જાવેદ અખ્તર પર ભડકી પાકિસ્તાની એક્ટ્રેસ, કહ્યુ- કોઇ આપણા ઘરમાં આવી બેઇજ્જત કરી રહ્યુ છે…

જાવેદ અખ્તર પર પાકિસ્તીની અભિનેત્રીએ નીકાળ્યો ગુસ્સો, બોલી- ઝાહિલ લોકો, સો કોલ્ડ નીચ…

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મશહૂર ગીતકાર જાવેદ અખ્તર આ દિવસોમાં પાકિસ્તાનમાં આપવામાં આવેલ નિવેદનને લઇને ઘણા ચર્ચામાં છે. જાવેદ અખ્તરે ફેજ ફેસ્ટિવલ દરમિયાન પોતાના એક નિવેદનમાં મુંબઇ હુમલાને લઇને પાકિસ્તાન પર નિશાન સાધ્યુ હતુ. તેમણે કહ્યુ કે, અમે મુંબઇના લોકો છીએ અને પોતાના શહેર પર હુમલો થતા જોયો છે. હુમલાવર નોર્વે કે ઇજિપ્તથી નહોતા આવ્યા. તે લોકો પોતાના મુલ્કમાં હજી પણ ફરી રહ્યા છે.

જો આ ફરિયાદ હિન્દુસ્તારીના દિલમાં હોય તો તમારે ખરાબ ન માનવું જોઇએ, જાવેદ અખ્તરના આ નિવેદનની ભારતમાં ઘણી સરાહના થઇ રહી છે. જો કે, આ નિવેદન પર પાકિસ્તાની એક્ટ્રેસ સબૂર અલીએ રિએક્ટ કર્યુ અને જાવેદ અખ્તરને ખૂબ ખરી ખોટી સંભળાવી. સબૂરે ઇન્સ્ટા સ્ટોરીમાં કહ્યુ- જે લોકો પોતાની ઇજ્જત નથી કરતા, તેમની કોઇ પણ ઇજ્જત નથી કરતુ.

સબૂરે પોતાની સ્ટોરીમાં લખ્યુ- માન્યુ કે આર્ટ માટે કોઇ દાયરો નથી અને બોર્ડ નથી પણ પોતાની ઇજ્જત માટે તો દાયરો બનાવવામાં આવે છે ને. કોઇ આપણા ઘરમાં આવી બેઇજ્જત કરી જઇ રહ્યુ છે, તેના પર ખુશીથી શોર મચાવવામાં આવી રહ્યો છે અને પછી કદમોમાં બેસવામાં આવી રહ્યુ છે. કેટલી શરમની વાત છે. ભણેલા ગણેલા ઝાહિલ લોકો છે આ. પોતાના ટેલેન્ટને તો ક્યારેય ઇજ્જત નથી આપી આ મુલ્કમાં, મોટા મોટા ફનકાર થયા એમ જ જતા રહ્યા,

જેમની પાસે પોતાના છેલ્લા સમય પર સારવાર કરાવવાના પૈસા નહોતા. ત્યારે ક્યાં જાય છે આ ટેલેન્ટના કદરદાર લોકો. અમારુ દિલ તો એટલું મોટુ છે કે અમે ખૈર ખૈરિયતથી પાછા મોકલીએ છીએ અને ચા પણ પીવડાવીએ છીએ. સબૂર અલીના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો, લોકો તેની આ પોસ્ટ પર ખૂબ કમેન્ટ કરવા લાગ્યા અને પોતાની પ્રતિક્રિયાઓ આપવા લાગ્યા.

Shah Jina