અહેમદ સાથે લગ્ન કર્યા પછી બૉલીવુડ અભિનેત્રી સ્વરાએ સુહાગરાતની સિક્રેટ તસવીરો શેર કરી, જોઈને તમે પણ ચોંકી જશો

બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર છેલ્લા કેટલાક દિવસોથી ઘણી ચર્ચામાં છે, તેણે થોડા સમય પહેલા જ નેતા ફહાદ અહેમદ સાથે કોર્ટ મેરેજ કર્યા છે. સ્વરાએ આ માહિતી ફેન્સ સાથે શેર કરતાની સાથે જ સોશિયલ મીડિયા પર લોકો તેને અભિનંદન આપવા લાગ્યા હતા. સ્વરાના લગ્નની તસવીરો પણ ઘણી વાયરલ થઈ હતી.

જેમાં અભિનેત્રી ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી. ત્યારે હવે અભિનેત્રીએ સુહાગરાત માટે શણગારેલા તેના બેડરૂમની ઝલક બતાવી છે. સ્વરા ભાસ્કરે હાલમાં જ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક સાથે ઘણી તસવીરો શેર કરી જેમાં અભિનેત્રીએ તેના સુહાગરાતની ઝલક દેખાડી છે. તસવીરોમાં સ્વરા ભાસ્કરનો રૂમ અને તેનો બેડ ફૂલોથી સજ્જ જોવા મળી રહ્યો છે.

તસવીરોને કેપ્શન આપતા અભિનેત્રીએ લખ્યું કે, ‘મા એ વાતનું પૂરેપૂરું ધ્યાન રાખી રહી છે કે મારી સુહાગરાત ફિલ્મી હોય.’ આ ઉપરાંત અભિનેત્રીએ એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં એક મહિલા તેને અભિનંદન આપતા પૂછે છે, ‘યે સબ ક્યા ચલ રહા હૈ?’ આના પર સ્વરા બેડ બતાવે છે અને કહે છે કે તેની માતાએ તેના માટે આ બધું કર્યું છે.

જણાવી દઈએ કે સ્વરા ભાસ્કર વર્ષ 2019માં એક પ્રોટેસ્ટ દરમિયાન ફહાદને પહેલીવાર મળી હતી. અહીંથી જ બંનેની મિત્રતા થઈ અને પછી આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. આ પછી અભિનેત્રીએ ફેબ્રુઆરીમાં એક વીડિયો શેર કરીને ફહાદ સાથેના તેના સંબંધોની જાણકારી આપી હતી. હવે આ કપલ માર્ચમાં તેમના પરંપરાગત લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે.

સ્વરા ભાસ્કર બોલિવૂડની ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી છે. પોતાના કરિયરમાં તેણે ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે અને ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ ખાસ સ્થાન બનાવ્યું છે. અભિનેત્રી તેના સ્પષ્ટવક્તા માટે પણ જાણીતી છે. તે ઘણા વિરોધ પ્રદર્શનનો ભાગ પણ રહી ચુકી છે.

Shah Jina