ઇન્દોર ટેસ્ટ પહેલા પોતાની પત્ની સાથે મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યો સૂર્ય કુમાર યાદવ, તસવીરો થઇ રહી છે વાયરલ
ભારતીય ક્રિકેટ ટીમ હાલ સુપર ફોર્મમાં ચાલી રહી છે, બોર્ડર ગાવસ્કર ટ્રોફી અંતર્ગત ઓસ્ટ્રલિયા સામે 4 ટેસ્ટ મેચની શ્રેણી રમાઈ રહી છે. જેમાંથી પહેલી બે મેચમાં ભારતે પહેલાથી જ જીત મેળવી લીધી છે. ત્યારે ત્રીજી ટેસ્ટ હવે ઇન્દોરમાં રમવાની છે. એ પહેલા બંને ટીમોએ થોડો વિરામ લીધો છે અને ઘણા ખેલાડીઓ પ્રેક્ટિસમાં વ્યસ્ત છે તો ઘણા ફરવામાં.
ત્યારે આ ટેસ્ટ શ્રેણીથી ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે પણ ટેસ્ટમાં ડેબ્યુ કર્યું છે. વન-ડે અને ટી-20 બાદ હવે સૂર્યા ટેસ્ટમાં પણ જોવા મળશે. ત્યારે ઇન્દોર ટેસ્ટ પહેલા જ સૂર્યકુમાર યાદવ પોતાની પત્ની દેવિકા શેટ્ટી સાથે તિરુપતિ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યો હતો. જેની તસવીરો તેને સોશિયલ મીડિયામાં શેર કરી છે.
આ તસવીરોમાં તે તેની પત્ની દેવીશા સાથે જોવા મળી રહ્યો છે. સૂર્યાની આ તસવીરો ચાહકોને ઘણી પસંદ આવી રહી છે. ટ્વિટર પર અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લોકો તેને લાઈક કરી ચૂક્યા છે. તે જ સમયે 4 હજારથી વધુ લોકોએ ટિપ્પણી કરીને તેમની પ્રતિક્રિયા આપી છે. આ તસવીરો પોસ્ટ કરવાની સાથે સૂર્ય કુમાર યાદવે કેપશનમાં કઈ લખવાના બદલે બે ઈમોજી પોસ્ટ કર્યા છે.
સૂર્યકુમાર યાદવને નાગપુર ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી પરંતુ તે માત્ર 7 રન જ બનાવી શક્યો હતો. દિલ્હી ટેસ્ટમાં તેના સ્થાને શ્રેયસ અય્યરને તક મળી છે. જોકે હવે ઓસ્ટ્રેલિયા સાથે વનડે શ્રેણી છે. જોવાનું રહેશે કે સૂર્યા શોર્ટ ફોર્મેટમાં બેટથી શાનદાર પ્રદર્શન કરી શકે છે કે કેમ. ટી 20માં તે તેની ધાકડ બેટિંગ માટે જાણીતો છે.