મેચ બાદ પણ પોતાના ખેતરમાં કઠોર પરિશ્રમ કરતો જોવા મળ્યો મોહમ્મદ શમી, વીડિયો જીતી રહ્યો છે ચાહકોના દિલ.. જુઓ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ ટેસ્ટ શૃંખલા ચાલી રહી છે. જેમાં પહેલી બંને ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે કાંગારૂઓને જબરદસ્ત હાર આપી છે. આ બંને ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયન ટીમને ઘૂંટણીએ લાવી દીધી. ભારત તરફથી શાનદાર બોલિંગ પર્ફોમન્સ જોવા મળ્યું હતું. જેમાં એક નામ મોહમ્મદ શમીનું પણ હતું.
શમી બંને ટેસ્ટનો હિસ્સો હતો અને તેણે પોતાની બોલિંગ પર્ફોમન્સથી ચાહકોના દિલ જીતી લીધા હતા. ત્યારે શમી સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને તેના ચાહકો તેની દરેક પોસ્ટને ખુબ જ પ્રેમ આપતા હોય છે. ત્યારે હાલ શમીનો એક વીડિયો જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે જેમાં તે ટ્રેકટર લઈને ખેતરમાં ખેતી કરતો જોવા મળી રહ્યો છે.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મોહમ્મદ શમી તેના ખેતરમાં છે અને ખેતરમાં તે ટ્રેકટર લઈને ખેડવાનું કામ કરી રહ્યો છે. આ વીડિયો સાથે શમીએ કેપશનમાં લખ્યું છે “Working every day”. ત્યારે આ વીડિયોને હવે ચાહકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે અને લોકો પણ આ વીડિયોને જોઈને ભરપૂર કોમેન્ટ પણ કરી રહ્યા છે.
View this post on Instagram
તો ઘણા લોકોને આ વીડિયોને જોઈને ભારતીય ટીમના ભૂતપૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની યાદ આવી ગઈ. મહેન્દ્ર સિંહ ધોનીએ પણ થળોએ સમય પહેલા જ પોતાના ખેતરમાં ટ્રેકટરથી ખેતી કરતો એક વીડિયો શેર કર્યો હતો. આ ઉપરાંત ઘણા યુઝર્સ શમીને એમ પણ કહી રહ્યા છે કે “બોર્ડર ગાવસ્કર ટ્રોફીની આગામી મેચ માટે પીચ તૈયાર કરતો શમી”