ગુજરાતની આ ખ્યાતનામ અભિનેત્રીની મહેંદી સેરેમનીની તસવીરો આવી સામે.. હાથમાં સજી પિયાના નામની મહેંદી.. જુઓ કોની બની દુલ્હનિયા..

ગુજરાતી સિનેમા અને હિન્દી ધારાવાહિકની આ લોકપ્રિય ગુજરાતી અભિનેત્રીએ શેર કરી પોતાના લગ્ન પહેલાના પ્રસંગોની તસવીરો… ચાહકો પણ થયા દીવાના

દેશભરમાં ચાલી રહેલા લગ્નના માહોલ વચ્ચે સામાન્ય માણસની જેમ સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. સેલેબ્રિટીઓના લગ્નની ખબર અને તેની તસવીરો સામે આવતા જ ચાહકો પણ ખુશ ખુશાલ થઇ જતા હોય છે. ત્યારે આ દરમિયાન ગુજરાતમાં પણ એક મોટી સેલેબ્રિટીએ લગ્નના બંધનમાં બંધાયા બાદ પોતાની તસવીરો શેર કરી છે.

ગુજરાતી સિનેમા અને ઘણી બધી હિન્દી ધારાવાહિકોમાં કામ કરીને ગુજરાતમાં જ નહિ દેશ વિદેશમાં પોતાનું આગવું નામ બનાવનારી અભિનેત્રી ઇશા કંસારાએ હાલમાં પોતાની મહેંદી અને બીજા પ્રસંગોની તસવીરો શેર કરી છે. જેને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને આ તસ્વીરોમાં ઇશા ખુબ જ સુંદર પણ દેખાઈ રહી છે.

ઇશા કંસારા ગયા વર્ષે 3 ડિસેમ્બરના રોજ મંગેતર સિદ્ધાર્થ ભાવસાર સાથે લગ્નના બંધનમાં બંધાઈ હતી. પરિવાર, મિત્રો અને સ્નેહી સ્વજનોની હાજરીમાં ઇશા અને સિદ્ધાર્થ એકબીજા સાથે લગ્નના સાત ફેરા ફરીને ભવ ભવના બંધનમાં બંધાઈ ગયા હતા. સિદ્ધાર્થ ભાવસાર સિંગર, કમ્પોઝર, સંગીતકાર અને ગીતકાર છે.

ત્યારે હાલમાં ઇશાએ તેના લગ્ન પહેલા યોજાયેલી તેની મહેંદીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે. આ તસવીરોમાં એશા ખુબ જ ખુશ ખુશાલ દેખાઈ રહી છે અને તેના હાથ અને પગ પર સિદ્ધાર્થના નામની મહેંદી પણ સજેલી જોવા મળી રહી છે. ઇશા કેમેરા સામે એક પછી એક શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.

આ ઉપરાંત બીજી પણ ઘણી તસવીરો તેણે શેર કરી છે. જે પણ મહેંદી પ્રસંગની જ છે અને તેમાં તે તેના પતિ સિદ્ધાર્થ સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન ત્યાં મહેમાનો પણ હાજર છે અને સિદ્ધાર્થ પણ ઇશા સાથે મન મૂકીને ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.

તો અન્ય તસ્વીરોમાં ઇશા કેમેરા સામે પોઝ આપી રહી છે. બીજી તસ્વીરોમાં સિદ્ધાર્થ સાથે ફૂલોથી સજેલા મંડપમાં ઇશા પોઝ પણ આપી રહી છે. આ કપલ ખુબ જ ખુશ પણ દેખાઈ રહ્યું છે. સિદ્ધાર્થ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી એક તસ્વીરમાં તે એશાને ઊંચકીને ઉભેલો જોઈ શકાય છે.

તમને જણાવી દઈએ કે ઇશા કંસારાના લગ્નમાં હાજરી આપવા માટે ઘણા સેલેબ્સ પણ ઉમટ્યા હતા. જેમાં અભિનેત્રી દીક્ષા જોશી અને શ્રદ્ધા ડાંગર ઉપરાંત ગાયિકા ભૂમિ ત્રિવેદી પણ જોવા મળી હતી. દીક્ષા જોશીએ પણ ઇશાના લગ્નમાં ધમાલ મસ્તી કરતી ઘણી બધી તસવીરો તેની સ્ટોરીમાં પોસ્ટ કરી હતી. તસ્વીરોમાં અભિનેત્રી નેત્રી ત્રિવેદી પણ જોવા મળી રહી હતી.

ઇશા કંસારાએ “મુક્તિ બંધન, એક નણંદ કી ખુશીઓ કી ચાબી..મેરી ભાભી, માય નેમ ઇઝ લખન, મેડમ સર, જિંદગી મેરે ઘર આના” જેવી ધારાવાહિકોમાં ખુબ જ સુંદર અભિનય કર્યો છે. આ ઉપરાંત તેણે ગુજરાતી ફિલ્મો “દુનિયાદારી, મિજાજ, વાંઢા વિલાસ, મીડ નાઈટ વિથ મેનકા અને પ્રેમ પ્રેકરણમાં પણ કામ કર્યું છે.

ઈશા કંસારાનો જન્મ 20 ઓગસ્ટ 1996ના રોજ ગુજરાતના અમદાવાદમાં થયો હતો. તેના પિતાનું નામ રમેશ કંસારા છે. તેનો એક ભાઈ પણ છે. તેણે હિરામણી સ્કૂલ અને અમૃત જ્યોતિ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેણે મુંબઈની મીઠીબાઈ કોલેજમાંથી કોલેજનું શિક્ષણ મેળવ્યું.

ઈશાને બાળપણથી જ અભિનય અને નૃત્યનો ખૂબ જ શોખ હતો, જેના માટે તે બાળપણમાં જ શાળાકીય અભ્યાસ સાથે ભરતનાટ્યમના વર્ગમાં જોડાઇ હતી. આ પછી તે પહેલીવાર ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં જોવા મળી હતી. પરંતુ તેની ડાન્સ ઈન્ડિયા ડાન્સની સફર લાંબો સમય ન ચાલી અને આ શો તેને છોડી દીધો.

પછી તેને અભિનય તરફ તેની કારકિર્દી પસંદ કરી અને અભિનયના વર્ગો જોઇન કર્યા. થોડા દિવસો પછી તે અભિનય સંપૂર્ણપણે શીખી ગઈ અને કામ શોધવા લાગી. ત્યારબાદ તેને એક ટીવી સિરિયલની ઓફર મળી, તેણે 2011માં મુક્તિ બંધન સિરિયલથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જેમાં તેણે દેવકી શાહનું પાત્ર ભજવ્યું હતું.

Niraj Patel