ્રુઆરીએ તેનો 29મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. ત્યારે આ ખાસ દિવસની તસવીરો પણ ઉર્વશી રૌતેલાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી હતી. ઉર્વશીએ પ્રેમના શહેર પેરિસમાં પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો.
અભિનેત્રીએ તેના ભવ્ય જન્મદિવસની ઉજવણીમાં USD 1.12 મિલિયન એટલે કે રૂ. 93 લાખ ખર્ચ્યા હતા. જે તસવીરો ઉર્વશીએ શેર કરી છે, તેમાં તે બ્લૂ મીડી ડ્રેસમાં જોવા મળી રહી છે. આ આઉટફિટમાં હૉલ્ટર નેક હતું અને અભિનેત્રીના કર્વી ફિગરને સારી રીતે હાઇલાઇટ કરતો આ ડ્રેસ હતો. આ સાથે ઉર્વશીએ પેન્ડન્ટ ઇયરિંગ્સ અને ડાયમંડ રિંગ્સ કેરી કરી હતી. અભિનેત્રીએ તેના બંને હાથ પર કેટલાક ચંકી બ્રેસલેટ પણ પહેર્યા હતા.
એક તસવીરમાં તે તેના ચાહકો તરફથી મળેલી તમામ ભેટ અને કેક સાથે કેમેરા સામે પોઝ આપતી જોવા મળી હતી. ઉર્વશી 4-ટાયર્ડ બર્થડે કેક પાસે ઉભી હતી જેમાં ટોચ પર તાજ હતો. ઉર્વશીએ તેના જન્મદિવસ પર લાખોનો ખર્ચ કર્યો હતો. તેણે જન્મદિવસની ભેટ તરીકે પોતાના માટે 100 હીરા જડેલા ગુલાબ ખરીદ્યા. એટલું જ નહીં, અભિનેત્રીએ તેના ખાસ દિવસે 24 કેરેટ સોનાના કપકેક અને ડાયમંડ કેકનો પણ સ્વાદ લીધો.
તસવીરો શેર કરતાં ઉર્વશી રૌતેલાએ લખ્યું, ‘જન્મદિવસની ચમક.’ ઘણા લોકોએ તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી અને ઘણા લોકોએ તેને આ માટે ટ્રોલ પણ કરી. એકે લખ્યું કે, ‘ગર્લ્સને પિંક કલર કેટલો ગમે છે.’ એકે લખ્યું છે કે, ‘હેપ્પી બર્થ ડે.’ એકે લખ્યું, ‘આ બોક્સ લો, તેમાં ઋષભ ભૈયા માટે થોડી કેક મૂકો. તે આવી શક્યો નહીં. એકે લખ્યું, ‘હેપ્પી બર્થડે મિસિસ પંત.’ એકે લખ્યું, ‘ઉર્વશી તારી મીઠાશ દરરોજ વધી રહી છે.’
વર્કફ્રન્ટની વાત કરીએ તો, ઉર્વશી રૌતેલા હવે રામ પોથિનેની સામે એક અનટાઈટલ્ડ પ્રોજેક્ટમાં જોવા મળશે. આ સિવાય તે રણદીપ હુડ્ડા સાથે ફિલ્મ ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’માં કામ કરવા માટે તૈયાર છે. એટલું જ નહીં, અભિનેત્રી હેન્ડસમ હંક મિશેલ મોરોન સાથે હોલીવુડમાં ડેબ્યૂ પણ કરવા જઇ રહી છે.
View this post on Instagram
જણાવી દઇએ કે, થોડા દિવસો પહેલા ઉર્વશી રૌતેલાએ સાઉથ સિનેમાના સુપરસ્ટાર રિષભ શેટ્ટી સાથેની લેટેસ્ટ તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ ફોટો સાથે ઉર્વશી રૌતેલાએ લખ્યું કે- ‘કાંતારા 2 લોડિંગ.’ ઉર્વશીની આ પોસ્ટ પછી એવી અટકળો શરૂ થઈ ગઈ છે કે ઉર્વશી રૌતેલા ઋષભ શેટ્ટી સ્ટારર ‘કંતારા 2’માં જોવા મળી શકે છે.