છેલ્લા 15 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરતો શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ કેટલાક દિવસોથી હેડલાઇન્સમાં બનેલો છે. જેનું કારણ છે તારક મહેતા. એક તારક મહેતા (સચિન શ્રોફ)એ હાલમાં જ બીજા લગ્ન કર્યા તો બીજા તારક મહેતા (શૈલેશ લોઢા) મેકર્સ/પ્રોડ્યુસર્સ પર નામ લીધા વીના કંઇકને કંઇક કહી કરી રહ્યા છે. જ્યારથી શૈલેશ લોઢાએ આ શો છોડ્યો છે, ત્યારથી તે મોકો મળવા પર ખરી ખોટી સંભળાવતા રહે છે. તે ભડાસ નીકળવામાં ક્યારેય પાછળ નથી રહેતા.
એકવાર ફરી આવું જ કંઇક થયુ છે. તે એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને ત્યાં તેમણે નામ લીધા વિના ઘણુ બધુ કહ્યુ હતુ. શૈલેશ લોઢા વર્ષ 2008થી તારક મહેતા શોનો ભાગ હતા, પણ તેમણે વર્ષ 2022માં શો છોડી દીધો. તેમણે કહ્યુ હતુ કે તેઓ તેમના કોન્ટ્રાક્ટથી ખુશ નથી. આ માટે તેમણે શોને અલવિદા કહી દીધુ. જો કે, એક વર્ષ જેવું થવા આવ્યુ છે પણ તે કોઇ નવા પ્રોજેક્ટ સાથે જોડાયેલા દેખાયા નથી. કેટલાક સમય પહેલા તેમણે મેકર્સ પર ફીસ ન આપવાનો પણ આરોપ લગાવ્યો હતો. ત્યારે હવે એકવાર ફરી તેઓ વ્યંગ કરતા જોવા મળ્યા.
લખનઉમાં થયેલા આજતકના એક ઇવેન્ટમાં શૈલેશ લોઢા પણ સામેલ થયા હતા. ત્યાં તેમણે ઘણી કવિતાઓ સંભળાવી અને પિતા શ્યામ સિંહ લોઢા વિશે પણ વાત કરી. સાથે જ જ્યારે તેમને પૂછવામાં આવ્યુ કે તેમણે તારક મહેતા શો કેમ છોડ્યો ? તો તેમણે જવામાં કહ્યુ- જો છૂટા ઉસકે બારે મેં ક્યા ? તમે મારી વાત ઇશારોમાં સમજો. બુક છાપનાર પબ્લિશર હીરાની વીંટી પહેરીને ફરે છે અને લેખકને પોતાની જ બુક પબ્લિશ કરાવવા માટે પૈસા આપવા પડી રહ્યા છે. બીજાની પ્રતિભાઓથી કમાવવા વાળા વેપારી લોકો પોતાને પ્રતિભાશાળી અને મોટા સમજવા લાગ્યા.
ત્યારે કોઇએ કહેવું જોઇએ કે તમે બીજાની પ્રતિભાઓથી કમાવાવા વાળા લોકો છો. શૈલેશ લોઢાએ આગળ કહ્યુ કે, કદાચ હું એ જ છું, જેણે અવાજ ઉઠાવ્યો. બીજાની પ્રતિભાથી નામ કમાવવા વાળા લોકો કોઇ પ્રતિભાશાળી વ્યક્તિથી મોટા ન હોઇ શકે. દુનિયાનો કોઇ પબ્લિશર કોઇ લેખકથી મોટો નથી હોતો. દુનિયાનો કોઇ પ્રોડ્યુસર કોઇ પણ અભિનેતાથી મોટો ન હોઇ શકે. દુનિયાનો કોઇ નિર્માતા કોઇ નિર્દેશક કે અભિનેતા કે અભિનેત્રીથી મોટો ન હોઇ શકે. એ વેપારી છે, આપણે સમજવું જોઇએ. હું કવિ છુ અને અભિનેતા છું. જ્યારે જ્યારે કંઇ એવું કરવામાં આનશે, જે મારા કવિ કે અભિનેતા હોવા પર…મારા વિચારો પર હાવી હોવાની કોશિશ કરશે તો જ્વાળામુખી ફાટશે.