હાથાપાઇની પૂરી કહાની સપનાની જુબાની…સપનાએ જમાનત મળ્યા બાદ જણાવ્યુ શું થયુ હતુ પૃથ્વી શો સાથે તે રાત્રે
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સપના ગિલે કથિત છેડછાડ માટે ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉ અને અન્ય લોકો સામે FIR નોંધવાની માંગ કરતા મુંબઇ પોલિસને ફરિયાદ આપી છે. ગત અઠવાડિયે, ગિલ અને કેટલાક અન્ય લોકોની સેલ્ફી લેવાના વિવાદ પછી શૉ પરના હુમલાના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. મેજિસ્ટ્રેટ કોર્ટે સોમવારે ગીલને જામીન આપ્યા હતા. ગીલના વકીલ કાશિફ અલી ખાન દ્વારા સોમવારે અંધેરીના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં શો, તેના મિત્ર આશિષ યાદવ અને અન્યો સામે કથિત છેડતી અને લજ્જા ભંગના આરોપમાં પ્રાથમિકી દાખલ કરવામાં આવી હતી.
ગીલની ફરિયાદ મુજબ, ગિલ અને તેના મિત્ર શોભિત ઠાકુર નિયમિતપણે ક્લબની મુલાકાત લેતા હતા, જ્યાં ઠાકુરે શૉને જોયો હતો, જે મિત્રો સાથે પાર્ટી કરી રહ્યો હતો અને કથિત રીતે નશામાં હતો. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઠાકુર ક્રિકેટનો ફેન હોવાને કારણે પૃથ્વી શોનો સેલ્ફી લેવા માટે સંપર્ક કર્યો જેનો વિરોધ કરવામાં આવ્યો. ફરિયાદ અનુસાર, “ઠાકુર કિશોર છે. તે નશામાં ધૂત લોકોની બર્બરતાથી અવગત નહોતો. ઠાકુર લાચાર હતો અને પોતાને બચાવી શક્યો નહિ, તેથી ગિલે દરમિયાનગીરી કરી અને ઠાકુરને શો અને અન્ય લોકોથી બચાવવાનો પ્રયાસ કર્યો.”
ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે ગિલે શૉને આજીજી કરી હતી, જે તે સમયે કથિત રીતે નશામાં હતો. ગિલની ફરિયાદમાં આરોપ છે કે શોએ ગિલની લજ્જા ભંગ કરી હતી, જે ભારતીય દંડ સંહિતા કલમ હેઠળ સજાપાત્ર છે તે 354 (છેડતી) અને અન્ય જોગવાઈઓ હેઠળ સજાપાત્ર ગુનો છે. ગિલે પૃથ્વી શૉ અને તેના મિત્રો પર ગંભીર આરોપો પણ લગાવ્યા છે. વાતચીત દરમિયાન સપના ગિલે કહ્યું કે ભૂલ અમારી નથી. પૃથ્વી શોએ અમને માર્યા હતા. પછી તેઓએ અમારી વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી. મેં કોઈ સેલ્ફી માંગી નથી. હું તેને ઓળખતી પણ નથી.
આજ સુધી તેનું નામ પણ સાંભળ્યું નહોતું. હું માત્ર ભારતના મોટા ક્રિકેટરનું નામ જાણું છું. તે મારી નજીક ઉભો હતો. તેમ છતાં હું તેને ઓળખી શકી નહીં. જ્યારે હું પોલીસ કસ્ટડીમાં હતી ત્યારે ઘણા લોકો મને પૂછતા હતા કે શું થયું, તો મેં કહ્યું કે પૃથ્વી શૉ સાથે ઝઘડો થયો હતો, તો તેઓએ કહ્યું કે આ કોણ છે. તે રાત્રે ક્લબમાં સંગીત જોરથી હતું, મારા મિત્રો સેલ્ફી મોડમાં વીડિયો બનાવી રહ્યા હતા. જે બાદ પૃથ્વી શો અને તેના મિત્રોએ મારા મિત્રને મારવાનું શરૂ કર્યું. તેઓએ મારા મિત્રનો ફોન ફેંકી દીધો હતો.
સપના ગિલે ઈજાના નિશાન બતાવતા જણાવ્યું હતું કે 10 થી 15 લોકો હતા અને અમે માત્ર 2 લોકો હતા. મેં તેને રોકવાની ઘણી કોશિશ કરી પણ તે ના માન્યો. મેં કહ્યું કે લડશો નહીં પરંતુ પછી તેઓએ મને મારવાનું શરૂ કર્યું. એક રીપોર્ટ અનુસાર, ગિલે કહ્યુ કે, તેણે મારા પ્રાઈવેટ પાર્ટ પર માર માર્યો હતો. સપના ગિલે વધુમાં જણાવ્યું કે જે વીડિયો સામે આવ્યો છે તેમાં તમે જોઈ શકો છો કે પૃથ્વી શો ખૂબ જ નશામાં જોવા મળી રહ્યો છે. તે ગુસ્સામાં પણ હતો અને મારા મિત્રને મારવા જતો હતો તેથી હું વચ્ચે આવી અને તેણે મને પણ માર્યુ.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, 15 ફેબ્રુઆરીએ મુંબઈની હોટલ સહારા સ્ટાર બહાર સપના ગિલ અને પૃથ્વી શો વચ્ચેના વિવાદ બાદ પૃથ્વી શોના મિત્ર આશિષ યાદવની ફરિયાદ હેઠળ સપના અને તેના 3 મિત્રની 17 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. પૃથ્વી શઓના મિત્ર આશિષે સપના પર 50 હજાર રૂપિયાની માગણી માટે ધમકાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. જેને લઇને ગિલે કહ્યું કે, મેં 50,000 રૂપિયા માંગ્યા નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જામીન મળ્યા બાદ ગિલે કહ્યું- 50 હજાર શું છે ? એક દિવસમાં 2 રીલ બનાવીને હું આટલું કમાઈ લઈશ. દિવ્ય ભાસ્કરના રીપોર્ટ અનુસાર, સપનાએ કહ્યુ કે, પૃથ્વી શોએ તેને ખરાબ ઇરાદે સ્પર્શ કર્યો હતો.