રસોડાથી લઈને માસ્ટર શેફ સુધીની આ ગુજરાતી દાદીની કહાની છે ખુબ જ રોચક…એક સમયે બીજાના માટે ખાવાનું બનાવતા આજે કરે છે અધધધ લાખની કમાણી

આ ગુજરાતી દાદીએ 77 વર્ષની ઉંમરમાં શરૂ કર્યો પોતાનો વ્યવસાય, આજે મહિને કરે છે લાખોની કમાણી, માસ્ટર શેફમાં પણ જજના દિલ જીત્યા, જુઓ તેમના સંઘર્ષની કહાની

સોશિયલ મીડિયામાં ઘણા લોકોના સંઘર્ષની કહાની વાયરલ થતી હોય છે. ઘણા એવા લોકો છે જેમણે પોતાની મહેનત અને લગનથી દુનિયાભરમાં એક આગવું નામ બનાવ્યું હોય. ત્યારે આવી કહાનીઓ લોકો માટે પ્રેરણા રૂપ પણ બનતી હોય છે. એવું કહેવાય છે કે ગુજરાતીઓમાં ધંધાના ગુણ જન્મજાત હોય છે અને એટલે જ કદાચ આજે ગુજરાતીઓ દેશ અને દુનિયામાં પોતાના વ્યવસાયના કારણે આગવું નામ ધરાવે છે.

એવું જ એક નામ છે ઉર્મિલાબેન જમનાદાસ આશરે. જેમણે પોતાની મહેનતથી રસોડાથી લઈને માસ્ટર શેફ સુઘીની સફર ખેડી છે. ઉર્મિલાબેન માસ્ટર શેફની 7મી સીઝનમાં નજર આવ્યા હતા. જો કે તે આ સીઝનમાં બહુ લાંબા સમય સુધી ના રહી શક્યા, પરંતુ તેમની કહાનીએ લોકોને તેમના વિશે જાણવા પર મજબુર કરી દીધા.

ઉર્મિલા બાએ ‘માસ્ટરશેફ ઇન્ડિયા’ શેફ રણવીર બ્રાર, ગરિમા અરોરા અને વિકાસ ખન્નાને પ્રભાવિત કર્યા હતા. 78 વર્ષના ઉર્મિલા બાની કહાની પણ લોકોને પ્રેરણા આપનારી છે. ખૂબ નાની ઉંમરે પતિ અને ત્રણ સંતાનો ગુમાવ્યા પછી પણ ઉર્મિલા બાએ હાર ન માની. આર્થિક સંકટમાં જીવવા માટે મજબૂર થયા પછી પણ, તે એક બિઝનેસ વુમન બન્યા.

તેઓ “ગુજ્જુ બેનના નાસ્તા” ના નામથી તેની યુટ્યુબ ચેનલ ચલાવે છે. 78 વર્ષની ઉંમરે, ઉર્મિલા બા દેશમાં દરેક ગૃહિણી અને મહિલાઓ માટે એક ઉદાહરણ છે જે શક્તિ અને સ્થિતિસ્થાપકતા સાથે ઘરમાં રહે છે. ઉર્મિલા બા માસ્ટરશેફ ઈન્ડિયા પર દેખાયા પછી સોશિયલ મીડિયા સેન્સેશન બની ગયા છે.

ઉર્મિલા બાએ એવો પણ સમય જોયો છે જ્યારે તે બીજાના ઘરોમાં ભોજન બનાવીને ગુજરાન ચાલવતા હતા અને આજે તે એક બિઝનેસ વુમન છે. નાની ઉંમરે પતિ અને બાળકોને ગુમાવ્યા પછી પણ ઉર્મિલા બાએ હાર ન માની અને જીવનને બીજી તક આપી. ઉર્મિલા બાએ 77 વર્ષની ઉંમરે પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો.

ઉર્મિલા બાના પૌત્રનો બિઝનેસ કોરોના લોકડાઉનને કારણે બંધ થઈ ગયો હતો. લોકડાઉન દરમિયાન ખર્ચનું સંચાલન કરવું ખૂબ મુશ્કેલ બની ગયું હતું. જે પછી, આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે, તેમણે તેના પૌત્ર હર્ષ સાથે મળીને 2020માં “ગુજ્જુ બેનના નાસ્તા” નામની યુટ્યુબ ચેનલ શરૂ કરી. આ ચેનલ પર હાલમાં 248K ફોલોઅર્સ છે. આ ચેનલો આજે ચર્ચામાં છે.

ઉર્મિલા બા એટલે કે ગુજ્જુ બેનનો નાસ્તો ફૂડ એપ્સ પર પણ હોટ સેલર છે. ઉર્મિલા બાએ તેમના ઘરના એક ગલીના ખૂણે ગુજરાતી સ્નેક્સ સ્ટાર્ટઅપ “ગુજ્જુ બેનના નાસ્તા” સ્ટોર ખોલ્યો છે. આ સ્ટોર પર સુકો નાસ્તો ઉપલબ્ધ છે. તેઓ સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી સતત કામ કરે છે.

78 વર્ષની ઉંમરે તે તેની સાથે ઘર પણ ચલાવે છે. સૌથી પહેલા તેમણે દેશી અથાણાંથી પોતાનો બિઝનેસ શરૂ કર્યો. આ પછી તેમણે થેપલા, ઢોકળા, હલવો, સાબુદાણાની ખીચડી બનાવવાનું શરૂ કર્યું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઉર્મિલા બા દર મહિને 5 લાખ રૂપિયા કમાય છે. આ ઉપરાંત તે યુટ્યુબ દ્વારા પણ સારી એવી કમાણી કરે છે.

Niraj Patel